4,500 પ્રકાશ વર્ષ દૂર મળેલા " Interstellar Ice " થી જીવનના રહસ્યો ખુલ્યા

NASA ના SPHEREx મિશને અવકાશમાં પાણીના બરફના વિશાળ ભંડાર શોધ્યા , જે ગ્રહો પર જીવનના ઘટકો પહોંચવામાં મહત્વપૂર્ણ બની શકે છે .

4,500 પ્રકાશ વર્ષ દૂર મળેલા

Photo Credit: NASA

વૈજ્ઞાનિકોને ત્યાં પાણી અને જીવન માટે ઉપયોગી રસાયણો બંનેના પુરાવા મળ્યા છે .

હાઇલાઇટ્સ
  • " સિગ્નસ X " નામના વિસ્તારમાં પાણીના વિશાળ બરફના ભંડાર શોધ્યા
  • આ બરફના મોટા સમુહોને વૈજ્ઞાનિકોએ " ઇન્ટરસ્ટેલર ગ્લેશિયર્સ " નામ આપ્યું
  • 15 એપ્રિલ , 2026ના રોજ The Astrophysical Journal માં પ્રકાશિત થયો
જાહેરાત

પૃથ્વી પર પાણી ક્યાંથી આવ્યું હશે ? આ સવાલનો જવાબ હવે વૈજ્ઞાનિકો બાહ્ય અવકાશમાં શોધી રહ્યા છે અને હાલમાં એક રસપ્રદ શોધ સામે આવી છે .  NASA  ના SPHEREx telescope mission એ " સિગ્નસ  X " નામના વિસ્તારમાં પાણીના વિશાળ બરફના ભંડાર શોધ્યા છે . આ વિસ્તાર લગભગ 4,500 પ્રકાશ વર્ષ દૂર છે અને તેને  તારાઓના જન્મસ્થળ તરીકે ઓળખવામાં આવે છે . આ બરફના મોટા સમુહોને વૈજ્ઞાનિકોએ " ઇન્ટરસ્ટેલર  ગ્લેશિયર્સ " નામ આપ્યું છે . આ બરફ માત્ર પાણીથી જ ભરેલો નથી , પરંતુ તેમાં જીવન માટે જરૂરી રસાયણિક  તત્વો પણ મળી આવે છે . એટલે કે આવાં બરફના ભંડાર ભવિષ્યમાં નવા ગ્રહો પર જીવનની શરૂઆત માટે મહત્વપૂર્ણ બની શકે છે .

કોસ્મિક શીલ્ડ તરીકે ધૂળ 

આ અભ્યાસ 15 એપ્રિલ , 2026ના રોજ The Astrophysical Journal માં પ્રકાશિત થયો હતો . આ પ્રયોગનું નેતૃત્વ Joseph Hora નામના ખગોળશાસ્ત્રીએ  કર્યું હતું અને તે હાલમાં ઇન્ફ્રારેડ ટેક્નોલોજી દ્રારા આકાશનું વિગતવાર સ્કેનિંગ કરી રહ્યો છે. 

આ મિશનથી જાણવા મળ્યું છે કે સિગ્નસ X વિસ્તારમાં બરફ ખુબ જ મોટા વિસ્તારમાં ફેલાયેલો છે , જે પહેલાના અંદાજ કરતા ઘણો વધુ છે . ખાસ કરીને જ્યાં બરફ વધુ  છે , ત્યાં ધૂળના ખુબ જ નાનાં કણો પણ જોવા મળે છે . આ કણો એટલા નાના હોય છે કે સિગારેટના ધુમાડા કરતાં પણ નાના હોય છે .

આ ધૂળ એક પ્રકારની " કોસ્મિક શીલ્ડ " તરીકે કામ કરે છે . તે બરફને કડક રેડિએશનથી બચાવે છે , જેના કારણે બરફ લાંબા સમય સુધી ટકી શકે છે .


 

ભવિષ્યના ગ્રહો માટે જીવનનું બીજ 

આ શોધ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે બતાવે છે કે અવકાશમાં પાણી અને જીવન માટે જરૂરી તત્વો કેવી રીતે જળવાઈ રહે છે . વૈજ્ઞાનિકો માને છે કે જયારે  નવા તારાઓ અને ગ્રહો બને છે , ત્યારે આ બરફના કણો તેમની સાથે જોડાઈ જાય છે .

ગુરુત્વાકર્ષણના કારણે ગેસ અને ધૂળ એકત્રિત થઈને ગ્રહો બનાવે છે અને આ પ્રક્રિયામાં બરફ પણ તેમાં સામેલ થઈ શકે છે . આ બરફ નવા ગ્રહો પર પાણી અને અન્ય  જરૂરી તત્વો પહોંચાડી શકે છે જે જીવનની શરૂઆત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે .

SHEREx મિશન આગામી બે વર્ષ સુધી ચાલુ રહેશે . આ દરમિયાન , તે અમારી આકાશગંગામાં બરફના વિતરણ અને જુદી જુદી માહિતી ભેગી કરશે . આ શોધ  ભવિષ્યમાં જીવનની શોધ માટે નવી દિશા આપશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. iPhone 17 હવે ઓછી કિંમતે ખરીદો , Flipkart Freedom Saleમાં મળશે આકર્ષક ઓફર્સ
  2. ફ્લિપકાર્ટ ડીલ : Motorola G37 Power 5G પર રૂપિયા 12,200 સુધીની બચત , જાણો ઓફર્સ અને ફીચર્સ
  3. Flipkart Freedom Sale : Poco થી Samsung સુધીના 5G ફોન પર ભારે બચત , જાણો બેસ્ટ ડીલ્સ
  4. iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન
  5. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  6. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  7. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  8. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
  9. મોટી બચત કરો iPhoneની ખરીદી Flipkart Freedom Sale 2026માં
  10. Vivo S2 લોન્ચ પહેલા ફીચર્સ અને કિંમત લીક , 120Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »