Redmi Turbo 5 આગામી વર્ષે લોન્ચ થવાની શક્યતા જોવાઈ રહી છે

Redmi Turbo 5 આગામી વર્ષની શરૂઆતમાં લોન્ચ થવાની ધારણા છે. વૈશ્વિક સ્તરે, આ હેન્ડસેટ Poco X8 Pro તરીકે વેચાય તેવી શક્યતા છે.

Redmi Turbo 5 આગામી વર્ષે લોન્ચ થવાની શક્યતા જોવાઈ રહી છે

Photo Credit: Redmi

રેડમી ટર્બો 5 માં ટર્બો 4 કરતા મોટી બેટરી હોઈ શકે છે (ચિત્રમાં)

હાઇલાઇટ્સ
  • Redmi Turbo 5માં 6.5-ઇંચ LTPS સ્ક્રીન હોવાની શક્યતા
  • Redmi Turbo 5માં MediaTek Dimensity 8500-Ultra ચિપસેટ
  • ધૂળ અને પાણી સામે સુરક્ષા માટે IP68 રેટિંગ
જાહેરાત

Redmi Turbo 5 આગામી વર્ષે લોન્ચ થવાની શક્યતા જોવાઈ રહી છે ત્યારે તેના કેટલાંક સ્પેસિફિકેશન અંગે જાણકારી મળી રહી છે. આ સ્માર્ટફોન Redmi Turbo 4 ના અનુગામી તરીકે લોન્ચ થવાની ધારણા છે, જે ઘણા અપગ્રેડ સાથે આવશે ફોનમાં 6.6 ઇંચ ડિસ્પ્લે હશે. હવે, Redmi Turbo 5માં 1.5K રિઝોલ્યુશન સાથે થોડી નાની 6.5-ઇંચ LTPS સ્ક્રીન હોવાની શક્યતા છે. તે મેટલ ફ્રેમ સાથે આવશે.Redmi Turbo 5ના સ્પેસિફિકેશન્સ (અંદાજિત),Redmi Turbo 5માં 1.5K રિઝોલ્યુશન સાથે 6.5 ઇંચ LTPS ફ્લેટ ડિસ્પ્લે, 7,500mAh બેટરી રહેશે જે 100W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. જે Redmi Turbo 4 ની 6,550mAh બેટરી કરતા નોંધપાત્ર રીતે મોટી છે.

Redmi Turbo 5 માં મેટલ ફ્રેમ અને સિક્યોરિટી માટે ઇન-ડિસ્પ્લે ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ સ્કેનર હોવાનું કહેવાય છે. તેને, ધૂળ અને પાણી સામે સુરક્ષા માટે IP68 રેટિંગ મળ્યું છે.

Redmi Turbo 5 આગામી વર્ષની શરૂઆતમાં લોન્ચ થવાની ધારણા છે. વૈશ્વિક સ્તરે, આ હેન્ડસેટ Poco X8 Pro તરીકે વેચાય તેવી શક્યતા છે. વધુમાં, Redmi Turbo 5માં MediaTek Dimensity 8500-Ultra ચિપસેટ હોઈ શકે છે.

Redmi Turbo 4 સ્માર્ટફોન 2 જાન્યુઆરીએ ચીનમાં રજૂ કરવામાં આવ્યા હતા. ફોનમાં 1.5K રિઝોલ્યુશન સાથે 6.67-ઇંચ ડિસ્પ્લે છે તેનો રિફ્રેશ રેટ 120Hz, 1,920Hz PWM ડિમિંગ રેટ, 2,560Hz સુધીનો ઇન્સ્ટન્ટ ટચ સેમ્પલિંગ રેટ અને 3,200 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ અને કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7i પ્રોટેક્શન સાથે આવે છે. તેમાં 4nm MediaTek Dimensity 8400-Ultra પ્રોસેસર છે, જે Mali-G720 MC6 GPU સાથે જોડાયેલ છે.

Redmi Turbo 4 માં 16GB સુધીની LPDDR5X રેમ અને 512GB સુધીની UFS 4.0 ઇન્ટરનલ સ્ટોરેજ છે. તેમાં, ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટ છે, જેમાં 50-મેગાપિક્સલનો Sony LYT-600 પ્રાઇમરી શૂટર અને 8-મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા છે તેમજ 20-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા સાથે આવે છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »