બૂસ્ટર સફળતાપૂર્વક ઉતર્યો છતાં ઉપલા તબક્કાની ખામીથી સેટેલાઇટ ભ્રમણકક્ષામાં પહોંચી ન શક્યું

Blue Origin ના ન્યૂ ગ્લેન રોકેટમાં લોન્ચ વખતે ખામી આવતા ઉપગ્રહ તેના નિશ્ચિત જગ્યાએ ન પહોંચી શક્યો

બૂસ્ટર સફળતાપૂર્વક ઉતર્યો છતાં ઉપલા તબક્કાની ખામીથી સેટેલાઇટ ભ્રમણકક્ષામાં પહોંચી ન શક્યું

Photo Credit: Blue Origin

હાઇલાઇટ્સ
  • કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ન્યુ ગ્લેન રોકેટનું પ્રક્ષેપણ
  • આ ઉપગ્રહ AST SpaceMobile ના પ્રોજેક્ટનો ભાગ
  • રોકેટના ઉપરના ભાગમાં રહેલા એન્જિન માંથી એક પૂરતો ધક્કો આપી શક્યો નહોતું
જાહેરાત

ગયા અઠવાડિયાના અંતે Jeff Bezos ની અવકાશ કંપની Blue Origin માટે એક સાથે સારા અને ખરાબ સમાચાર આવ્યા . કંપનીએ પહેલી વખત તેના રોકેટ  બૂસ્ટરને સફળતાપૂર્વક ફરીથી ઉપયોગ કરીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી પરંતુ લોન્ચ દરમિયાન એક ખામીના કારણે આખું મિશન નિષ્ફ્ળ ગયું . રવિવારે કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ન્યુ ગ્લેન રોકેટનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું . આનો પહેલુ પગલું બરાબર રહ્યો હતો . બૂસ્ટરે યોગ્ય રીતે કામ કર્યું અને તે  સમુદ્રમાં એક બાર્જ પર સુરક્ષિત રીતે ઉતરી ગયો , જે  કંપની માટે એક મોટી સફળતા ગણાય છે , પરંતુ મુશ્કેલી બીજા પગલાંમાં આવી .

અહેવાલ મુજબ , રોકેટના ઉપરના ભાગમાં રહેલા  એન્જિન માંથી એક પૂરતો ધક્કો આપી શક્યો નહોતું . તેના કારણે રોકેટ ધારેલી ઊંચાઈએ પહોંચી ન શક્યો  અને ઉપગ્રહને યોગ્ય ભ્રમણકક્ષામાં મૂકી શક્યો નહીં . પરિણામે આ મિશનને નિષ્ફ્ળ ગણવામાં આવ્યું .

કંપનીના CEO ડેવ લિમ્પના જણાવ્યા પ્રમાણે શરૂઆતની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે એન્જિનમા ટેકનિકલ સમસ્યા હતી . આ કારણે ઉપગ્રહ પોતાનું કામ કરી શક્યો નહીં  .

આ ઉપગ્રહ AST SpaceMobile ના પ્રોજેક્ટનો ભાગ હતો , જેનો ઉદેશ્ય સીધો સેટેલાઇટથી સ્માર્ટફોન સુધી નેટવર્ક સેવા આપવાનો છે , હવે આ ઉપગ્રહ અને રોકેટનો  ઉપરનો ભાગ બંને પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશી ગયા છે અને ઉપયોગમાં રહી શક્ય નથી .

આ ન્યુ ગ્લેન રોકેટની ત્રીજી ફ્લાઇટ હતી . કંપની આ રોકેટને ભવિષ્યમાં મોટા ઉપગ્રહો અને મિશન માટે ઉપયોગમાં લેવા માંગે છે . મહત્વની વાત એ છે કે NASA  પણ તેના આર્ટેમિસ મિશન માટે આ જ રોકેટનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહી છે . 

આ ઘટનાના બાદ કંપનીએ હાલ માટે તેના બધા લોન્ચ અટકાવી દીધા છે અને વિગતવાર તપાસ શરૂ કરી છે . હવે તપાસ પૂર્ણ થયા પછી જ આગળના મિશન  વિશે નિર્ણય લેવામાં આવશે .

આ ઘટનાના પગલે Blue Origin હવે વધુ સાવચેત બની ગઈ અને ટીમ દ્રારા ટેકનિકલ ખામીઓ શોધવા માટે વિગતવાર તપાસ ચાલી રહી છે , જેથી આવનારા  લોન્ચમાં આવી સમસ્યા ફરી ન સર્જાય અને મિશન વધુ વિશ્વસનીય બની શકે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. NEET વિવાદ બાદ ટેલિગ્રામને રાહત , પરંતુ 30 જૂન સુધી કેટલાક નિયંત્રણો યથાવત
  2. Coolpadનો નવો બજેટ ફોન cool 80 રજૂ , iPhone જેવી ડિઝાઈન સાથે મળશે 128GB સ્ટોરેજ
  3. Cred સ્થાપક કુણાલ શાહ સંભાળશે WhatsApp ની કમાન , Meta એ Cred માં કર્યું $900 મિલિયન રોકાણ
  4. Lenovo Aurora GH15 હેડસેટ આવ્યો માર્કેટમાં , 40mm ડ્રાઈવર્સ અને મલ્ટી- કનેક્ટિવિટી સાથે
  5. 200MP કેમેરા અને Snapdragon 8 Elite Gen 5 સાથેનો Samsung Galaxy S26 Ultra હવે ઓછી કિંમતે ઉપલબ્ધ
  6. 7000mAh બેટરી અને 50MP કેમેરાવાળો Oppo Reno 15c હવે ઓછી કિંમતે ખરીદવાની તક
  7. WhatsApp Betaમાં મોટા ફેરફારોની ઝલક , View - Once Text અને Meta one Subscription પર કામ ચાલુ
  8. Google Pixel 10 5G સસ્તામાં ખરીદવાનો મોકો , Vijay Sales પર મળી રહી છે મોટી ઓફર
  9. FIFA વર્લ્ડ કપ 2026 ભારતમાં કેવી રીતે જોવો ? Zee , DD Sports અને Zee5 પર મળશે લાઈવ કવરેજ
  10. Apple iPhone 17 Pro ખરીદવાની તક : ડિસ્કાઉન્ટ , બેંક ઓફર્સ અને એક્સચેન્જ સાથે કિંમતમાં મોટો ઘટાડો
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »