6,500mAh બેટરી અને 50MP કેમેરા સાથે Pova 8 Pro 5G ભારતમાં એન્ટ્રી કરશે

Pova 8 Pro 5Gમાં ડયુઅલ કેમેરા સેટઅપ OIS સપોર્ટ સાથે આવશે . જેમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ કેમેરા છે

6,500mAh બેટરી અને 50MP કેમેરા સાથે Pova 8 Pro 5G ભારતમાં એન્ટ્રી કરશે

Photo Credit: Tecno

Pova 8 Pro 5Gમાં ડયુઅલ કેમેરા સેટઅપ OIS સપોર્ટ સાથે આવશે

હાઇલાઇટ્સ
  • Pova 8 Pro 5G 18 ઓગસ્ટે ભારતમાં થશે લોન્ચ
  • ડયુઅલ કેમેરા સેટઅપ OIS સપોર્ટ
  • MediaTek Dimensity 7400 Ultimate ચિપસેટ
જાહેરાત

સ્માર્ટફોન નિર્માતા કંપની Tecno નો Pova 8 Pro 5G ટૂંક જ સમયમાં ભારતમાં લોન્ચ કરવામાં આવશે . આ સ્માર્ટફોનમાં પાછળના ભાગમાં સેકેન્ડરી ડિસ્પ્લે મળશે . Pova 8 Pro 5G ના આંતરરાષ્ટ્રીય વેરિઅન્ટમાં MediaTek Dimensity 7400 Ultimate પ્રોસેસર આપવામાં આવ્યો છે . આ સ્માર્ટફોનમાં ડયુઅલ રિયર કેમેરા સિસ્ટમ આપેલ છે જેમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા છે .

Tecno એ એક સત્તાવાર રિલીઝમાં કહ્યું છે કે ભારતમાં Pova 8 Pro 5G ને 18 ઓગસ્ટે લોન્ચ કરવામાં આવશે . આ સ્માર્ટફોનમાં પાછળના કેમેરા મોડયુલ સાથે Alive Matrix સેકેન્ડરી ડિસ્પ્લે હશે . Pova 8 Pro 5Gમાં જમણી બાજુએ ઓરેન્જ કલરનો એક નવો બટન આપવામાં આવ્યું છે . આ સ્માર્ટફોનમાં મેટલનું ફ્રેમ હશે . સ્માર્ટફોન Tecnoની આંતરરાષ્ટ્રીય વેબસાઈટ પર લિસ્ટિંગ થયેલ છે . આ લિસ્ટિંગમાં Pova 8 Pro 5Gના સ્પેસિફિકેશન્સ અને કલર્સ વિકલ્પોની માહિતી આપવામાં આવી છે .

સ્માર્ટફોનના આંતરરાષ્ટ્રીય વેરિઅન્ટમાં MediaTek Dimensity 7400 Ultimate ચિપસેટ અપાયો છે અને આ ચિપસેટ 2.6Hzની પીક ક્લોક સ્પીડ સાથે આવે છે . Pova 8 Pro 5Gને Arc White , Tundra Green અને Graphite Black કલર્સ વિકલ્પમાં ઉપલબ્ધ કરાશે . આ સ્માર્ટફોન Android 16 પર આધારિત HiOS 16 પર ચાલે છે .

 સ્માર્ટફોનમાં Arm Mali-G615 MC2 GPU આપવામાં આવ્યું છે . Pova 8 Pro 5Gમાં 8GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટના સાથે 12GB + 256GB અને 12GB + 512GB સ્ટોરેજ વેરિઅન્ટ હશે . આ સ્માર્ટફોનના આંતરરાષ્ટ્રીય વેરિઅન્ટમાં 6.78 ઇંચ HyperLux AMOLED ડિસ્પ્લે 144Hz રિફ્રેશ રેટ , 429 ppiની પિક્સલ ડેન્સિટી અને 4,500 nits પીક બ્રાઇટનેસ મળશે .

Pova 8 Pro 5Gમાં ડયુઅલ કેમેરા સેટઅપ OIS સપોર્ટ સાથે આવશે  .  જેમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ કેમેરા છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે ફ્રન્ટમાં  13 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે . 

Pova 8 Pro 5Gમાં 6,500mAhની બેટરી છે જે 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . સિક્યોરિટી માટે ઈન - ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે . સાઈઝની વાત કરીએ તો 162.48x 77.27x 7.39mm અને વજન 189 ગ્રામ છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »