Oppo F33 Pro આવ્યો માર્કેટમાં : 120Hz AMOLED ડિસ્પ્લે અને 50MP કેમેરા સાથે

Oppo F33 Pro 5G ફોન દેખાવમાં પણ અલગ છે અને કામ કરવાની ક્ષમતા પણ પહેલા કરતા વધુ સારી છે .

Oppo F33 Pro આવ્યો માર્કેટમાં : 120Hz AMOLED ડિસ્પ્લે અને 50MP કેમેરા સાથે

Photo Credit: Gadgets 360

હાઇલાઇટ્સ
  • Oppo F33 Pro ના બેઝ વેરિઅન્ટની કિંમત રૂપિયા 37,999
  • ફોન પેશન રેડ , સ્ટેરી બ્લુ અને મિસ્ટી ફોરેસ્ટ જેવા ત્રણ કલરમાં ઉપલબ્ધ
  • કંપનીએ બેક પેનલ માટે કોલ્ડ સ્ક્લ્પટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો
જાહેરાત

છેલ્લા કેટલાક અઠવાડિયાથી સોશિયલ મીડિયા પર વધારે ચર્ચા બાદ , Oppo એ ભારતમાં પોતાની નવી Oppo F33 સિરીઝ લોન્ચ કરી છે . આ સિરીઝમાં Oppo F33 અને Oppo F33 Pro બંને સ્માર્ટફોન સામેલ છે , જે અલગ અલગ કિંમતોમાં આવે છે .Oppo F33 ની કિંમત રૂપિયા 31,999 છે જયારે Oppo F33  Pro ની કિંમત રૂપિયા 37,999   થી શરૂ થાય છે . આ બંને ડિવાઈસમાં ઘણા સ્પેસિફિકેશન્સ સમાન દેખાય છે પરંતુ Pro વર્ઝનમાં નવી ડિઝાઈન અને પ્રીમિયમ ટચ આપવામાં આવ્યો છે  .

કિંમત અને ઑફર્સ :
Oppo F33 Pro ના બેઝ વેરિઅન્ટની કિંમત રૂપિયા 37,999 રાખવામાં આવી છે , જયારે 8GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ રૂપિયા 40,999 સુધી જાય છે . કંપની દ્રારા ગ્રાહકો માટે આકર્ષક ઑફર્સ પણ આપવામાં આવી છે , જેમાં 10% ઇન્સ્ટન્ટ કેશબેક , 10 % સુધી એક્સચેન્જ બોનસ અને 180 દિવસનું વન ટાઈમ સ્ક્રીન રિપ્લેસમેન્ટ  સામેલ છે .

2 Oppo F33 Pro 5G

The Oppo F33 Pro ફોન ત્રણ કલરમાં ઉપલબ્ધ છે

ડિઝાઈન અને લુક :
Oppo F33 Pro માં કંપનીએ નવી ડિઝાઈન અપનાવી છે , જે તેને અન્ય સ્માર્ટફોનથી અલગ બનાવે છે . આ ફોન પેશન રેડ , સ્ટેરી બ્લુ અને મિસ્ટી ફોરેસ્ટ જેવા  ત્રણ કલરમાં ઉપલબ્ધ છે . ખાસ કરીને મિસ્ટી ફોરેસ્ટ વેરિએન્ટમાં 3D ડેપ્થ લેયર્ડ કોટિંગ આપવામાં આવ્યું છે , જે લાઈટ  મુજબ અલગ અલગ ઇફેક્ટ આપે છે અને જંગલ જેવી ડેપ્થ ફિલિંગ બનાવે છે .

કંપનીએ બેક પેનલ માટે કોલ્ડ સ્ક્લ્પટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે , જેના કારણે ફોનનું ફિનિશ સ્મૂથ અને પ્રીમિયમ લાગે છે . ફ્લેટ ફ્રેમ ડિઝાઈન ફોનને હોલ્ડ કરવામાં વધુ  કમ્ફર્ટેબલ બનાવે છે .
 

4 Oppo F33 Pro 5G

Oppo F33 Pro માં 6.57 ઈંચનું Full HD + AMOLED ડિસ્પ્લે

ડિસ્પ્લે :
Oppo F33 Pro માં 6.57 ઈંચનું Full HD + AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે , જે 2372 x 1080 પિક્સેલ રિઝોલ્યુશન સાથે આવે છે . ફોનમાં 120Hz રિફ્રેશ રેટ , 1,400 nits સુધીની પીક બ્રાઇટનેસ અને 100% DCI-P3 કલર ગેમટ મળે છે . શરૂઆતના ઉપયોગમાં ડિસ્પ્લે શાર્પ અને બ્રાઇટ અનુભવ આપે છે , ખાસ કરીને વિડીયો જોતી વખતે  બ્લેક કલર વધુ ગાઢ દેખાય છે .

કેમેરા :
 ફોટોગ્રાફી માટે Oppo F33 Pro માં ડયુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે , જેમાં 50MP નો પ્રાઈમરી સેન્સર અને 2MP નો ડેપ્થ સેન્સર સામેલ  છે  . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે આગળની તરફ 16MP નો કેમેરા આપવામાં આવ્યો છે .

oppo f33 pro review photos Oppo F33 Pro 5G

Oppo F33 Proમાં  Media Tek Dimensity 6360 Max પ્રોસેસર આપવામાં આવ્યો છે.

પરફોર્મન્સ અને બેટરી :
આ ફોનમાં Media Tek Dimensity 6360 Max પ્રોસેસર આપવામાં આવ્યો છે , જે એક નવો ચિપસેટ માનવામાં આવે છે . તેમાં 8GB LPDDR4X  RAM અને 256GB UFS 2.2 સ્ટોરેજ મળે છે .  

આ સ્માર્ટફોન ColorOS 16 પર ચાલે છે . બેટરી માટે 7,000mAh ની મોટી બેટરી સાથે 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે .

Oppo F33 Pro તેની નવી 3D લેયર્ડ ડિઝાઈન અને પ્રીમિયમ લુક સાથે ધ્યાન ખેંચે છે . જોકે , આ પ્રાઇસ સેગમેન્ટમાં તેને OnePlus Nord 6, Realme 16 અને Nothing Phone 4a Pro જેવા મજબૂત સ્પર્ધકોનો સામનો કરવો પડશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. આધાર એપથી મિનિટોમાં બદલો તમારું સરનામું આધાર કેન્દ્ર જવાની જરૂર નહીં
  2. ભ્રષ્ટ રાજકારણી સામે સસ્પેન્ડેડ પોલીસ અધિકારીની જંગ ,' માર્ક ' માં મળશે એક્શન અને સસ્પેન્સનો ડોઝ 
  3. માત્ર રૂપિયા 1849 થી શરૂ થાય છે Vi ના એક વર્ષના પ્લાન , વારંવાર રિચાર્જની ઝંઝટથી મળશે રાહત
  4. 11,000W કૂલિંગ ક્ષમતા અને HyperOS Connect સપોર્ટ સાથે આવ્યું Xiaomi નું નવું સ્માર્ટ AC
  5. 50MP કેમેરા અને 120Hz AMOLED ડિસ્પ્લે સાથે Samsung Galaxy A26 5G સસ્તી કિંમતે ઉપલબ્ધ
  6. કાગળની જગ્યાએ પ્લાસ્ટિક નોટો ! જાણો પોલિમર કરન્સીના ફાયદા અને ખાસિયતો
  7. કેપ્ટન પ્રાઈસની વાપસી સાથે Modern Warfare 4 માં મળશે નવી સ્ટોરી અને DMZ મોડ
  8. ફ્લેગશિપ ફોન હવે સસ્તામાં , Samsung Galaxy S24 5Gની કિંમતમાં મોટો ઘટાડો 
  9. ફોટો બ્લર થઈ ગયો ? Google Photos ના Photo Unblur ટૂલથી મિનિટોમાં કરો સુધારો
  10. Xiaomi 17T Pro માં Dimensity 9500 ચિપ અને 100W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »