Redmi K90 અને Redmi K90 Pro Max 23 ઑક્ટોબરે ચીનમાં લોન્ચ થવા જઈ રહ્યા છે. કંપનીએ લોન્ચ પહેલાં જ Redmi K90ની ડિઝાઇન અને મુખ્ય ફીચર્સ જાહેર કરી દીધાં છે. જેમાં 7,100mAh બેટરી, Bose-ટ્યુન્ડ સાઉન્ડ અને 2.5x “ગોલ્ડન ટેલિફોટો” લેન્સ જેવા હાઈલાઈટ્સ સામેલ છે
Photo Credit: Redmi
Redmi K90 2.5x ટેલિફોટો કેમેરાથી સજ્જ હશે
Redmi હવે ફરી એક ધમાકેદાર લોન્ચ માટે તૈયાર છે! Redmi K90 અને તેનો હાઇએન્ડ Redmi K90 Pro Max વેરિઅન્ટ 23 ઓક્ટોબરે ચીનમાં રજૂ થવાના છે. લોન્ચ પહેલાં જ, કંપનીએ સ્ટાન્ડર્ડ મોડેલની ડિઝાઇન અને કેટલીક મુખ્ય સુવિધાઓ જાહેર કરી છે. જેમાં ડિસ્પ્લે, બેટરી અને કેમેરા ડિટેઇલ્સનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક દિવસોમાં ચીની ટેક જાયન્ટે Redmi K90 Pro Max ની ડિઝાઇન અને વિશિષ્ટતાઓ પણ રીવિલ કરી છે, જે ખાસ ડેનિમ-ટેક્સ્ચર બેક પેનલ વિકલ્પ સાથે લોન્ચ થશે.Redmi K90ની ડિઝાઇન અને લુક વિશે વાત કરીએ તો, કંપનીએ Weibo પોસ્ટ મારફતે તેનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. ફોનમાં લંબચોરસ રીઅર કેમેરા મોડ્યુલ જોવા મળે છે, જે Pro Max વેરિઅન્ટની જેમ જ છે. ડાબી બાજુએ ત્રણ કેમેરા સેન્સર અને LED ફ્લેશ યુનિટ, જ્યારે જમણી બાજુએ “Sound by Bose” બ્રાન્ડિંગ છે, જે ફોનને વધુ પ્રીમિયમ ફીલ આપે છે.
ફ્રન્ટ સાઈડમાં છે 6.59-ઇંચનું ફ્લેટ ડિસ્પ્લે જે ખૂબ જ પાતળા અને સમાન બેઝલ્સ ધરાવે છે. ટોચ પર સેન્ટ્રલ હોલ-પંચ સ્લોટમાં ફ્રન્ટ કેમેરા છે, જ્યારે જમણી ધાર પર વોલ્યુમ રોકર અને પાવર બટન છે. હેન્ડસેટ સફેદ, જાંબલી અને આછા વાદળી રંગના વિકલ્પોમાં ઉપલબ્ધ રહેશે. Redmi અનુસાર, આ ડિસ્પ્લે સાઇઝ હેન્ડ-ફીલ અને વિઝ્યુઅલ બેલેન્સ વચ્ચેનું આદર્શ સંતુલન આપે છે. જેથી ફોનને એક હાથથી ચલાવવું સરળ બને છે.
કંપનીનો દાવો છે કે Redmi K90 તેના પૂર્વવર્તી કરતાં મોટા અપગ્રેડ્સ સાથે આવશે. ફોનની બોડી iPhone 17 જેવી ઇન્ટિગ્રેટેડ કોલ્ડ-સ્કલ્પટિંગ પ્રોસેસથી બનાવવામાં આવી છે, જેના કારણે તેને રિફાઇન્ડ અને હાઇ-એન્ડ ટેક્સચર મળશે.ડિસ્પ્લેમાં Redmiએ Xiaomi 17 Pro Maxમાં મળતી સુપર પિક્સેલ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, જ્યારે ઑડિયો માટે Bose-ટ્યુન્ડ સ્ટીરિયો સ્પીકર્સ આપ્યા છે, જે શ્રેષ્ઠ સાઉન્ડ એક્સપીરિયન્સ આપે છે.
કેમેરા ફ્રન્ટ પર, Redmi K શ્રેણી પહેલીવાર લાવી રહી છે 2.5x “ગોલ્ડન ટેલિફોટો” લેન્સ, જે સ્પષ્ટ અને વધુ કુદરતી પોર્ટ્રેટ શોટ્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ સમગ્ર સિસ્ટમને પાવર આપવા માટે, Redmi K90માં છે એક વિશાળ 7,100mAh “Xiaomi Jinshajiang” બેટરી (6,960mAh રેટેડ), જે 100W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે.
જાહેરાત
જાહેરાત
Kepler and TESS Discoveries Help Astronomers Confirm Over 6,000 Exoplanets Orbiting Other Stars
Rocket Lab Clears Final Tests for New 'Hungry Hippo' Fairing on Neutron Rocket