દૂરના તારામંડળમાંથી આવેલ 3I /ATLAS માં ભારે પાણીની અનોખી શોધ

3I /ATLASની શોધથી વૈજ્ઞાનિકો બ્રહ્માંડના દૂરના તારામંડળોમાં ગ્રહોની રચના વિશે નવી સમજ મળી રહી છે

દૂરના તારામંડળમાંથી આવેલ 3I /ATLAS માં ભારે પાણીની અનોખી શોધ

Photo Credit: NASA

An illustration comparing the water content of 3I/ATLAS to that of Earth.

હાઇલાઇટ્સ
  • 3I /ATLAS નામનો આ ધૂમકેતુ આપણા સૌરમંડળમાં પ્રવેશેલો
  • આ ધૂમકેતુને " ફ્રોઝન ફોસિલ " તરીકે પણ જોવામાં આવે
  • 3I /ATLAS કોઈ ખુબ જ ઠંડા અને દૂરના તારામંડળમાં રચાયો હતો
જાહેરાત

એક અનોખો ઇન્ટરસ્ટેલર પદાર્થ  વૈજ્ઞાનિકોમાં ભારે ઉત્સાહ જગાવી રહ્યો છે , કારણ કે તે ગ્રહોની રચના વિશેની હાલની સમજણને બદલી શકે છે . 3I /ATLAS નામનો આ ધૂમકેતુ આપણા સૌરમંડળમાં પ્રવેશેલો ત્રીજો ઓળખાયેલ ઇન્ટરસ્ટેલર પદાર્થ છે . તેનું પહેલું નિરીક્ષણ 1 જુલાઈ 2025 ના રોજ  ATLAS   ટેલિસ્કોપ દ્રારા કરવામાં આવ્યું હતું ,  NASA દ્રારા ફંડેડ છે અને ચિલીમાંથી કાર્ય કરે છે . વૈજ્ઞાનિકોએ તેની અસાધારણ ઝડપને ધ્યાનમાં રાખીને તેને આપણા  સૌરમંડળની બહારથી આવેલ પદાર્થ તરીકે ઓળખ્યો .   તેમાં ભારે પાણીનું અસાધારણ પ્રમાણ મળ્યું છે , જે તેના  અત્યંત ઠંડા તારામંડળમાં  જન્મનો સંકેત આપે છે .

આ ધૂમકેતુને " ફ્રોઝન ફોસિલ "  તરીકે પણ જોવામાં આવે છે , કારણ કે તેમાં પ્રાચીન અવકાશીય પરિસ્થિતિઓના સંકેતો મળે છે . 23 એપ્રિલ 2026ના  રોજ  University of Michiganના લુઈસ ઈ . સાલાઝાર મંઝાનો અને તેમની ટીમે Nature Astronomy માં પ્રકાશિત અભ્યાસમાં ALMA ટેલિસ્કોપ એરેનો ઉપયોગ કરીને એક  મહત્વપૂર્ણ શોધ કરી . તેમણે પહેલી વખત કોઈ ઇન્ટરસ્ટેલર પદાર્થમાં " ડ્યુટેરેટેડ  પાણી " શોધ્યું . આ પાણીનો પ્રમાણ આપણા સૌરમંડળના ધૂમકેતુઓ કરતાં લગભગ 30 ગણો વધુ છે અને પૃથ્વીના મહાસાગરો કરતાં લગભગ 40 ગણો વધારે છે . 

આવું ઊંચું પ્રમાણ માત્ર અત્યંત નીચા તાપમાન (30 કેલ્વિનથી નીચે ) પર જ બને છે . તેથી વૈજ્ઞાનિકો માને છે કે 3I /ATLAS કોઈ ખુબ જ ઠંડા અને દૂરના તારામંડળમાં રચાયો હતો . આ શોધ એ બતાવે છે કે તે પરિસ્થિતિઓ આપણા સૌરમંડળની તુલનામાં ઘણી અલગ હતી .

3I /ATLAS માત્ર એક ધૂમકેતુ નથી ,  પરંતુ તે દૂરના બ્રહ્માંડનો સંદેશાવાહક છે . આ પહેલા મળેલા ઇન્સ્ટરસ્ટેલર પદાર્થોમાંથી તેની ખાસ વાત એ છે કે તેનો D /H  માપવામાં આવ્યો છે . આ માપ દ્રારા વૈજ્ઞાનિકો તેના ઉત્પત્તિની જગ્યા અને સમય વિશે વધુ જાણકારી મેળવી શકે છે . સંશોધક ટેરેસા પેનેક - કેરેનો કહે છે કે દરેક ઇન્ટરસ્ટેલર પદાર્થ પોતાની સાથે  તેના ઇતિહાસની માહિતી લઈને આવે છે .

ALMA જેવા આધુનિક ટેલિસ્કોપ્સના કારણે હવે વૈજ્ઞાનિકો દૂરના તારામંડળોમાં ગ્રહોની રચનાને વધુ સારી રીતે સમજી શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. ફ્લિપકાર્ટ ડીલ : Motorola G37 Power 5G પર રૂપિયા 12,200 સુધીની બચત , જાણો ઓફર્સ અને ફીચર્સ
  2. Flipkart Freedom Sale : Poco થી Samsung સુધીના 5G ફોન પર ભારે બચત , જાણો બેસ્ટ ડીલ્સ
  3. iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન
  4. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  5. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  6. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  7. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
  8. મોટી બચત કરો iPhoneની ખરીદી Flipkart Freedom Sale 2026માં
  9. Vivo S2 લોન્ચ પહેલા ફીચર્સ અને કિંમત લીક , 120Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે
  10. Xiaomiનો Redmi 17 5G રજૂ , Android 16 અને Unisoc T 8300 પ્રોસેસર મળશે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »