Poco M8 series ટૂંક સમયમાં ભારત સહિતના બજારોમાં રજૂ કરી શકે છે. હાલમાં M8 seriesનું એક ટીઝર રજૂ કરાયું છે, જે દર્શાવે છે કે, તે ટૂંકમાં લોન્ચ કરાશે. પોકોએ તાજેતરમાં જ વૈશ્વિક બજાર માટે F8 શ્રેણીના સ્માર્ટફોન રજૂ કર્યા હતા.
Photo Credit: poco
Poco M8 Pro may feature 6,330mAh battery, 100W charging, HyperOS 2 Android
Poco M8 series ટૂંક સમયમાં ભારત સહિતના બજારોમાં રજૂ કરી શકે છે. હાલમાં M8 seriesનું એક ટીઝર રજૂ કરાયું છે, જે દર્શાવે છે કે, તે ટૂંકમાં લોન્ચ કરાશે. આ સ્માર્ટફોન જાન્યુઆરી 2026માં આવી શકે છે. પોકોએ તાજેતરમાં જ વૈશ્વિક બજાર માટે F8 શ્રેણીના સ્માર્ટફોન રજૂ કર્યા હતા.
પ્રથમ ટીઝરમાં માત્ર Poco M8 series આવી રહી છે તેટલું જ જણાવાયું છે. અન્ય કશું પણ જાહેર કરાયું નથી. જો કે સૂત્રો અનુસાર તેમાં બે મોડેલ Poco M8 અને M8 Pro આવશે.
આગામી અઠવાડિયાના અંતમાં Poco M8 સિરીઝના લોન્ચની તારીખ અંગે ચોક્કસ માહિતી મળશે તેવી એક ધારણા છે. ભારતીય બજારમાં 6 જાન્યુઆરી, 2026 એ Redmi Note 15 5G અને Realme 15 Pro સિરીઝ પણ આવી રહી છે આગામી M8 સિરીઝ ભારતીય બજાર માટે ત્રીજી મોટી જાહેરાત હશે.
M8 અને M8 Pro, Redmi Note 15 અને Note 15 Pro+ ના રિબ્રાન્ડેડ વર્ઝન હશે તેવું પણ માનવામાં આવે છે. જો કે, M8 સિરીઝની ડિઝાઇન થોડી અલગ હોઈ શકે છે.
Poco M8 અને Poco M8 Pro માં કર્વ્ડ મેટલ ફ્રેમ હોવાની અપેક્ષા છે. આ સ્માર્ટફોનમાં જમણી બાજુ નીચે Xiaomi ની સબ-બ્રાન્ડ Poco બ્રાન્ડિંગ હોવાની અપેક્ષા છે. મોડેલ નંબર 2510EPC8BG ધરાવતો સ્માર્ટફોન તાજેતરમાં યુએસ ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશન (FCC) વેબસાઇટ પર સૂચિબદ્ધ થયો હતો. આ Poco M8 Pro હોઈ શકે છે. Poco M8 Pro માં 8GB રેમ અને 256GB સ્ટોરેજ, 12GB રેમ અને 256GB તેમજ 12GB રેમ અને 512GB સ્ટોરેજ વિકલ્પો હોવાની ધારણા છે. તેમાં 6,330mAh બેટરી, 100W ચાર્જિંગ માટે સપોર્ટ સાથે હોઈ શકે છે. તે Android 15 પર આધારિત HyperOS 2 પર ચાલશે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે Redmi Note 15 Pro+ માં 200-મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા છે, જ્યારે Poco M8 Pro માં 50-મેગાપિક્સલનો મુખ્ય કેમેરા હશે.
તાજેતરના અહેવાલ મુજબ, M8 લાઇનઅપ પછી બ્રાન્ડ Poco X8 Pro સિરીઝ રજૂ કરશે. આ વર્ષે લાઇનઅપમાં સ્ટાન્ડર્ડ X8 શામેલ હશે. એવી અફવા છે કે Redmi Turbo 5 અને Turbo 5 Pro Max ના રિબ્રાન્ડેડ વર્ઝન તરીકે Poco X8 Pro અને X8 Pro Max જેવા બે મોડેલનો સમાવેશ થશે, જે જાન્યુઆરીમાં ચીનમાં લોન્ચ થવાની ધારણા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 2026 માં સ્ટાન્ડર્ડ Poco F8 2026 સ્કીપ કરી દેવામાં આવશે.
જાહેરાત
જાહેરાત