ભારતમાં ટૂંક સમયમાં અનેક ફીચર્સ સાથે લોન્ચ થશે OnePlus 15
Photo Credit: OnePlus
OnePlus Ace 6 ના સિલ્વર શેડ પાછળ ACE બ્રાન્ડિંગ ધરાવે છે તેવું લાગે છે
OnePlus નું નવું મોડલ OnePlus 15 જે અનેક કલર તેમજ ડિઝાઇન સાથે 27 ઓક્ટોબરના રોજ તેની જાહેરાત કરવામાં આવશે અને તુંચીની સ્માર્ટફોનની કંપની તેના સોશિયલ મીડિયા દ્વારા જણાવે છે કે આ OnePlus 13 ના અનુગામી તરીકે આ OnePlus 15 લોન્ચ કરવામાં આવશે તે અંગે ની જાહેરાત 27 ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવશે. માહિતી મુજબ જાણવા મળ્યું છે કે આ મોડલ Oneplus 15 જેના કલર વિશે વાત કરીએ તો તે ત્રણ કલરના વિકલ્પોમાં જોવા મળશે એ સાથે તેમાં અનેક ફીચર જેવા કે Qualcomm ના નવા ફ્લેગશિપ Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ, OLED ડિસ્પ્લે જે 165Hz રિફ્રેશ રેટમાં મળી રહેશે.
Weibo પર મૂકેલ માહિતી પરથી આ મોડલને નજીકથી જાણીએ તો તેમાં કલર વિશે જાણવા મળે છે જે એબ્સોલ્યુટ બ્લેક, મિસ્ટ પર્પલ અને ઓરિજિનલ સેન્ડ ડ્યુન જેવા ત્રણ કલરના વિકલ્પોમાં ઉપલબ્ધ હશે.
OnePlus ના અગાઉના મોડલ એટલે કે ગયા વર્ષે લોન્ચ થયેલ OnePlus 13 ની વાત કરીએ તો તે ચીનમાં જોવા જઈએ તો તે વાદળી, ઓબ્સિડીયન અને સફેદ કલરમાં ઉપલબ્ધ હતો જ્યારે ભારતમાં આર્ક્ટિક ડોન, બ્લેક એક્લિપ્સ અને મિડનાઇટ ઓશન રંગમાં અવેલેબલ છે.
OnePlus 15 આ મોડેલની છબીઓમાં ડિસ્પ્લેમાં કેન્દ્રમાં સ્થિત થયેલ પંચ કટ આઉટ સાથે વક્ર ધાર સાથે ગોળાકાર ખુણા સાથે આકર્ષક લુક આપે છે અને ચોરસ આકારનો રીઅર કેમેરાનું મોડ્યુલ નજરે પડે છે.
OnePlus નું આ મોડલ 27 ઓક્ટોબરના રોજ સાંજે
7:00 વાગ્યાની આસપાસ ચીનમાં લોન્ચ થશે અને એ ભારતીય સમય મુજબ જોવ જઈએ તો તે સાંજે 4:30 વાગ્યે લોન્ચ થશે. Oneplus નું બીજું એક મોડલ OnePlus Ace 6 પણ આ મોડલ સાથે અનેક સત્તાવાર વેબસાઇટ તેમજ અનેક ઇ કોમર્સ પ્લેટફોર્મ તેમજ ઑફલાઇન સ્ટોર્સ પર પણ જોવા મળશે.
જૂની માહિતી બહાર પડી હતી તે મુજબ જોવા જઈએ તો એવી માહિતી સામે આવી છે કે આ મોડલ OnePlus 15 માં ટ્રીપલ રીઅર કેમેરા સેટઅપ સાથે તેની સ્ક્રીન 6.7 ઇંચની આવશે. 50MP નો પ્રાઈમરી સેન્સર સાથે સેકેન્ડરી કેમેરમાં 3x ઓપ્ટિકલ zno ફીચર્સ જે આકર્ષક કેમેરા રિઝલ્ટ આપશે જેમાં 50MP સુધીનો પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ આવશે. ફોનની બેટરી તેમજ ચાર્જિંગ જોઈએ તો તેમાં 120W નું વાયર્ડ ચાર્જિંગ અને 50W વાયર્ડલેસ ચાર્જિંગ આવશે. 7300mAH સુધીની બેટરી કેપેસિટી મળી રહેશે. એ સાથે તેમાં વોટર સેફ્ટી તેમજ IP68-રેટેડ ડસ્ટ રેઝિસ્ટન્સ મળી રહેશે.
જાહેરાત
જાહેરાત