Flipkart Freedom Sale સ્માર્ટફોન પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે
Photo Credit: OnePlus
OnePlus 13 માં 6.82 ઇંચની ક્વાડ HD+ LTPO 4.1 ProXDR ડિસ્પ્લે મળે છે
Flipkart Freedom Sale ચાલી રહ્યું છે જે સ્માર્ટફોન પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે . જો તમારો બજેટ 60 હજારનો હોય તો તમારા માટે સેલમાં OnePlus 13 એ ખુબ જ સારો વિકલ્પ બની શકે છે . સેલ દરમિયાન આ ફોનની કિંમતમાં ઘટાડો , બેંક ઓફર્સ અને એક્સચેન્જનો લાભ તો ખરો જ . OnePlus 13માં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે . આ લેખમાં તમને OnePlus 13 પર મળતી છૂટ અને તેની અસરકારક કિંમત વિશે જાણવા મળશે .
OnePlus 13 ઓફર કિંમત :
OnePlus 13નો 12GB + 256GB સ્ટોરેજ વેરિઅન્ટ ફ્લિપકાર્ટ સેલમાં રૂપિયા 61,990માં લિસ્ટ કરવામાં આવ્યો છે . બેંક ઓફરની વાત કરીએ તો Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર રૂપિયા 3,575નો ડિસ્કાઉન્ટ મળી શકે છે . જેના પછી તેની અસરકારક કિંમત રૂપિયા 58,415 સુધી થઈ જશે . એક્સચેન્જ ઓફરમાં આ ફોનને તમે 55,200 રૂપિયાની કિંમત સુધી ખરીદી શકો છો , જોકે એક્સચેન્જ કિંમત તમારા ફોનની સ્થિતિ અને મોડેલ પર આધારિત છે .ગયા વર્ષે જાન્યુઆરીમાં આ ફોન રૂપિયા 69,999ની કિંમતે લોન્ચ થયો હતો . હવે આ સ્માર્ટફોન તેની લોન્ચ કિંમત કરતા 11,584 રૂપિયા સસ્તું મળી રહ્યું છે .
OnePlus 13 ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :
OnePlus 13 માં 6.82 ઇંચની ક્વાડ HD+ LTPO 4.1 ProXDR ડિસ્પ્લે મળે છે , જેમાં 1440x 3168 રિઝોલ્યુશન પિક્સલ , 120Hz રિફ્રેશ રેટ અને 4500 nits પીક બ્રાઇટનેસ છે . આ ફોનમાં ઓક્ટા કોર Qualcomm Snapdragon 8 Elite પ્રોસેસર આપવામાં આવ્યો છે . આ સ્માર્ટફોન Android 15 પર આધારિત OS પર ચાલે છે .
કેમેરા સેટઅપની વાત કરીએ તો આ ફોનના રિયરમાં f /1.6 અપર્ચર સાથે 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા , f /2.6 અપર્ચર અને OIS સપોર્ટ સાથે 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા અને f /2.0 અપર્ચર સાથે 50 મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા છે . સેલ્ફી માટે f/2.4 અપર્ચર સાથે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે . સાઈઝની વાત કરીએ તો આ ફોનની લંબાઈ 162.9mm , પહોળાઈ 76.5mm , જાડાઈ 8.9mm અને વજન 213 ગ્રામ છે .
જાહેરાત
જાહેરાત
Vivo X500 Pro Max Reportedly Bags 3C Certification, Charging Speed Revealed
CD Projekt Red Confirms Layoffs at Project Sirius Witcher Multiplayer Spinoff