Apple દ્વારા નજીકના જ ભવિષ્યમાં લોન્ચ થનારા iPhone 17 પ્રો બોલ્ડ ઓરેન્જ કલરમાં રજૂ કરે તેવી શક્યતા છે.
Photo Credit: Apple
iPhone 16 Pro Max (ડાબે) અને iPhone 15 Pro Max (જમણે) ના મ્યૂટ કલર ટોન
Iphoneના ચાહકો તૈયાર થઈ જાઓ કારણકે, એપલ લઈને આવી રહ્યું છે તેની iPhone 17 સિરીઝ જેમાં તેની ડિઝાઇન તેમજ કલરમાં પણ ફેરફાર જોવા મળે તેવી શક્યતા છે. લગભગ સપ્ટેમ્બરમાં રજૂ થનારા આઇફોનમાં નવા ચાર મોડેલ બજારમાં રજૂ કરાશે જેમાં, iPhone 17, iPhone 17 પ્રો, iPhone 17 મેક્સ અને iPhone 17 Air. કંપનીનો iPhone 17 Air સૌથી અલગ અને અત્યારસુધીનું સૌથી પાતળું મોડેલ બની રહેશે. મળતી માહિતી પ્રમાણે તેની જાડાઈ માત્ર 5.5 mm રહેશે અને તેનું વજન ૧૪૫ ગ્રામ બતાવવામાં આવી રહ્યું છે. iPhone 17 બેઝ મોડેલ રહેશે. iPhone 17 પ્રો બોલ્ડ ઓરેન્જ કલરમાં રજૂ કરાય તેવી શક્યતા છે સાથે જ તેમાં વધુ સક્ષમ કેમેરા અને દમદાર ચિપ અપાય તેવી શક્યતા છે.
અત્યાર સુધી એપલ દ્વારા તેના સ્માર્ટફોન એકદમ લાઇટ કલરમાં આપવામાં આવતા હતા. આ વખતે એપલ તેના સ્માર્ટફોનના કલરમાં મોટો બદલાવ કરશે અને તે વધુ જીવંત અને બ્રાઇટ કલર લાવે તેવી શક્યતા છે. iPhone 17 સિરીઝના ડમી ફોન ટિપસ્ટર સોની ડિક્સને તેના X પોસ્ટમાં દર્શાવ્યા છે અને સૌથી મોટો બદલાવ iPhone 17 Pro અને iPhone 17 ના કલરમાં જોવા મળે છે. અગાઉના તેના સ્માર્ટફોન કરતાં આવનારા ફોનના કલર વધુ ઘેરા હશે. તેટલું જે નહીં તેમાં ચોથો કલર પણ આપવામાં આવ્યો છે જે અગાઉ ક્યારેય પ્રો આઇફોનમાં રજૂ કરાયો નથી.
એપલ દ્વારા iPhone 17 Pro અને iPhone 17 Pro Max ઓરેન્જ કલરમાં રજુ કરાયા છે. એપલ દ્વારા અને iPhone 17 Proમાં ટ્રિપલ કેમેરા તેમજ તેના સેટઅપની ડિઝાઇનમાં પણ બદલાવ લાવી ત્રિકોણાકાર કરાયો છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે અમેરિકન ટેક જાયન્ટ દ્વારા અત્યારસુધી રજૂ કરાયેલા સ્માર્ટફોનના કલર થોડા હલકા અને ફીકા હોય છે. આ વખતે તેનાથી વિપરીત નવા આવી રહેલા iPhone 17 સિરીઝના ફોનમાં બ્રાઈટ કલર રજૂ કર્યા છે. ટિપસ્ટર દ્વારા iPhone 17 અને iPhone 17 Air ની ઇમેજ દર્શાવાઈ છે. જેમાં બંને ફોનમાં બ્લેક, બ્લુ, અને વ્હાઇટ કલર દર્શાવાયા છે. આ સાથે જ iPhone 17 લાઇટ પિન્ક કલર અને iPhone 17 Air ગોલ્ડ ફિનિશ માં પણ મળી શકશે.
સામાન્ય રીતે ફોનમાં હાયર એન્ડના મોડેલ માટે કલરવે આરક્ષિત રાખવામાં આવે છે પણ પ્રો લાઇનઅપમાં કલર વિકલ્પના અભાવે ખરીદનારે નોન પ્રો લાઇનપના ફોન લેવાની ફરજ પડતી હોય છે. આથી જેમને વધુ બોલ્ડ કલર પસંદ છે તેમના માટે આ ફેરફાર વરદાનરૂપ સાબિત થશે.
જાહેરાત
જાહેરાત