Redmi K90 Pro Max સ્માર્ટફોન ગુરુવારે ચીનમાં લોન્ચ કરાયો હતો

Redmi K90 Pro Max સ્માર્ટફોન Redmi K90 સાથે ગુરુવારે ચીનમાં લોન્ચ કરાયો હતો. ચીનમાં આ ફોન કંપનીના ઓનલાઈન સ્ટોર દ્વારા ઉપલબ્ધ થશે.

Redmi K90 Pro Max સ્માર્ટફોન ગુરુવારે ચીનમાં લોન્ચ કરાયો હતો

Photo Credit: Redmi

રેડમી K90 પ્રો મેક્સ 50-મેગાપિક્સલ અલ્ટ્રાવાઇડ કેમેરાથી સજ્જ છે

હાઇલાઇટ્સ
  • Redmi K90 Pro Max માં 6.9 ઇંચની OLED સ્ક્રીન
  • Redmi K90 માં 94 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો સાથે 6.59 ઇંચનો ડિસ્પ્લે
  • Redmi K90 Pro Max માં 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
જાહેરાત

Redmi K90 Pro Max સ્માર્ટફોન ગુરુવારે ચીનમાં લોન્ચ કરાયો હતો. રેડમીના આ ફોનમાં સ્નેપડ્રેગન 8 Elite Gen 5 SoC, કંપનીની D2 ડિસ્પ્લે ચિપ અને 7,560mAh બેટરી આપવામાં આવી છે. તેમાં, 6.9-ઇંચની OLED સ્ક્રીન છે, જેનો ન્યૂનતમ બ્રાઇટનેસ લેવલ 1 nit છે. બીજી તરફ, સ્ટાન્ડર્ડ Redmi K90 મોડેલમાં 94 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો સાથે 6.59-ઇંચનો નાનો ડિસ્પ્લે છે. બંને ફોનમાં બોસ-ટ્યુન્ડ સ્પીકર સેટઅપ છે, જ્યારે Redmi K90 Pro Max મોડેલ 2.1-ચેનલ સ્ટીરિયો સ્પીકર્સથી સજ્જ છે.Redmi K90 સિરીઝની કિંમત અને કલર,Redmi K90 Pro Max ફોનની કિંમત 12GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે CNY 3,999 (લગભગ રૂ. 49,000) થી શરૂ થાય છે. 12GB રેમ અને 512GB સ્ટોરેજ અને 16GB રેમ અને 512GB સ્ટોરેજ ધરાવતા હાયર એન્ડ ફોનની કિંમત અનુક્રમે CNY 4,499 (લગભગ રૂ. 55,000) અને CNY 4,799 (લગભગ રૂ. 59,000) છે. 16GB RAM અને 1TB ઇનબિલ્ટ સ્ટોરેજવાળા ટોપ-ઓફ-ધ-લાઇન મોડેલની કિંમત CNY 5,299 (લગભગ રૂ. 65,000) છે.

Redmi K90 ની કિંમત 12GB રેમ 256GB સ્ટોરેજ સાથે CNY 2,599 (લગભગ રૂ. 32,000) માં મળશે. તેમાં, 16GB રેમ અને 256GB સ્ટોરેજ, 12GB રેમ અને 512GB સ્ટોરેજ અને 16GB રેમ અને 512GB સ્ટોરેજ ધરાવતા ફોનની કિંમત અનુક્રમે CNY 2,899 (આશરે રૂ. 35,000), CNY 3,199 (આશરે રૂ. 39,000), અને CNY 3,499 (આશરે રૂ. 43,000) છે. સૌથી મોંઘા વેરિઅન્ટની કિંમત CNY 3,999 (આશરે રૂ. 49,000) છે અને તે 16GB RAM અને 1TB ઓનબોર્ડ સ્ટોરેજ સાથે આવે છે.

ચીનમાં આ ફોન કંપનીના ઓનલાઈન સ્ટોર દ્વારા ઉપલબ્ધ થશે. Redmi K90 વ્હાઇટ, બ્લેક, એક્વા બ્લુ અને લાઇટ પર્પલ કલરમાં મળશે. Redmi K90 Pro Max ડેનિમ, ગોલ્ડન વ્હાઇટ અને બ્લેક (ચાઇનીઝમાંથી અનુવાદિત) કલરમાં મળશે.

Redmi K90 Pro Max ના સ્પેસિફિકેશન્સ

Redmi K90 Pro Max માં Qualcomm ના ફ્લેગશિપ Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર આપવામાં આવ્યું છે જે 3 nm પ્રોસેસથી બન્યું છે. તેમાં 16GB સુધી LPDDR5x RAM અને 1TB સુધી UFS 4.1 ઓનબોર્ડ સ્ટોરેજ છે.

Redmi K90 Pro Max અને Redmi K90 Android 16-આધારિત HyperOS 3 પર ચાલે છે. Pro Max મોડેલમાં 6.9-ઇંચ (1,200×2,608 પિક્સેલ્સ) OLED ડિસ્પ્લે છે જેનો રિફ્રેશ રેટ 120Hz સુધી, ટચ સેમ્પલિંગ રેટ 480Hz સુધી, પીક બ્રાઇટનેસ 3,500 નિટ્સ સુધીની છે. સ્ક્રીનમાં DCI-P3 વાઇડ કલર ગેમટ, 68.7 બિલિયન કલર્સ, HDR10+ અને ડોલ્બી વિઝન પણ છે. તેમાં વેટ ટચ 2.0 સપોર્ટ, TSMC ની 12nm AI-સંચાલિત D2 ડિસ્પ્લે ચિપ પણ મળે છે. ફોનની ખાસિયત બોસ-ટ્યુન્ડ 2.1 ટ્રિપલ સ્પીકર સ્ટીરિયો સિસ્ટમ છે, જેમાં બે સ્ટીરિયો સ્પીકર્સ અને એક વૂફરનો સમાવેશ થાય છે.

Redmi K90 Pro Max માં ટ્રિપલ-રીઅર કેમેરા યુનિટ છે જેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા છે જેમાં 1/1.31-ઇંચ સેન્સર છે જેમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS), 50 મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા (f/3.0) 5x ઓપ્ટિકલ ઝૂમ ક્ષમતા સાથે અને 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા (f/2.4) છે. આ ફોન 8K/ 30fps પર વિડિઓ શૂટ કરવામાં સક્ષમ છે. તેમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે.

Redmi K90 Pro માં 7,560mAh બેટરી છે જે 100W વાયર્ડ અને 50W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. તે 22.5W વાયર્ડ અને વાયરલેસ રિવર્સ ચાર્જિંગ માટે પણ સક્ષમ છે. સુરક્ષા માટે તેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. કનેક્ટિવિટી માટે, 5G, Wi-Fi 7, બ્લૂટૂથ 5.4, NFC, Galileo, GLONASS, QZSS, NavIC અને A-GNSS છે. તેનું કદ 163.33×77.82×7.9mm છે અને તેનું વજન લગભગ 218g છે.

Redmi K90 સ્પેસિફિકેશન્સ

Redmi K90 માં Redmi K90 પ્રો મેક્સ સમાન ઓપરેટિંગ સિસ્ટમ (OS) આપવામાં આવી છે. આ ફોન 1,156×2,510 પિક્સેલ રિઝોલ્યુશન સાથે 6.59-ઇંચ OLED ડિસ્પ્લેથી સજ્જ છે. સ્ટાન્ડર્ડ મોડેલ ગયા વર્ષના 3nm સ્નેપડ્રેગન 8 Elite SoC દ્વારા સંચાલિત છે, જે Adreno GPU, 16GB સુધીની RAM અને 1TB સુધીની આંતરિક સ્ટોરેજ સાથે જોડાયેલ છે. ચિપસેટ 4.32GHz ની પીક ક્લોક સ્પીડ પ્રદાન કરે છે.
રેડમી K90 માં 100W વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ સાથે 7,100mAh બેટરી છે. વધુમાં, તે 22.5W વાયર્ડ રિવર્સ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. તેની સાઈઝ 157.49×75.25×8mm અને વજન લગભગ 206 ગ્રામ છે.

સ્ટાન્ડર્ડ રેડમી K90 માં ટ્રિપલ-રીઅર કેમેરા યુનિટ છે જેમાં 50-મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા 1/1.55-ઇંચ સેન્સર અને OIS (f/1.88), 50-મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા (f/2.2) અને 8-મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા (f/2.2) છે. 20-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા મળે છે. વીડિયો કેપ્ચરિંગ ફીચર પ્રો મેક્સ સમાન જ છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »