રેડમી K90 સિરીઝમાં હવે K90 અલ્ટ્રા પણ લોન્ચ કરી શકે છે

રેડમી K90 સિરીઝમાં હવે K90 અલ્ટ્રા પણ લોન્ચ કરી શકે છે. માહિતી પ્રમાણે તે હાલના સમાર્ટફોનની રેન્જમાં નોંધપાત્ર અપગ્રેડ કરવામાં આવશે તેવો સંકેત આપે છે.

રેડમી K90 સિરીઝમાં હવે K90 અલ્ટ્રા પણ લોન્ચ કરી શકે છે

Photo Credit: Xiaomi

റെഡ്മി K90 അൾട്ര 6.8-ഇഞ്ച് LTPS OLED ഡിസ്പ്ലേയുമായി വരുമെന്ന് റിപ്പോർട്ട്

હાઇલાઇટ્સ
  • 165 Hz ઝડપી રિફ્રેશ રેટ આવી શકે
  • ડિવાઈઝમાં મજબૂતાઈ માટે મેટલ મિડલ ફ્રેમ અપાશે
  • Redmi K90 Ultra માં આશરે 8,000 mAh બેટરી
જાહેરાત

રેડમી K90 સિરીઝમાં હવે K90 અલ્ટ્રા પણ લોન્ચ કરી શકે છે. ઓક્ટોબરમાં રેડમી દ્વારા K90 અને K90 પ્રો મેક્સનું લોન્ચ કરાયું હતું. ડિજિટલ ચેટ સ્ટેશન દ્વારા શેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે તે હાલના સમાર્ટફોનની રેન્જમાં નોંધપાત્ર અપગ્રેડ કરવામાં આવશે તેવો સંકેત આપે છે. જો કે, હજુ લોન્ચને મહિનાઓની વાર છે ત્યારે લોન્ચ નજીક આવશે તેમ માહિતી વધુ સ્પષ્ટ થશે.Redmi K90 Ultra માં 1.5K રિઝોલ્યુશન અને 6.8-ઇંચ LTPS OLED ડિસ્પ્લે સાથે તેમાં 165 Hz ઝડપી રિફ્રેશ રેટ આવી શકે છે. સ્ક્રીનમાં ગોળાકાર ખૂણા હોવાનું કહેવાય છે, અને ડિવાઈઝમાં મજબૂતાઈ માટે મેટલ મિડલ ફ્રેમ અપાશે.ધૂળ અને પાણી સામે સુરક્ષા અંગેના તાજેતરના પ્રીમિયમ સ્માર્ટફોનની કેટેગરી સમકક્ષ રેટીગ તેમજ અન્ય ફીચર્સ જેમકે, અલ્ટ્રાસોનિક ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર અને અપગ્રેડેડ ઑડિઓ સિસ્ટમ તેમાં અપાશે.ફોનમાં આશરે 8,000 mAh બેટરી અપાશે, જે K90 Pro Max અને અગાઉના Ultra મોડેલો કરતાં નોંધપાત્ર વધારો દર્શાવે છે.

Redmi K90 Ultra મીડિયાટેક ડાયમેન્સિટી 9 સિરીઝની ચિપસેટ દ્વારા સંચાલિત હોવાનું કહેવાય છે. આ આગામી ડાયમેન્સિટી 9500 પ્લસ હોઈ શકે છે, જે 2026 માં લોન્ચ થશે તેવી એક ધારણા છે. Redmi રજૂ થઈ રહેલા ફોનની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે તે સંજોગોમાં તેના કેમેરા સારા હોઈ શકે છે. જો કે હજુ સુધી તેની કોઈ માહિતી પ્રાપ્ત નથી.

K90 Ultra જૂન 2025 માં આવેલા K80 Ultra ની જેમ રિલીઝ કરાય તો તે ચીનમાં 2026 ના મધ્યમાં ડેબ્યૂ કરે તેવી શક્યતા છે કે K90 Ultra નું ફેરફાર સાથેનું મોડેલ વૈશ્વિક સ્તરે Xiaomi ફ્લેગશિપ તરીકે લોન્ચ થઈ શકે છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, રેડમી K 90 pro મેક્સ અને રેડમી K 90 સ્માર્ટફોન એન્ડ્રોઇડ 16 બેઝ્ડ HyperOS 3 પર ચાલે છે. પ્રો મેક્સ મોડેલમાં 6.9-ઇંચ (1,200×2,608 પિક્સેલ્સ) OLED ડિસ્પ્લે છે જે 120 હર્ટ્ઝ સુધીનો રિફ્રેશ રેટ પ્રદાન કરે છે. સ્ક્રીન 480 હર્ટ્ઝ, 3500 નિટ્સ પીક બ્રાઇટનેસ સુધીનો ટચ સેમ્પલિંગ રેટ પ્રદાન કરે છે. સ્ક્રીન HDR 10+ અને ડોલ્બી વિઝનને સપોર્ટ કરે છે.

રેડમી K 90 pro મેક્સ સ્માર્ટફોનમાં ક્વાલકોમનો ફ્લેગશિપ સ્નેપડ્રેગન 8 એલિટ જનરલ 5 ચિપસેટ છે, જે 3nm પ્રક્રિયા પર આધારિત છે. ડિવાઇસમાં 16 જીબી રેમ અને 1 ટીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે.

રેડમી કે 90 પ્રોને પાવર આપવા માટે, 7,560mAh બેટરી આપવામાં આવી છે, જે 100W અને 50W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »