iQOO 15 ભારત અને વૈશ્વિક બજારોમાં 26 નવેમ્બરના રોજ લોન્ચ થવા જઈ રહ્યું છે. ત્યારે હાલમાં જ તેની કિંમત લીક થઈ ગઈ છે
Photo Credit: iQOO
iQOO 15ની ભારતમાં કિંમત લીક : બેઝ મોડેલ રૂ. 72,999માં
iQOO 15 ભારત અને વૈશ્વિક બજારોમાં 26 નવેમ્બરના રોજ લોન્ચ થવા જઈ રહ્યું છે. ત્યારે હાલમાં જ તેની કિંમત લીક થઈ ગઈ છે. આ પ્રીમિયમ ફોન એક ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર જોવા મળ્યો છે. જેમાં તેના સ્પેસિફિકેશન્સ અને તેની કિંમત આપવામાં આવી છે. આ માહિતી પ્રમાણે iQOO 15, સેમસંગની નવી M14 OLED સ્ક્રીન, સ્નેપડ્રેગન 8 એલીટ જેન 5 ચિપસેટ અને OriginOS 6 સાથે ડેબ્યૂ કરશે. iQOO 15 સ્માર્ટફોન 7,000 mAh બેટરીથઈ સજ્જ છે અને તેમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.ભારતમાં iQOO 15 ની કિંમત,ટિપસ્ટર અભિષેક યાદવની X પોસ્ટ મુજબ, એમેઝોન ઇન્ડિયા વેબસાઇટ પર iQOO 15 લિસ્ટ કરાયો છે. જે 12GB રેમ અને 256GB ઓનબોર્ડ સ્ટોરેજ સાથે રૂ. 72,999માં લિસ્ટ કરાયો છે. તેના 16GB રેમ અને 512GB સ્ટોરેજ ધરાવતા ફોનની કિંમત રૂ. 79,999 હોઈ શકે છે.તેમાં, બે કલર
આલ્ફા અને લિજેન્ડ દર્શાવાયા છે.
જો આ કિંમત સાચી હોય તો, iQOO 15 સ્માર્ટફોન OnePlus 15 ની બરાબર આવી જશે. તેની પણ કિંમત જોઈએ તો, 12GB + 256GB અને 16GB + 512GB સાથે આવતા ફોનની કિંમત અનુક્રમે રૂ. 72,999 અને રૂ. 79,999 છે.
ભારતમાં iQOO 13 ની લોન્ચ કિંમત 12GB રેમ અને 256GB સ્ટોરેજવાળા બેઝ મોડેલ માટે રૂ. 54,999 નક્કી કરવામાં આવી હતી. તે 16GB રેમ 512GB સ્ટોરેજ સાથે પણ મળે છે જેની કિંમત રૂ. 59,999 છે.
ગેજેટ્સ 360 સાથેની વાતચીત દરમિયાન, iQOO ઇન્ડિયાના CEO નિપુણ મરિયાએ તાજેતરમાં આગામી iQOO 15 વિશે વાત કરી, જેમાં તેઓએ ભારતમાં iQOO ની કિંમતો, વપરાશકર્તા પ્રતિસાદ વગેરે અંગે જણાવ્યું હતું. મરિયાએ સંકેત આપ્યો કે આગામી ફ્લેગશિપની કિંમત લોન્ચ ઓફર સાથે રૂ. 65,૦૦૦ થી 70,૦૦૦ સુધીની રહેશે. જે તેના લીક થયેલા ભાવ સાથે મેળ ખાય છે. તેમણે ભાવ વધારા અંગેની અફવા અંગે જણાવ્યું કે, ઓ કાચા માલની કિંમત વધે તો ભાવ વધારો કરવો આવશ્યક થઈ પડે છે.
તેમણે એમ પણ જણાવ્યું કે, જો કાચામાલના ભાવમાં 5 થી 10 ટકાનો વધારો થતો તો તે કંપની ખમી શકે પણ જો તેના ભાવમાં 60 ટકાનો વધારો થાય તો કંપની માટે ટકવું મુશ્કેલ બને છે
જાહેરાત
જાહેરાત