OnePlus 15 આવતા મહિને,13 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે

OnePlus 15 ચીનમાં 27 ઓક્ટોબરે રજૂ કરાયા બાદ ભારતમાં 13 નવેમ્બરે લોન્ચ કરાશે.

OnePlus 15 આવતા મહિને,13 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે

Photo Credit: OnePlus

OnePlus 15 કિંમત CNY 3,999, આશરે રૂ. 50,000થી શરૂ

હાઇલાઇટ્સ
  • OnePlus 15માં Qualcomm ના નવા Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ
  • એબ્સોલ્યુટ બ્લેક, મિસ્ટી પર્પલ અને સેન્ડ ડ્યુન કલરમાં મળશે
  • OnePlus 15 એન્ડ્રોઇડ 16-આધારિત OxygenOS 16 સાથે આવશે
જાહેરાત

OnePlus 15 ચીનમાં 27 ઓક્ટોબરે રજૂ કરાયા બાદ ભારતમાં 13 નવેમ્બરે લોન્ચ કરાશે. ફોન Qualcomm ના નવા Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ દ્વારા સંચાલિત હશે અને દેશમાં Android 16-આધારિત OxygenOS 16 સાથે આવશે. OnePlus 15 ભારતમાં કંપનીના ઓનલાઈન સ્ટોર અને એમેઝોન દ્વારા ખરીદી શકાશે. OnePlus 15 એ ચીનમાં OnePlus 13 ના અનુગામી તરીકે રજૂ કરાયો છે.

OnePlus 15નાં સ્પેસિફિકેશન્સ

OnePlus 15 એન્ડ્રોઇડ 16-આધારિત OxygenOS 16 સાથે આવશે. ચીનમાં રજૂ થયેલા આ ફોનમાં 6.78-ઇંચની થર્ડ જનરેશન BOE ફ્લેક્સિબલ AMOLED ડિસ્પ્લે છે. તેમાં ટ્રિપલ-રીઅર કેમેરા યુનિટ છે અને 50-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા ધરાવે છે.

નવો ફ્લેગશિપ સ્માર્ટફોન, OnePlus 15, 13 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે. કંપનીએ હજુ ભારતમાં રજૂ થનારા આ ફોન અંગેની માહિતી જાહેર કરી નથી. એમેઝોન પર એક માઇક્રોસાઇટમાં દર્શાવ્યા પ્રમાણે તેમાં Qualcomm ના 3nm Snapdragon 8 Elite Gen 5 ચિપ રહેશે અને OxygenOS 16 પર ચાલશે.

ભારતમાં, OnePlus 15 માં 50-મેગાપિક્સલનો ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ આવશે અને તે OnePlus ના નવા DetailMax ઇમેજ એન્જિન દ્વારા સંચાલિત છે. ચાઇનીઝ વેરિઅન્ટમાં 50-મેગાપિક્સલ (f/1.8) મુખ્ય શૂટર, 50-મેગાપિક્સલ (f/2.0) અલ્ટ્રાવાઇડ કેમેરા અને 50-મેગાપિક્સલ (f/1.8) ટેલિફોટો કેમેરા સાથે ટ્રિપલ-રીઅર કેમેરા છે.

OnePlus 15ની કિંમત

ચીનમાં 12GB રેમ અને 256GB સ્ટોરેજ સાથેના OnePlus 15ની કિંમત

CNY 3,999 (આશરે રૂ. 50,000) થી શરૂ થાય છે. દરમિયાન, ટોપ-ઓફ-ધ-લાઇન 16GB રેમ અને 1TB સ્ટોરેજ સાથે આવતા ફોનની કિમત CNY 5,399 (આશરે રૂ. 67,000) છે. ચાઇનીઝ વેરિઅન્ટ એબ્સોલ્યુટ બ્લેક, મિસ્ટી પર્પલ અને સેન્ડ ડ્યુન (ચાઇનીઝમાંથી ભાષાંતરિત) કલરમાં મળે છે. ભારતમાં પણ aઅ જ ત્રણ કલરમાં મળે તેવી ધારણા છે.

ચીનમાં, લોન્ચ OnePlus 15, 7,300mAh બેટરીથી સજ્જ છે જેમાં 120W સુપર ફ્લેશ ચાર્જ વાયર્ડ ચાર્જિંગ અને 50W વાયરલેસ ફ્લેશ ચાર્જ સપોર્ટ છે. હેન્ડસેટનો 6.78-ઇંચ 1.5K થર્ડ-જનરેશન BOE ફ્લેક્સિબલ AMOLED ડિસ્પ્લે 165Hz સુધી રિફ્રેશ રેટ અને 1,800 nits સુધીની પીક બ્રાઇટનેસ આપે છે. OnePlus 15 માં 16GB સુધી LPDDR5x RAM અને 1TB સુધી UFS 4.1 ઇન્ટરનલ સ્ટોરેજ પણ છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »