એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 16 જાન્યુઆરીથી ભારતમાં શરૂ થઈ રહ્યું છે. આ ઈ-કોમર્સ જાયન્ટનો વર્ષનો પહેલો સેલ ઇવેન્ટ છે.
સેમસંગ ગેલેક્સી વોચ 6 ક્લાસિક એમેઝોન પર ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ થશે
એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 16 જાન્યુઆરીથી ભારતમાં શરૂ થઈ રહ્યું છે. આ ઈ-કોમર્સ જાયન્ટનો વર્ષનો પહેલો સેલ ઇવેન્ટ છે, જે સ્માર્ટફોન અને ટેબ્લેટથી લઈને વેરેબલ અને હોમ એપ્લાયન્સિસ સુધીના ઇલેક્ટ્રોનિક્સની વિશાળ શ્રેણી પર આકર્ષક ડીલ્સ ઓફર કરે છે. તમારે લેટેસ્ટ સ્માર્ટ વોચ અને ટ્રુ-વાયરલેસ-સ્ટીરિયો (TWS) ઇયરફોન સામાન્ય બજાર ભાવ કરતા ઓછા ભાવે લેવા હોય તો આ ખરો સમય છે. એમેઝોન સ્માર્ટ વેરેબલ્સ પર 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલમાં સૌથી આકર્ષક ડિલ Samsung Galaxy Watch 6 Classic ની હોઈ શકે. કેમકે, આ સ્માર્ટવોચ ઈ-કોમર્સ પ્લેટફોર્મ રૂ. 50,990 રૂપિયામાં લિસ્ટેડ છે, પરંતુ તે હાલમાં રૂ. 14,999 જેટલી ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. OnePlus Buds 4 ઈયરબડ્સ જેની મૂળ કિંમત રૂ. 5,999 છે તે હાલમાં, રૂ. 4,999 માં મળી રહી છે.
એમેઝોન સેલમાં સીધા ભાવ ઘટાડા ઉપરાંત, એમેઝોન HDFC ક્રેડિટ કાર્ડ EMI વ્યવહારો પર રૂ. 4,500 સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને IDFC ફર્સ્ટ બેંક EMI વ્યવહારો પર રૂ. 4,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરશે. યસ બેંક કાર્ડથી ટ્રાન્ઝેક્શન કરતા ગ્રાહકો EMI વ્યવહારો પર 7.5 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
એમેઝોન પ્રાઇમ સભ્યો ગ્રેટ રિપબ્લિક ડે સેલ દરમિયાન સ્માર્ટવોચ અને TWS ઇયરફોનની વિશાળ શ્રેણી પર એક્સચેન્જ ઑફર્સ અને નો-કોસ્ટ EMI વિકલ્પોનો લાભ પણ લઈ શકે છે.
કઈ સ્માર્ટવોચ પર કેટલું ડિસ્કાઉન્ટ આલશે તે જાણીએ તો,
Samsung Galaxy Watch 6 Classic જેની કિંમત રૂ. 50,999 છે તે હાલમાં રૂ. 16,999 માં મળશે. Amazfit Balanceની કિંમત રૂ. 30,999 જે હાલમાં તમે રૂ. 12,749 માં, Huawei Watch Fit 4 ની મૂળ કિંમત રૂ. 18,999 છે તે રૂ. 12,999 માં મળશે. OnePlus Watch 2R નો ભાવ જે રૂ. 19,999 છે તે હાલમાં રૂ. 13,999 માં મળશે. Noise Pro 6 કે જેની કિંમત રૂ. 8,999 છે તે હાલમાં રૂ. 6,499 માં મળશે.
Amazfit Active 2 રૂ. 21,999 ને સ્થાને રૂ. 9,999 માં લઈ શકાશે.
આ સાથે જ વિવિધ ઇયરબડ્સના ભાવ જોઈએ તો, OnePlus Buds 4 રૂ. 5,999 માં લિસ્ટેડ છે પરંતુ હાલમાં ડિસ્કાઉન્ટ હેઠળ તે રૂ. 4,999 માં મળશે. boAt Nirvana ion રૂ. 7,990 ને સ્થાને રૂ. 1,999 માં, Samsung Galaxy Buds Core ર. 9,999 ની કિંમતમાં લિસ્ટેડ છે પરંતુ તે હાલમાં રૂ. 4,199 માં મળશે. Sony WH-1000XM6 રૂ. 49,990 ને સ્થાને રૂ. 37,990 માં, GoBoult Z40 રૂ. 4,999 ને સ્થાને હાલમાં રૂ. 999 માં તેમજ JBL Wave Buds 2 રૂ. 6,999 ને બદલે રૂ. 2,999 માં મળશે.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત
NASA Says the Year 2025 Almost Became Earth's Hottest Recorded Year Ever
Civilization VII Coming to iPhone, iPad as Part of Apple Arcade in February