Xiaomiની સબબ્રાન્ડ રેડમી ટૂંક સમયમાં તેના Redmi K90 અને Redmi K90 Pro Max સ્માર્ટફોન ચીનના બજારમાં લોન્ચ કરશે.
Photo Credit: Redmi
Redmi K90 Pro Maxમાં પહેલી વાર પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ મળી શકે છે.
Xiaomiની સબબ્રાન્ડ રેડમી ટૂંક સમયમાં તેના Redmi K90 અને Redmi K90 Pro Max સ્માર્ટફોન ચીનના બજારમાં લોન્ચ કરશે. કંપનીએ ગુરુવારે આ માહિતી આપતા જણાવ્યું કે, તેઓ તેની નંબર સીરિઝ હેઠળ 'પ્રો મેક્સ' વેરિએન્ટ રજૂ કર્યા પછી, Xiaomi તેની સબ-બ્રાન્ડ Redmi હેઠળ પરફોર્મન્સને ધ્યાનમાં રાખી સબ-ફ્લૅગશિપ લાઇનઅપમાં પણ લાવી રહ્યું છે. એક લાઇવસ્ટ્રીમ દરમિયાન, Xiaomiનાં એક અધિકારીએ તેના Redmi K90 Pro Max ના નામની પુષ્ટિ કરી હતી. તેમાં સ્નેપડ્રેગન 8 એલીટ જેન 5 ચિપસેટ આપવામાં આવે તેવી શક્યતા છે. જે બજારમાં ઉપલબ્ધ તે રેન્જના સ્માર્ટફોનને ટક્કર આપશે.
Redmi એ Weibo પર એક પોસ્ટમાં Redmi K90 અને Redmi K90 Pro Max ના લોન્ચની પુષ્ટિ કરી. કંપનીએ કહ્યું કે તે તેના આગામી લાઇનઅપ માટે ડ્યુઅલ ફ્લેગશિપ અભિગમ અપનાવી રહી છે જેમાં કંપની એક જ વર્ષ અથવા શ્રેણીમાં બે પ્રીમિયમ સ્તરીય ડીવાઇઝ લોન્ચ કરવા વિચારે છે. આ ડીવાઇઝ ઓક્ટોબરમાં લોન્ચ કરાશે. Xiaomi ના પ્રમુખ લુ વેઇબિંગે જાહેરાત કરી કે Redmi K90 Pro Max આ શ્રેણીમાં એક નવી રજૂઆત રહેશે.
નજીકના ભવિષ્યમાં રજૂ થનારો આ સ્માર્ટફોન 4,000 CNY (આશરે રૂ. 49,000) થી વધુ કિંમતના સ્માર્ટફોનની શ્રેણીમાં તેનું વર્ચસ્વ સ્થાપશે તેવી ધારણા છે. તેની કિંમત પરથી પણ તેની કામગીરી અંગે એક અંદાજ લગાવી શકાય તેમ છે.
સ્પષ્ટીકરણો હજુ ગુપ્ત રાખવામાં આવ્યા છે, પરંતુ લીક્સથી અમને ખ્યાલ આવ્યો છે કે શું અપેક્ષા રાખવી. Redmi K90 અને Redmi K90 Pro Max બંનેમાં Qualcomm ના નવા Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ આપવામાં આવે તેમ લાગે છે. તે Redmi K શ્રેણીમાં પ્રથમ ડીવાઇઝ બની શકે છે જેમાં પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ હશે. અહેવાલો અનુસાર, Redmi K90 Pro Max 100W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે અને તેની લાઇનઅપમાં સૌથી મોટી બેટરી પેક કરશે.
દરમિયાન, સ્ટાન્ડર્ડ Redmi K90 માં Snapdragon 8 Gen 5 SoC મળી શકે છે, જે Qualcomm ના લાઇનઅપમાં 8 Elite Gen 5 ની નીચે બેસવાની અપેક્ષા છે. Redmi K80 ના અનુગામી તરીકે આવતા, આગામી હેન્ડસેટ 100W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપી શકે છે. જેમ ચીનમાં લોન્ચની તારીખ નજીક આવશે તેમ ફોન અંગેની વધુ વિગતો જાણવા મળશે.
જાહેરાત
જાહેરાત