Vivo X300 FE હવે નવા સ્ટોરેજ વિકલ્પમાં ઉપલબ્ધ , 6,500mAh બેટરી અને 90W ફાસ્ટ ચાર્જિંગ મળશે

Vivoએ ભારતમાં Vivo X300 FEનો નવો 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ કર્યો છે .

Vivo X300 FE હવે નવા સ્ટોરેજ વિકલ્પમાં ઉપલબ્ધ , 6,500mAh બેટરી અને 90W ફાસ્ટ ચાર્જિંગ મળશે

Photo Credit: Vivo

Vivo X300 FEમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા છે

હાઇલાઇટ્સ
  • 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ
  • Vivo X300 FEમાં 6.31 ઇંચની LTPO AMOLED Full HD+ ડિસ્પ્લે
  • Qualcomm Snapdragon 8 Gen 5 પ્રોસેસર
જાહેરાત

Vivo એ ભારતમાં Vivo X300 FEનો નવો 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ કર્યો છે . આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 8 Gen 5 પ્રોસેસર આપવામાં આવ્યું છે . સાથે જ તેમાં 6,500mAh બેટરી અને 90W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે . ફોનમાં પાછળ 50MPનો મુખ્ય કેમેરા આપવામાં આવ્યો છે .

Vivo X300 FEની કિંમત અને ઉપલબ્ધતા  :
Vivo X300 FEના 8GB + 128GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 84,999 રાખવામાં આવી છે . આ ફોન Vivo  ની ઓફિશિયલ વેબસાઈટ , Amazon , Flipkart અને અન્ય રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે .

ઓફર્સની વાત કરીએ તો , SBI , HDFC અને Axis Bank ના કાર્ડથી પેમેન્ટ કરવા પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે . આ ઉપરાંત 24 મહિનાની નો - કોસ્ટ EMI અને 10% એક્સચેન્જ બોનસનો લાભ પણ મળશે . જોકે આ ફોન પહેલા 12GB + 256GB વેરિઅન્ટ રૂપિયા 89,999માં અને 12GB + 512GB વેરિઅન્ટ રૂપિયા 99,999માં ઉપલબ્ધ હતો .

Vivo X300 FEના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :
Vivo X300 FEમાં 6.31 ઇંચની LTPO AMOLED Full HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે . તેમાં 120Hz રિફ્રેશ રેટ , 1216 x 2640 પિક્સેલ રિઝોલ્યુશન અને 5,000 nits પીક બ્રાઇટનેસ મળે છે .

ફોનમાં Qualcomm Snapdragon 8 Gen 5 પ્રોસેસર આપવામાં આવ્યું છે . તે Android 16 આધારિત OriginOS 6 પર કામ કરે છે . પાવર માટે તેમાં 6,500mAh બેટરી આપવામાં આવી છે , જે 90W ફાસ્ટ ચાર્જિંગ અને 40W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે .

કેમેરાની વાત કરીએ તો , ફોનના પાછળના ભાગમાં 50MP મુખ્ય કેમેરા , 8MP અલ્ટ્રા - વાઈડ કેમેરા અને 50MP પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા આપવામાં આવ્યા છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 50MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે . કનેક્ટિવિટી માટે ફોનમાં 5G , 4G LTE , Wi-Fi , Bluetooth 6.0 NFC , GPS અને USB Type - C પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Vivo X300 FE હવે નવા સ્ટોરેજ વિકલ્પમાં ઉપલબ્ધ , 6,500mAh બેટરી અને 90W ફાસ્ટ ચાર્જિંગ મળશે
  2. Redmi Note 17 Pro Maxના સ્પેસિફિકેશન લીક , 9,210mAh બેટરી અને 32MP સેલ્ફી કેમેરાની ચર્ચા
  3. Oppo Find X9 ખરીદવાની સુવર્ણ તક !
  4. iQOO Neo 11 Ultraની ખાસિયતો જાહેર , Dimensity 9500M ચિપ અને 2,000 nits બ્રાઇટનેસ મળશે
  5. 8,000mAh બેટરી અને 50MP કેમેરા સાથેનો Realme 16T 5G સેલમાં થયો સસ્તો
  6. iQOO Z11 Lite પર મળશે ભારે ડિસ્કાઉન્ટ : Amazon Great Freedom Sale
  7. સ્ટેશન પર દોડાદોડ નહીં ! NTESથી જાણો ટ્રેનનું પ્લેટફોર્મ અને લાઈવ સ્ટેટસ
  8. ઓછી કિંમતે ખરીદો પ્રીમિયમ ટેબ્લેટ ! Amazon Great Freedom Saleમાં મળી રહી છે શાનદાર ઓફર્સ
  9. Amazon સેલમાં પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવાની તક , Xiaomi 17T અને Galaxy S25 5G પર ભારે ઓફર્સ
  10. AI ફિચર્સવાળા OLED TV ખરીદવાની તક ! Amazon સેલમાં લાખો રૂપિયાની બચત
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »