આ ચંદ્ર ગ્રહણ 2028ના અંત સુધીનો છેલ્લો સંપૂર્ણ ચંદ્રગ્રહણ છે

3-4 માર્ચે આકાશમાં એક અનોખું દ્રશ્ય જોવા મળી રહ્યો છે .જયારે પૂર્ણ ચંદ્ર પૃથ્વીની છાયામાં આવી પોતાનો રંગ બદલીને લાલ થશે .જાણો ક્યાં આ દુર્લભ બ્લડ મૂન જોવા મળશે અને કેવી રીતે જોઈ શકાશે ?

આ ચંદ્ર ગ્રહણ 2028ના અંત  સુધીનો છેલ્લો સંપૂર્ણ ચંદ્રગ્રહણ છે

Photo Credit: NASA

હાઇલાઇટ્સ
  • 3-4 માર્ચની રાત્રે એક અદભુત ખગોળીય ઘટના જોવા મળશે
  • પૂર્ણ ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર આખો લાલ રંગમાં ફેરવાઈ જશે
  • ચંદ્ર ગ્રહણ 2028ના અંત સુધીનો છેલ્લો સંપૂર્ણ ચંદ્રગ્રહણ છે
જાહેરાત

3-4 માર્ચની રાત્રે એક અદભુત ખગોળીય ઘટના જોવા મળશે .પૂર્ણ ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર આખો લાલ રંગમાં ફેરવાઈ જશે .જેને ખગોળીય ભાષામાં "બ્લડ મૂન " તરીકે ઓળખવામાં આવે છે .આ આખી ઘટનામાં ખાસ વાત આ છે કે આ ચંદ્ર ગ્રહણ 2028ના અંત  સુધીનો છેલ્લો સંપૂર્ણ ચંદ્રગ્રહણ છે . ચંદ્રગ્રહણ એ શાંત અને ધીમી પ્રક્રિયા  છે , જેને પૂર્ણ થવામાં કેટલાક કલાકો લાગે છે .આમાં પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી ચંદ્ર પર પોતાની છાયા પાડે છે .

ચંદ્રગ્રહણ ક્યાં અને ક્યારે જોવું :

3 માર્ચની સાંજે સમગ્ર ઓસ્ટ્રેલિયા અને પૂર્વી એશિયામાં ચંદ્ર પૃથ્વીની છાયામાં પ્રવેશતો જોવા મળશે . જયારે જાપાન , ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના મોટા ભાગમાં  ઉગતો પૂર્ણ ચંદ્રગ્રહણની આંશિક ગ્રહણ જોવા મળશે . ઉત્તર અને મધ્ય અમેરિકામાં 3 માર્ચની વહેલી સવારે ગ્રહણ દેખાશે  જયારે દક્ષિણ અને પશ્ચિમ અમેરિકામાં  ગ્રહણનો અંત જોવા મળશે .યુરોપ અને આફ્રિકામાં આ ચંદ્રગ્રહણ દેખાશે નહીં .

ચંદ્ર લાલ દેખાવાનું કારણ :

પૂર્ણિમા દરમિયાન જ ચંદ્રગ્રહણ દેખાય છે . જયારે પૃથ્વી સૂર્યપ્રકાશને રોકે છે ત્યારે તેનો પ્રકાશ સમગ્ર વાતાવરણમાંથી પસાર થાય છે .જે વાદળી રંગનો હોય છે   અને ચંદ્ર સુધી  લાલ રંગનો પ્રકાશ પહોંચે છે જેથી ચંદ્ર તાંબાના લાલ રંગમાં ચમકે છે જેને "બ્લડ મૂન "કહેવામાં આવે છે .પ્રાચીન સમયમાં લાલ ચંદ્રને અશુભ માનવામાં આવતું હતું . કહેવામાં આવતું કે કોઈએ ચંદ્રગ્રહણ ન જોવું જોઈએ તેની માઠી અસર પડે છે પણ આપણા વિજ્ઞાનની દ્રષ્ટિએ આ એક સ્વવાભિક અને ખગોળીય  ઘટના છે .

કેવી રીતે જોવું :

આ ચંદ્રગ્રહણને જોવા માટે કોઈ ખાસ સાધનની જરૂરત નથી . આને નરી આંખે પણ જોઈ શકાશે . જ્યાં ઓછું પ્રકાશ હોય ત્યાંથી તમે ચંદ્રગ્રહણને જોઈ શકશો  .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »