Redmi 15 5G ક્વાલકોમના સ્નેપડ્રેગન 6s જેન 3 પ્રોસેસરથી સજ્જ છે અને એન્ડ્રોઇડ 15 આધારિત HyperOS 2.0 પર ચાલશે.
Photo Credit: Xiaomi
Redmi 15 5G ફ્રોસ્ટેડ વ્હાઇટ, મિડનાઇટ બ્લેક અને સેન્ડી પર્પલ શેડ્સમાં વેચાય છે
રેડમીએ ખિસ્સાને પરવડે અને ફીચર્સમાં ઘણો જ સારો કહી શકાય તેવો Redmi 15 5G સ્માર્ટફોન ભારતીય બજારમાં લોન્ચ કર્યો છે. આ ફોનમાં ક્વાલકોમનું સ્નેપડ્રેગન 6s જેન 3 પ્રોસેસર અને 7,000mAh બેટરી આપવામાં આવી છે. ફોનમાં તમામ આવશ્યક AI ફીચર્સ જેવાકે, ગૂગલનું જેમિની તેમજ સર્કલ ટુ સર્ચ છે. ફોન એન્ડ્રોઇડ 15 આધારિત HyperOS 2.0 પર ચાલશે. મંગળવારે રજૂ થયેલો આ ફોન ત્રણ કલર ફ્રોસ્ટી વ્હાઇટ, મિડનાઈટ બ્લેક અને સેન્ડી પર્પલમાં ઉપલબ્ધ છે અને તેને 28 ઓગસ્ટથી ખરીદી શકાશે.
Redmi 15 5G ફોન તેના ભાવના પ્રમાણમાં ઘણા સારા સ્પેસિફિકેશન અને બેટરી ઓફર કરી રહી છે. ફોન ક્વાલકોમ સેનેપડ્રેગન 6s જેન 3 પ્રોસેસર સાથે આવશે અને તેમાં ડ્યુઅલ સિમનો ઉપયોગ કરી શકાશે. 7,000mAh બેટરીથી સજ્જ ફોનમાં 33w નું સી ટાઇપ ચાર્જર આપવામાં આવ્યું છે. ફોન 18wના રિવર્સ વાયર્ડ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. Redmi 15 5Gનો ડિસ્પ્લે 6.9 ઇંચનો છે અને 144Hz રિફ્રેશ રેટ અને 850 નાઇટ્સ સુધીની બ્રાઇટનેસ મળશે. આંખોની સુરક્ષા માટે ફોનને ટ્રિપલ ટિયુવી રાઈનલેન્ડ સર્ટિફિકેટ મળ્યું છે. ફોનની બોડી પ્લાસ્ટિકની છે અને તેના કેમેરા મોડ્યુલ મેટલમાં છે. ડિસ્પ્લે ફ્લેટ છે અને વજનમાં ઘણો વધારે કહી શકાય એવો 217 ગ્રામ છે. ફોન એન્ડ્રોઇડ 15 આધારિત HyperOS 2.0 પર ચાલશે અને તેમાં મુખ્ય OSમા બેવર્ષ સુધી અપગ્રેડ અને ચાર વર્ષ સુધી સુરક્ષા અપડેટ્સ મળશે.
Redmi 15 5G ફોન ડ્યુઅલ કેમેરા સાથે આવશે અને તેનો મુખ્ય રીઅર કેમેરા 50 મેગાપિક્સલનો રહેશે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમર્થિત રહેશે. તેમાં 8 મેગાપિક્સલનું સેલ્ફી શૂટર આપવામાં આવ્યું છે અને AI સ્કાય, AI બ્યુટી અને AI ઈરેઝ જેવા ફીચર્સને પણ સપોર્ટ કરશે. તેમાં, ડોલ્બી સર્ટિફાઇડ સ્પીકર પણ આપવામાં આવ્યા છે.
Redmi 15 5G ફોન ભારતમાં 6GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે રૂ. 14,999માં મળશે.આ ઉપરાંત તેમાં 8GB રેમ અને 128GB સ્ટોરેજ પણ ઉપલબ્ધ છે જેની કિંમત રૂ. 15,999 અને 8GB રેમ અને 256GB સ્ટોરેજ ધરાવતો ફોન રૂ. 16,999માં મેળવી શકાશે. ફોન એમેઝોન, શાઓમીની ભારતીય વેબસાઇટ તેમજ રિટેલ સ્ટોર પરથી 28 ઓગસ્ટથી મળી શકશે.
જાહેરાત
જાહેરાત