Photo Credit: Apple
iPhone 16 એ iPhone 16 શ્રેણીના અન્ય મોડલ્સની જેમ એક્શન બટનથી સજ્જ છે
એપલે આઈફોન 16e લોન્ચ કર્યો છે, જે આઈફોન 16 સિરીઝનું સૌથી સસ્તું મોડલ છે. આ ફોનમાં 6.1-ઇંચની OLED સ્ક્રીન છે અને તેમાં શક્તિશાળી A18 ચિપ આપવામાં આવી છે. આઈફોન 16e એપલ ઇન્ટેલિજન્સ ફીચર્સ સપોર્ટ કરે છે, જે અગાઉ માત્ર આઈફોન 15 પ્રો અને આઈફોન 16 સિરીઝ સુધી મર્યાદિત હતા. આ સ્માર્ટફોન એક જ 48-મેગાપિક્સલના રિયર કેમેરા સાથે આવે છે અને તેમાં પ્રોગ્રામેબલ એક્શન બટન આપવામાં આવ્યું છે. આઈફોન 16e બલેક અને વ્હાઇટ કલરવેરિયન્ટમાં ઉપલબ્ધ છે.
આઈફોન 16e ની કિંમત ભારતમાં રૂ. 59,900 થી શરૂ થાય છે. આ 128GB વેરિઅન્ટ માટે છે, જ્યારે 256GB અને 512GB સ્ટોરેજ મોડલ્સ માટે કિંમત ક્રમશઃ રૂ. 69,900 અને રૂ. 89,900 છે. પ્રી-ઓર્ડર 21 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 28 ફેબ્રુઆરીએ વેચાણ માટે ઉપલબ્ધ થશે.
ડિસ્પ્લે અને ડિઝાઇન:
આઈફોન 16e 6.1-ઇંચની સુપર રેટિના XDR OLED સ્ક્રીન સાથે આવે છે, જે 1170x2532 પિક્સલ રિઝોલ્યુશન અને 60Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. આમાં એપલનું સિરેમિક શીલ્ડ પ્રોટેક્શન છે, જે સ્ક્રીનને વધુ મજબૂત બનાવે છે.
પ્રોસેસર અને સ્ટોરેજ:
આ સ્માર્ટફોન 3nm ટેક્નોલોજી પર આધારિત A18 ચિપ સાથે આવે છે, જે હાઈ-પરફોર્મન્સ માટે જાણીતો છે. एपલ રેમ વિશે ખુલાસો કરતું નથી, પણ 8GB રેમ અપેક્ષિત છે. ફોન 128GB, 256GB અને 512GB સ્ટોરેજ વિકલ્પોમાં ઉપલબ્ધ છે.
કેમેરા:
આઈફોન 16e એક જ 48-મેગાપિક્સલ રિયર કેમેરા સાથે આવે છે, જેમાં ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે 12-મેગાપિક્સલનો ટ્રૂડેપ્થ ફ્રન્ટ કેમેરા છે.
બેટરી અને ચાર્જિંગ:
એપલે બેટરીની ક્ષમતા જાહેર કરી નથી, પણ આ ફોન 18W વાયર ચાર્જિંગ અને 7.5W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
અન્ય ફીચર્સ:
આ ફોન 5G, 4G LTE, Wi-Fi 6, બ્લુટૂથ 5.3, NFC અને GPS કનેક્ટિવિટી સાથે આવે છે. તે IP68 ડસ્ટ અને વોટર રેસિસ્ટન્ટ છે. ફોનમાં USB Type-C પોર્ટ છે અને એપલનું સેટેલાઈટ SOS ફીચર પણ સપોર્ટ કરે છે.
જાહેરાત
જાહેરાત