ફ્લિપકાર્ટ રિપબ્લિક ડે સેલ 17 જાન્યુઆરીથી શરૂ થશે. આ સેલ શરૂ થાય તે અગાઉ જ કેટલીક આકર્ષક ડિલ રજૂ કરાઈ છે જેમાં, Redmi Note 14 Pro Plus પર મળતી ઓફર નો સમાવેશ થાય છે.
Photo Credit: Xiaomi
फ्लिपकार्ट १७ जानेवारीपासून प्रजासत्ताक दिन सेल सुरू करण्यासाठी सज्ज आहे.
ફ્લિપકાર્ટ રિપબ્લિક ડે સેલ 17 જાન્યુઆરીથી શરૂ થશે. આ સેલ શરૂ થાય તે અગાઉ જ કેટલીક આકર્ષક ડિલ રજૂ કરાઈ છે જેમાં, Redmi Note 14 Pro Plus પર મળતી ઓફરનો સમાવેશ થાય છે. આ ફોન હાલમાં ફ્લિપકાર્ટ પર રૂ. 2,500 થી વધુના ફ્લેટ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. આ ઉપરાંત બેંક ઓફર્સ સાથે વધુ ઓછા ભાવે તેને ખરીદી શકાય છે. Redmi Note 14 Pro Plus 6.67-ઇંચ ડિસ્પ્લે સાથે આવે છે. આ ડિવાઇઝ સ્નેપડ્રેગન 7s Gen 3 દ્વારા સંચાલિત છે અને તે ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે આવે છે અને તેમાં વધુ ટકાઉપણું છે. ફ્લિપકાર્ટ પર રેડમી નોટ 14 પ્રો પ્લસ પર આપવામાં આવેલી ઓફર અંગે આજે વિગતે જાણીશું.
Redmi Note 14 Pro Plus તેના લોન્ચ સમયે રૂ. 30,999 માં લોન્ચ કરાયો હતો. જેમાં, હાલમાં રૂ. 2,679 ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે અને રૂ. 28,309માં લિસ્ટેડ છે. ગ્રાહકો ફ્લિપકાર્ટ એસબીઆઈ ક્રેડિટ કાર્ડ અને ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ચુકવણી માટે રૂ. 4,000 નું 5% કેશબેક પણ મેળવી શકે છે. આમ, સ્માર્ટફોનની કિંમત રૂ. 24,320 સુધી ઘટી શકે છે. તેમાં, ફ્લિપકાર્ટ રૂ. 996 થઈ શરૂ થતા EMIનો વિકલ્પ પણ આપી રહી છે.
એક્સચેન્જ ઓફર હેઠળ તમે તમારા જૂના ડિવાઇસને બદલવા માંગતા હોય તો રૂ. 23,400 રૂપિયા સુધીની કિંમત મેળવી શકો છો. જો કે, અંતિમ એક્સચેન્જ મૂલ્ય તમારા જૂના ડિવાઇસના બ્રાન્ડ, મોડેલ અને કાર્યકારી પરિસ્થિતિઓ પર આધારિત રહેશે.
Redmi Note 14 Pro Plus માં 6.67 ઇંચનો 1.5K OLED ડિસ્પ્લે અને 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ છે. ડિસ્પ્લે 3,૦૦૦ નિટ્સ સુધીની બ્રાઇટનેસ સાથે આવે છે. તેમાં સુરક્ષા માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ ૨ પણ ઇન્સ્ટોલ છે. આ ડિવાઇસ સ્નેપડ્રેગન 7s જેન 3 ચિપસેટ પર ચાલે છે અને તેમાં 12 GB રેમ અને 512 GB સ્ટોરેજ છે.
તેમાં, 6,200mAh બેટરી છે તે 90W ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.
ઓપ્ટિક્સની વાત કરીએ તો, ઉપકરણમાં ટ્રિપલ કેમેરા સેટઅપ છે જેમાં 50MP મુખ્ય, 8MP અલ્ટ્રાવાઇડ અને 50MP ટેલિફોટો કેમેરાનો સમાવેશ થાય છે. સેલ્ફી માટે, તે 20MP ફ્રન્ટ કેમેરા સાથે આવે છે.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત
NASA Says the Year 2025 Almost Became Earth's Hottest Recorded Year Ever
Civilization VII Coming to iPhone, iPad as Part of Apple Arcade in February