OnePlus ટૂંક સમયમાં ચીનમાં Snapdragon 8 Gen 5 ચિપથી સજ્જ OnePlus Ace 6T લોન્ચ કરવા જઈ રહ્યું છે.
OnePlus કહે છે કે Nord 4 ને ચાર Android OS અપડેટ્સ અને છ વર્ષ માટે સુરક્ષા અપડેટ્સ પ્રાપ્ત થશે
OnePlus ટૂંક સમયમાં ચીનમાં Snapdragon 8 Gen 5 ચિપથી સજ્જ OnePlus Ace 6T લોન્ચ કરવા જઈ રહ્યું છે. જોકે, એવું લાગે છે કે બ્રાન્ડ આગામી મહિનાઓમાં બીજો Snapdragon 8-સિરીઝ સંચાલિત T-સિરીઝ ફોન લોન્ચ કરી શકે છે. જોકે ડિવાઈઝનું નામ હજુ સુધી જાણવા મળ્યું નથી. જો કે, આવનારા ફોનની માહિતી અગાઉ જ લીક થઈ ગઈ છે અને તે પ્રમાણે આ સ્માર્ટફોન ચીનમાં OnePlus Ace 6 Turbo તરીકે ડેબ્યૂ કરી શકે છે. આગામી OnePlus ફોન, જે Ace સિરીઝનો ભાગ હોઈ શકે છે, તે Snapdragon 8s Gen 4 દ્વારા સંચાલિત હશે. તેને અન્ય બ્રાન્ડ્સના Dimensity 8500 પ્રોસેસરથી ચાલતા સ્માર્ટફોનને ટક્કર આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે ચીનમાં સ્પ્રિંગ ફેસ્ટિવલ પહેલા લોન્ચ થશે તેવી ધારણા છે.
OnePlus Ace 6 Turbo ફોન Redmi Turbo 5 અને Realme Neo 8 SE સામે હરીફાઈમાં આવે તેવું લાગે છે, કારણ કે બંનેમાં Dimensity 8500 SoC હોવાની અપેક્ષા છે. ટિપસ્ટરનું માનીએ તો આ ડિવાઇઝ જાન્યુઆરીમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં લોન્ચ કરાશે.
ચર્ચિત OnePlus ફોનમાં 1.5K રિઝોલ્યુશન સાથે 6.78-ઇંચ OLED પેનલ હોવાનું કહેવાય છે. તે ઉચ્ચ રિફ્રેશ રેટને સપોર્ટ કરશે, જે કાં તો 144Hz અથવા 165Hz હોઈ શકે છે. બેટરી ક્ષમતા '9K' સ્તરની આસપાસ હોવાનું માનવામાં આવે છે, જે 9,000mAh બેટરી સૂચવે છે. તે ટ્રિપલ રીઅર કેમેરા સિસ્ટમ, 32MP ફ્રન્ટ કેમેરા અને એન્ડ્રોઇડ 16 પર ColorOS 16 સાથે લોન્ચ થવાની અપેક્ષા છે.
OnePlusનો Snapdragon 8 Gen 5 ચિપ દ્વારા સંચાલિત OnePlus 15R, 17 ડિસેમ્બરે વૈશ્વિક સ્તરે લોન્ચ થશે. ઉપર જણાવેલા સ્પેસિફિકેશન્સ OnePlus Nord 6 સાથે સારી રીતે મેળ ખાય છે. વૈશ્વિક બજારો માટે આ ઉપકરણને Nord 6 તરીકે ફરીથી બ્રાન્ડ કરવામાં આવશે કે કેમ તે જાણવા હજુ થોડી રાહ જોવી પડશે.
જાહેરાત
જાહેરાત
Redmi Pad 2 Pro, Redmi Buds 8 Pro Could Launch in China Soon