તમારા ફોનને અપગ્રેડ કરીને Apple iPhone 16 Plus લેવા માંગો છો તે તક આવી ગઈ છે. વિજય સેલ્સ દ્વારા આ લેટેસ્ટ મોડલની કિંમતમાં ઘટાડો કરાયો છે. Apple iPhone 16 Plus ભારતમાં લોન્ચ સમયે રૂ. 89,900 માં મળતો હતો.
એપલ આઈફોન 16 પ્લસ ભારતમાં 89,900 રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો.
જો તમે તમારા ફોનને અપગ્રેડ કરીને Apple iPhone 16 Plus લેવા માંગો છો તે તક આવી ગઈ છે. વિજય સેલ્સ દ્વારા આ લેટેસ્ટ મોડલની કિંમતમાં ઘટાડો કરાયો છે. Apple iPhone 16 Plus ભારતમાં લોન્ચ સમયે રૂ. 89,900 માં મળતો હતો. ગ્રાહકો હવે Apple iPhone 16 Plus ને રૂ. 67,000 થી ઓછી કિંમતમાં ખરીદી શકે છે. આ ભાવ ઓફર ચાલુ છે ત્યાં સુધી જ રહેશે. આથી જેને એપલના આ ફોનની ખરીદી કરવી હોય તેને તાકીદે નિર્ણય લેવો જરૂરી છે.
Apple iPhone 16 Plus પ્રીમિયમ ડિઝાઇન સાથે આવે છે. આ ઉપરાંત તેમાં ડ્યુઅલ કેમેરા આપવામાં આવ્યા છે તેમજ તેનું પરફોર્મન્સ પણ ધાંસુ છે.
Apple iPhone 16 Plus ભારતમાં રૂ. 89,900 ની શરૂઆતી કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. જોકે, હાલમાં વિજય સેલ્સની સત્તાવાર વેબસાઇટ પર આ ડિવાઇસ રૂ. 71,890 માં લિસ્ટેડ છે, આમ, તેમાં સીધા રૂ. 18,010 નો ઘટાડો કરાયો છે. ફ્લેટ ડિસ્કાઉન્ટ ઉપરાંત, તેની ખરીદી સમયે ICICI બેંક ક્રેડિટ/ડેબિટ કાર્ડ અને એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ તેમજ EMI દ્વારા કરાતી ચુકવણી પર રૂ. 5,૦૦૦ નું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે. તેમાં EMI વિકલ્પોનો ઉપયોગ કરી દર મહિને માત્ર 3,127 થી શરૂ થતા ઇન્સ્ટોલમેન્ટ દ્વારા ચુકવણી કરી શકે છે.
એપલ આઈફોન 16 પ્લસમાં 6.7 ઇંચ સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે છે. જેની બ્રાઇટનેસ 2000 નિટ્સ સુધી છે, જેથી તડકામાં પણ સ્ક્રીન સ્પષ્ટ દેખાય છે.
આ ઉપકરણ એપલના A18 ચિપસેટ દ્વારા સંચાલિત છે, જે ગેમિંગ અને હેવી ટાસ્ક માટે ઝડપી અને સ્મૂથ પરફોર્મન્સ આપે છે. તે એપલ ઇન્ટેલિજન્સ ફીચર્સને સપોર્ટ કરે છે. વધુમાં, Apple iPhone 16 Plus ધૂળ અને પાણી સામે રક્ષણ અંગે IP68 રેટિંગ સાથે આવે છે. તે એલ્યુમિનિયમ ફ્રેમ સાથે આવે છે.
તેના કેમેરા જોઈએ તો, ડ્યુઅલ કેમેરા સેટઅપ ધરાવે છે, જેમાં 48MP પ્રાઇમરી કેમેરા અને 12 મેગાપિક્સલ અલ્ટ્રાવાઇડ લેન્સનો સમાવેશ થાય છે. આગળના ભાગમાં, ઉપકરણમાં સેલ્ફી અને વિડિઓ કૉલ્સ માટે 12 મેગાપિક્સલ કેમેરા છે.
આ ફોનની બેટરી લાઇફ ખૂબ જ પ્રભાવશાળી છે, જે સામાન્ય વપરાશમાં આખો દિવસ અને ક્યારેક બીજા દિવસ સુધી પણ ચાલી શકે છે. ફોન પ્રીમિયમ મટિરિયલથી બનેલો છે અને તેમાં નવું 'એક્શન બટન' (Action Button) પણ છે. તેની Ceramic Shield મટિરિયલને કારણે તે વધુ ટકાઉ છે.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત
Arc Raiders' Sales Cross 12.4 Million Copies as Embark Studios Rolls Out New Update