Samsung Galaxy S25 Edgeને લગભગ અળધી કિંમતે ખરીદી શકાય છે
Photo Credit: Samsung
Samsung Galaxy S25 Edgeમાં 6.7 ઇંચ ક્વાડ HD+ LTPO AMOLED ડિસ્પ્લે મળે છે
હાલમાં ફ્લિપકાર્ટ જાણીતા સ્માર્ટફોન્સ પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહ્યો છે . અમુક સ્માર્ટફોન્સની કિંમત તો અડઘીથી ઓછી થઈ ગઈ છે . આવી જ રીતે Samsung ના ફ્લેગશિપ ફોન Samsung Galaxy S25 Edgeને લગભગ અડધી કિંમતે ખરીદી શકાય છે . આ ફોનને ફ્લિપકાર્ટની સેલમાં અડધી કિંમતે લિસ્ટ કરવામાં આવ્યું છે . જેને બેસ્ટ સેલ પ્રાઈસ કહી શકાય . આ ફોન Samsungનો સૌથી સ્લિમ હેન્ડસેટ છે . ફોનમાં મોટી બેટરીના સાથે 200 મેગાપિક્સલનો મુખ્ય કેમેરો પણ આપવામાં આવ્યો છે . તો ચાલો જાણીએ Samsung Galaxy S25 Edge પર મળતી ઓફર વિશે.
Samsung Galaxy S25 Edge ફ્લિપકાર્ટ ડિસ્કાઉન્ટ ઓફર :
Samsung Galaxy S25 Edgeને ફ્લિપકાર્ટ પર ભારે ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે . ફોનની MRP 1,09,999 રૂપિયા છે પરંતુ તેને હાલમાં રૂપિયા 64,999ની કિંમતે લિસ્ટ કરવામાં આવ્યો છે . ફોન પર સીધે સીધું 45,000 રૂપિયાનો ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે . આમાં 12GB RAM , 256GB સ્ટોરેજ વેરિઅન્ટ સાથે ખરીદી શકાય છે . જો તમે બેંક ઓફરનો લાભ લો , તો ફોનની કિંમત હજુ ઓછી કરી શકો છો .
Samsung Galaxy S25 Edge ફ્લિપકાર્ટ બેંક ડિસ્કાઉન્ટ ઓફર :
Samsung Galaxy S25 Edgeને જો તમે Flipkart Axis Bank કે Flipkart SBI કાર્ડથી ખરીદી કરો છો તો વધારાના 3,250 રૂપિયા બચાવી શકો છો . એટલે કે કુલ મળીને 48 હજાર રૂપિયા સુધી બચાવી શકાય છે . વધારાની માહિતી માટે તમે Flipkartનું ઓફર પેજ જોઈ શકો છો .
Samsung Galaxy S25 Edge સ્પેસિફિકેશન્સ :
Samsung Galaxy S25 Edgeમાં 6.7 ઇંચ ક્વાડ HD+ LTPO AMOLED ડિસ્પ્લે મળે છે , જેનું 1440x 3120 પિક્સલ રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ છે . Samsung Galaxy S25 Edgeમાં Qualcomm Snapdragon 8 Elite પ્રોસેસર આપવામાં આવે છે . આ ફોનમાં 200 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા સાથે જ 12 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા મળે છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .
આ ફોનમાં 3900mAhની બેટરી આપવામાં આવી છે જોકે તે માત્ર 5.8mmની છે . આ કંપનીનો સૌથી સ્લિમ સ્માર્ટફોન છે . Samsung Galaxy S25 Edge Android 15 આધારિત One UI 7 OS પર કામ કરે છે . ફોનમાં બીજા AI ફીચર્સ પણ આપવામાં આવ્યા છે .
જાહેરાત
જાહેરાત
Vivo X500 Pro Max Reportedly Bags 3C Certification, Charging Speed Revealed
CD Projekt Red Confirms Layoffs at Project Sirius Witcher Multiplayer Spinoff