HMD ની વૈશ્વિક બજારોને ધ્યાનમાં રાખીને છ નવા DUB સિરીઝ TWS ઇયરબડ્સની જાહેરાત

હ્યુમન મોબાઇલ ડિવાઇસીસ (HMD) એ વૈશ્વિક બજારોને ધ્યાનમાં રાખીને છ નવા DUB સિરીઝ TWS ઇયરબડ્સની જાહેરાત કરી છે. આ નવા ઈયરબડ્સમાં - DUB X50 Pro, DUB X50, DUB S60, DUB P70, DUB P60 અને DUB P50 નો સમાવેશ થાય છે.

HMD ની વૈશ્વિક બજારોને ધ્યાનમાં રાખીને છ નવા DUB સિરીઝ TWS ઇયરબડ્સની જાહેરાત

Photo Credit: HMD

હ્યુમન મોબાઇલ ડિવાઇસીસ (HMD) એ છ નવા મોડેલો સાથે તેના DUB સિરીઝ TWS ઇયરબડ્સનો વિસ્તાર કર્યો છે.

હાઇલાઇટ્સ
  • નવા ઈયરબડ્સની કિંમત રૂ. 2000 થી લઈને રૂ. 3000
  • DUB X50 Proના ચાર્જિંગ કેસ સાથે 60 કલાક સુધી બેટરી લાઇફ
  • DUB X50 70 કલાક સુધી પ્લેબેક આપે છે
જાહેરાત

હ્યુમન મોબાઇલ ડિવાઇસીસ (HMD) એ વૈશ્વિક બજારોને ધ્યાનમાં રાખીને છ નવા DUB સિરીઝ TWS ઇયરબડ્સની જાહેરાત કરી છે. આ નવા ઈયરબડ્સમાં - DUB X50 Pro, DUB X50, DUB S60, DUB P70, DUB P60 અને DUB P50 નો સમાવેશ થાય છે. આ રેન્જના મોડેલોમાં જરૂરિયાતને આધારે લાંબો સમયના પ્લેબેક, સ્પષ્ટ કૉલ્સ અને વિવિધ ડિવાઈઝ સાથે કમ્પેટિબિલિટીને તેમજ ઓછી લેટન્સીને ધ્યાનમાં રાખીને બનાવેલા મોડેલનો સમાવેશ થાય છે. આ નવા ઈયરબડ્સની કિંમત DUB X50 – P1990 (રૂ. 3,031 આશરે) રાખવામાં આવી છે. DUB S60 ઈયરબડ્સની કિંમત P1890 (રૂ. 2,879 આશરે) છે. તેમજ DUB P60 ની કિંમત P1390 (રૂ. 2,117 આશરે) રાખવામાં આવી છે. અન્ય ઇયરબડ્સની કિંમત વૈશ્વિક કિંમત અને ઉપલબ્ધતા આંતરરાષ્ટ્રીય રોલઆઉટની નજીક જાહેર કરવામાં આવશે. કેટલાક મોડેલો ફિલિપાઇન્સ, મલેશિયા અને કેટલાક અન્ય પસંદગીના બજારોમાં મૂકવામાં આવ્યા છે.

DUB X50 Proના સ્પેસિફિકેશન્સ

DUB X50 Pro વિગતવાર ઓડિયો આઉટપુટ માટે હાઇ-ફાઇ DSP સાથે DUB પ્લેટિનમ સાઉન્ડને સપોર્ટ કરે છે. એક્ટિવ નોઇઝ કેન્સલેશન (ANC) આસપાસના અવાજને ઓછો કરે છે જ્યારે એન્વાયર્નમેન્ટલ નોઇઝ કેન્સલેશન (ENC) કોલ સ્પષ્ટતા સુનિશ્ચિત કરે છે. તે ચાર્જિંગ કેસ સાથે 60 કલાક સુધી બેટરી લાઇફ પ્રદાન કરે છે. ડિવાઈઝ વચ્ચે સ્વિચ કરવા માટે મલ્ટીપોઇન્ટ કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. તેમાં કનેક્ટિવિટી જોઈએ તો બ્લૂટૂથ 5.3 તેમજ તેની રેન્જ 10 m છે. અન્ય સુવિધાઓમાં ગેમિંગ અને સ્ટ્રીમિંગ માટે લો લેટન્સી મોડ, વોઇસ આસિસ્ટન્ટ એક્ટિવેશન, ઇન-ઇયર ડિટેક્શન અને HMD DUB ઓડિયો એપ દ્વારા કંટ્રોલની સગવડ છે. ઇયરબડ્સ પરસેવા અને પાણી સામે સુરક્ષા માટે IPX4-રેટેડ છે.

DUB X50 ના સ્પેસિફિકેશન્સ

DUB X50 ઇયરબડ્સ 70 કલાક સુધી પ્લેબેક આપે છે તેમજ ઝડપી ચાર્જિંગને સપોર્ટ કરે છે. લો લેટન્સી મોડ ગેમિંગ અને સ્ટ્રીમિંગ માટે ન્યૂનતમ વિલંબ સુનિશ્ચિત કરે છે. મલ્ટીપોઇન્ટ કનેક્ટિવિટી અને ફાસ્ટ પેર સીમલેસ ડિવાઇસ સ્વિચિંગને સક્ષમ કરે છે. તેમાં પણ DUB platinum sound અને HI-Fi DSP આપવામાં આવ્યું છે. કોલ્સ માટે ENC આપવામાં આવ્યું છે. ઇયરબડ્સ પરસેવા અને સ્પ્લેશ પ્રતિકાર માટે IPX4-રેટેડ છે.

DUB S60 ના સ્પેસિફિકેશન્સ

DUB S60 HMD DUB ઑડિઓ એપ્લિકેશન દ્વારા અનેક EQ મોડ્સ આપવામાં આવ્યા છે. જે ડોલ્બી ઑડિઓ ઇચ્છતા હોય તેમને માટે આ યોગ્ય છે. આ ઉપરાંત તેમાં સ્પષ્ટ કૉલ્સ માટે ENC આપવામાં આવ્યું છે લો લેટન્સી મોડ ગેમિંગ અને સ્ટ્રીમિંગ માટે આપવામાં આવ્યો છે. ઝડપી ચાર્જિંગ સાથે બેટરી લાઇફ 35 કલાક સુધી મળી શકે છે. ઇયરબડ્સ IPX4-રેટેડ સાથે આવે છે.

DUB P70 ના સ્પેસિફિકેશન્સ

DUB P70માં Bass Boost સાથે DUB પ્લેટિનમ સાઉન્ડ ફીચર આપવામાં આવ્યું છે. તેમાં ANC અને ENC ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. છે. ઇન-ઇયર ડિટેક્શન અને લો લેટન્સી મોડ શામેલ છે. ઇયરબડ્સ વૉઇસ આસિસ્ટન્ટ એક્ટિવેશન અને ડિવાઇસ સાથે ઇન્સ્ટન્ટ પેરિંગને પણ સપોર્ટ કરે છે. DUB P70 ચાર્જિંગ કેસ સાથે 35 કલાક સુધીની બેટરી લાઇફ આપે છે. તેનો લો લેટન્સી મોડ ગેમિંગ માટે ઘણો કામનો છે.

DUB P60

DUB P60, Bass Boost અને ENC સાથે DUB પ્લેટિનમ સાઉન્ડ પ્રદાન કરે છે. લો લેટન્સી મોડને સપોર્ટ કરવામાં આવે છે, સાથે વોઇસ આસિસ્ટન્ટ એક્ટિવેશન અને ઇન્સ્ટન્ટ પેર પણ સપોર્ટ કરે છે. બેટરી ફાસ્ટ ચાર્જિંગ સાથે 30 કલાક સુધી પ્લેબેકને સપોર્ટ કરે છે. ઇયરબડ્સ IPX4-રેટેડ છે.

DUB P50

DUB P50 કોમ્પેક્ટ અને પોકેટેબલ છે, જે ENC અને લો લેટન્સી મોડ ઓફર કરે છે. તે IPX4-રેટેડ છે. તેની કનેક્ટિવિટી જોઈએ તો 5.3 સપોર્ટ કરે છે તેમજ તેની રેન્જ 10 મીટર સુધીની છે. તે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે તેનો પ્લેટાઇમ 25 કલાક સુધીનો હોવાનું કંપની જણાવે છે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »