સ્માર્ટફોન નિર્માતા કંપની પોકો દ્વારા ગુરુવારે તેના Poco M8 5G ને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો. આ નવો હેન્ડસેટ દેશમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા ત્રણ કલરમાં મળશે.
Photo Credit: poco
Poco M8 5G Xiaomi Android 15 આધારિત HyperOS 2.0 પર ચાલે છે
સ્માર્ટફોન નિર્માતા કંપની પોકો દ્વારા ગુરુવારે તેના Poco M8 5G ને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો. આ નવો હેન્ડસેટ દેશમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા ત્રણ કલરમાં મળશે. તે 6.77-ઇંચ 3D કર્વ્ડ ડિસ્પ્લેથી સજ્જ છે, જે 3,200 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ અને 120Hz સુધી રિફ્રેશ રેટ ઓફર કરે છે. Poco M8 5G ક્વોલકોમનો ઓક્ટા કોર સ્નેપડ્રેગન 6 સિરીઝ ચિપસેટથઈ સંચાલિત છે, જે 8GB સુધીની રેમ સાથે આવે છે. ફોનમાં ધૂળ અને પાણી પ્રતિકાર માટે IP65 + IP66 રેટિંગ છે. તેમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ પણ છે.ભારતમાં Poco M8 5G ની કિંમત, ઉપલબ્ધતા,ભારતમાં Poco M8 5G 6GB રેમ અને 128GB સ્ટોરેજવાળા બેઝ વેરિઅન્ટની કિંમત રૂ. 18,999 થી શરૂ થાય છે. 8GB રેમ અને 128GB સ્ટોરેજ સાથેના હાઇ-એન્ડ કન્ફિગરેશનની કિંમત રૂ. 19,999 છે. દરમ્યાન 8GB રેમ અને 256GB ઓનબોર્ડ સ્ટોરેજ ધરાવતા ટોપ-ઓફ-ધ-લાઇન Poco M8 5G ની કિંમત રૂ. 21,999 છે.
ગ્રાહકો ICICI બેંક, HDFC બેંક અને SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સાથે રૂ.2,000 નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. વધુમાં, પહેલા 12 કલાકમાં ફોન ખરીદનારા ગ્રાહકોને રૂ.1,000 નું વધારાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
આ હેન્ડસેટ 13 જાન્યુઆરીએ ફ્લિપકાર્ટ દ્વારા ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. તે કાર્બન બ્લેક, ગ્લેશિયલ બ્લુ અને ફ્રોસ્ટ સિલ્વર કલરવેમાં મળશે.
Poco M8 5G એક ડ્યુઅલ સિમ સ્માર્ટફોન છે જે Xiaomi ના Android 15-આધારિત HyperOS 2.0 પર ચાલે છે. કંપની સ્માર્ટફોન માટે ચાર વર્ષ માટે OS અપગ્રેડ અને છ વર્ષ માટે સુરક્ષા અપડેટ્સનું વચન આપે છે. તેમાં 6.77-ઇંચ (1,080x2,392 પિક્સેલ્સ) 3D કર્વ્ડ ડિસ્પ્લે છે, જે 120Hz સુધી રિફ્રેશ રેટ, 3,200 nits સુધી પીક બ્રાઇટનેસ, 387 ppi પિક્સેલ ડેન્સિટી, 240Hz સુધી ટચ સેમ્પલિંગ રેટ, 100 ટકા DCI-P3 કલર ગેમટ અને 68.7 બિલિયન રંગો પ્રદાન કરે છે. Poco M8 5G માં 5,520mAh બેટરી છે. ફોનમાં 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 18W વાયર્ડ રિવર્સ ચાર્જિંગ સપોર્ટ પણ છે.
Poco નું નવું M8 5G Qualcomm ના ઓક્ટા કોર Snapdragon 6 Gen 3 ચિપસેટ દ્વારા સંચાલિત છે, જે 4nm પ્રક્રિયા પર છે. SoC 2.4GHz સુધીની પીક ક્લોક સ્પીડ પ્રદાન કરવાનો દાવો કરવામાં આવે છે. ફોનમાં Adreno GPU, 8GB સુધી LPDDR4x RAM અને 256GB સુધી UFS 2.2 ઇન્ટરનલ સ્ટોરેજ છે. કંપનીનો દાવો છે કે હેન્ડસેટને AnTuTu બેન્ચમાર્કિંગ પ્લેટફોર્મ પર 8,25,000 થી વધુ પોઈન્ટ મળ્યા છે. તે ધૂળ અને પાણી પ્રતિકાર માટે IP65 + IP66 રેટિંગ સાથે પણ આવે છે. ફોન વેટ ટચ 2.0 સપોર્ટ સાથે પણ આવે છે, જેથી વપરાશકર્તા ભીની આંગળીઓથી હેન્ડસેટ ચલાવી શકશે.
કેમેરાની વાત કરીએ તો, Poco M8 5G માં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં 50-મેગાપિક્સલનો પ્રાથમિક શૂટર છે, જે 2-મેગાપિક્સલનો લાઇટ ફ્યુઝન 400 સેન્સર સાથે જોડાયેલ છે. તેમાં સેલ્ફી અને વિડિઓ કૉલ્સ માટે 20-મેગાપિક્સલનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરા પણ છે. તે 4K રિઝોલ્યુશન સુધીના વિડિઓઝ રેકોર્ડ કરવામાં પણ સક્ષમ છે. વધુમાં, સુરક્ષા માટે તેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે.
હેન્ડસેટ 5G, 4G LTE, બ્લૂટૂથ 5.1, Wi-Fi 5 અને કનેક્ટિવિટી માટે USB ટાઇપ-C પોર્ટ સાથે આવે છે. તેની સાઈઝ જોઈએ તો, 164x75.42x7.35 mm છે, જ્યારે તેનું વજન લગભગ 178 ગ્રામ છે.
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
BGMI Air Set to Launch in India on December 10; Closed Beta Testing to Begin Later This Month
WhatsApp Rolls Out Recent Media Suggestions Feature for Android and iOS Users: Report