સ્વદેશી GAGAN ટેક્નોલોજીથી IndiGo જેટનુ લેન્ડિંગ , એવિએશન ક્ષેત્રમાં ભારતની મોટી સિદ્ધિ

IndiGoના Airbus A320 વિમાનનું પ્રથમ વખત ISROના GAGAN સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમની મદદથી સફળતાપૂર્વક લેન્ડિંગ કરવામાં આવ્યું છે. જાણો GAGAN કેવી રીતે કાર્ય કરે છે અને તે શા માટે ખાસ છે.

સ્વદેશી GAGAN ટેક્નોલોજીથી IndiGo જેટનુ લેન્ડિંગ , એવિએશન ક્ષેત્રમાં ભારતની મોટી સિદ્ધિ

Photo Credit: AI Generated

IndiGoનું Airbus A320 પહેલી વખત GAGAN સેટેલાઇટ સિસ્ટમનો ઉપયોગ કરીને ઉતર્યું

હાઇલાઇટ્સ
  • પ્રથમ વખત GAGAN સિસ્ટમની મદદથી કોમર્શિયલ Airbus A320નું લેન્ડિંગ
  • ISRO અને AAIએ મળીને વિકસાવી છે આ ટેક્નોલોજી
  • નાના એરપોર્ટ્સ પર પણ પ્રિસિઝન લેન્ડિંગ વધુ સરળ બની શકે
જાહેરાત

ભારતે એવિએશન ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. IndiGoનું Airbus A320 વિમાન તાજેતરમાં ઉદયપુરના મહારાણા પ્રતિાપ એરપોર્ટ પર GAGAN (GPS Aided GEO Augmented Navigation) સિસ્ટમની મદદથી સફળતાપૂર્વક ઉતારવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે ભારતનું આ પ્રથમ કોમર્શિયલ જેટ છે, જેણે પરંપરાગત Instrument Landing System (ILS) ને બદલે સ્વદેશી સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમની મદદથી લેન્ડિંગ કર્યું છે. ચાલો જાણીએ કે GAGAN સિસ્ટમ શું છે અને તે ભારત માટે શા માટે મહત્વપૂર્ણ છે.

શું છે GAGAN સિસ્ટમ?

GAGAN (GPS Aided GEO Augmented Navigation) એક સેટેલાઇટ આધારિત નેવિગેશન સિસ્ટમ છે, જેને ISRO અને ભારતીય વિમાનપત્તન પ્રાધિકરણ (AAI) એ ભાગીદારીથી  વિકસાવી છે. આ સિસ્ટમ GPSનો વિકલ્પ નથી, પરંતુ તેની ચોકસાઈ વધારવાનું કામ કરે છે. સામાન્ય રીતે GPSના સિગ્નલ વાતાવરણમાંથી પસાર થતાં પ્રભાવિત થઈ શકે છે, જેના કારણે તેની ચોકસાઈમાં ઘટાડો થાય છે. GAGAN આ ભૂલોને રિયલ-ટાઇમમાં સુધારીને વિમાન સુધી વધુ સચોટ લોકેશન માહિતી પહોંચાડે છે.

 IndiGoના વિમાનનું લેન્ડિંગ કેવી રીતે થયું?

GAGAN સિસ્ટમ હેઠળ દેશભરમાં સ્થાપિત રેફરન્સ સ્ટેશનો સતત GPS સિગ્નલ પર નજર રાખે છે અને તેમાં આવતી ભૂલો શોધી કાઢે છે. ત્યારબાદ કંટ્રોલ સેન્ટર આ માહિતી પ્રોસેસ કરીને ISROના GSAT સેટેલાઇટ્સ સુધી મોકલે છે. ત્યાર પછી સેટેલાઇટ્સ આ સુધારેલી માહિતી સીધી જ વિમાન સુધી પહોંચાડે છે, જેના કારણે પાઇલટને રનવે સુધી પહોંચવા માટે અત્યંત ચોક્કસ હોરિઝોન્ટલ અને વર્ટિકલ ગાઇડન્સ મળે છે. આ ટેક્નોલોજીની મદદથી ઓછી દૃશ્યતા (Low Visibility) જેવી પરિસ્થિતિમાં પણ વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થઈ શકે છે.

સુરક્ષા માટે આ સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે?

GAGANમાં Integrity Monitoring System પણ આપવામાં આવ્યું છે. જો હવામાન અથવા અન્ય કોઈ કારણસર સેટેલાઇટ સિગ્નલમાં ખામી આવે, તો આ સિસ્ટમ માત્ર થોડી જ સેકન્ડોમાં પાઇલટને એલર્ટ મોકલે છે. આવી સ્થિતિમાં પાઇલટ જરૂર પડે તો લેન્ડિંગ પ્રક્રિયા અટકાવીને વૈકલ્પિક પ્રક્રિયા અપનાવી શકે છે.

નાના એરપોર્ટ્સ માટે આ ટેક્નોલોજી શા માટે મહત્વપૂર્ણ છે?

પરંપરાગત Instrument Landing System (ILS) સ્થાપિત કરવા માટે એરપોર્ટ પર મોંઘાં સાધનો અને વિશેષ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડે છે. તેથી દેશના ઘણા નાના  એરપોર્ટ્સ પર આ સુવિધા ઉપલબ્ધ નથી. GAGANની મદદથી મોટા ગ્રાઉન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિના પણ સેટેલાઇટ આધારિત Precision Landing શક્ય બની શકે છે. જેના કારણે ભવિષ્યમાં ટિયર-2  અને ટિયર-3 શહેરોના એરપોર્ટ્સ પર પણ ખરાબ હવામાનમાં સુરક્ષિત લેન્ડિંગ વધુ સરળ બની શકે છે.

ભારત માટે શા માટે છે મોટી સિદ્ધિ?

અત્યાર સુધી GAGAN ટેક્નોલોજીનું પરીક્ષણ નાના વિમાનો પર કરવામાં આવ્યું હતું, પરંતુ પ્રથમ વખત કોઈ કોમર્શિયલ Airbus A320 જેટનું સફળ લેન્ડિંગ આ સિસ્ટમ દ્વારા કરવામાં આવ્યું છે.આ સિદ્ધિને ભારતના એવિએશન ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં વધુ એરપોર્ટ્સ પર આ ટેક્નોલોજીનો ઉપયોગ વધવાથી ઉડાનોની સુરક્ષામાં વધારો થશે તેમજ દેશની પ્રાદેશિક હવાઈ કનેક્ટિવિટી ને પણ વધુ મજબૂતી મળશે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »