એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 માં મોટું આકર્ષણ સ્માર્ટફોન પર જાહેર કરાયેલી ડીલ્સ છે.
એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 માં iQOO 15 (ચિત્રમાં) ડિસ્કાઉન્ટેડ કિંમતે મળશે.
એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 ની શરૂઆત 16 જાન્યુઆરીથી થઈ રહી છે. આ સાથે ઈ-કોમર્સ ક્ષેત્રે અગ્રણી ફ્લિપકાર્ટ પણ સામે સ્પર્ધામાં છે. એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 માં સ્માર્ટફોન, લેપટોપ, ટીવી, કેમેરા, વાયરલેસ સ્પીકર્સ, ટ્રુલી વાયરલેસ સ્ટીરિયો (TWS) હેડસેટ્સ, વેરેબલ્સ અને સ્માર્ટ હોમ એપ્લાયન્સિસ જેવા વિવિધ ઇલેક્ટ્રોનિક્સ પર શ્રેષ્ઠ ડીલ્સ મળી શકશે. ગ્રાહકો માટે કંપનીએ અગાઉથી જ ડીલ્સ પણ જાહેર કરી છે. જેથી તેઓ પસંદગી કરી શકે. એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 માં મોટું આકર્ષણ સ્માર્ટફોન પર જાહેર કરાયેલી ડીલ્સ છે. કંપનીના જણાવ્યા અનુસાર, એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 દરમિયાન અલ્ટ્રા-પ્રીમિયમ, પ્રીમિયમ, મિડ-રેન્જ અને બજેટ સ્માર્ટફોન તમામ કેટેગરીને આવરી લેવાઇ છે. તેથી ગ્રાહકો Apple, Samsung, OnePlus, Realme, Redmi અને iQOO સહિત અનેક બ્રાન્ડ્સના હેન્ડસેટ પર શ્રેષ્ઠ ડીલ્સ મેળવી શકશે.
એમેઝોને ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 માં સરળ EMI વિકલ્પો ઉપરાંત SBI બેંક ક્રેડિટ કાર્ડ સાથે 10 ટકાનું તાત્કાલિક ડિસ્કાઉન્ટ જેવી ઓફર પણ આપી છે. આ સાથે જ કેશબેક પણ ઓફર કરવામાં આવશે. જે લોકો એક જ સમયે સંપૂર્ણ રકમ ચૂકવવા માંગતા નથી તેમના માટે સરળ EMI વિકલ્પો પણ હશે.
તાજેતરમાં લોન્ચ થયેલા iPhone 17 Pro, OnePlus 15, OnePlus 15R અને iQOO 15 જેવા સ્માર્ટફોન પણ Amazon ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 દરમિયાન પ્રમાણમાં ઓછી કિંમતે લિસ્ટ કરવામાં આવશે. સપ્ટેમ્બર 2025 માં ભારતમાં લોન્ચ થયેલ iPhone 17 Pro, Apple ના ફ્લેગશિપ A19 Pro ચિપસેટ દ્વારા સંચાલિત છે. તેમાં ટ્રિપલ 48-મેગાપિક્સલ રીઅર કેમેરા સેટઅપ છે અને સેન્ટર સ્ટેજ સાથે 18-મેગાપિક્સલ સેલ્ફી કેમેરા ધરાવે છે.
અનેક ફીચર્સ સાથે આવતા OnePlus 15 અને iQOO 15 Qualcomm ના સૌથી શક્તિશાળી ઓક્ટા કોર Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ દ્વારા સંચાલિત છે, જે 3nm પ્રક્રિયા પર બનેલ છે. દરમિયાન, OnePlus 15R ને Snapdragon 8 Gen 5 ચિપ દ્વારા સમર્થિત છે, જે 7,400mAh બેટરી સાથે જોડાયેલ છે. OnePlus 15 માં 7,300mAh સિલિકોન-કાર્બન સેલ છે. Realme Narzo 90x 5G અને Redmi Note 15 5G પણ તાજેતરમાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા હતા.
આગામી એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 દરમિયાન ગ્રાહકો મેળવી શકે તેવી ટોચની 10 ડીલ્સ અહીં છે. આ કિંમતોમાં બેંક ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બોનસનો સમાવેશ થાય છે.
iPhone 17 Pro જેનો ભાવ રૂ. 1,34,900 છે તે હાલમાં રૂ. 1,25,400 માં મળી શકશે.
OnePlus 15 રૂ. 76,999 ને બદલે રૂ. 68,999 માં, iQOO 15 સમાર્ટફોન જેની કિંમત રૂ. 76,999 છે તે હાલમાં રૂ. 65,999 માં, Samsung Galaxy S25 Ultraરૂ. 1,29,999 ને સ્થાને રૂ. 1,19,999 માં, iPhone 15 રૂ. 59,900 ને સ્થાને રૂ. 50,249 માં, OnePlus 15R રૂ. 54,999 ને સ્થાને રૂ. 44,999 માં, iQOO Neo 10 5G ની કિંમત રૂ. 38,999 થી ઘટાડીને રૂ. 33,999 OnePlus Nord CE 5 રૂ. 28,999 ને બદલે રૂ. Rs. 22,999 માં, Redmi Note 15 5G રૂ. 26,999ને બદલે રૂ. 20,999 માં લિસ્ટેડ છે. આ સાથે જ Realme Narzo 90x 5G રૂ. 16,999 ને બદલે હાલમાં રૂ. 12,749 માં મળશે.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત
NASA Says the Year 2025 Almost Became Earth's Hottest Recorded Year Ever
Civilization VII Coming to iPhone, iPad as Part of Apple Arcade in February