iQOO આ મહિને ચીનમાં iQOO Z11 Turbo લોન્ચ કરશે. iQOO દ્વારા તેના આ ડિવાઇઝના સ્પેસિફિકેશનની માહિતી ક્રમશ: જાહેર કરી રહી છે, છતાં સુધી ચોક્કસ કયારે લોન્ચ કરવામાં આવે તે નક્કી નથી.
Photo Credit: iQOO
iQOO એ પુષ્ટિ આપી છે કે તે આ મહિને ચીનમાં iQOO Z11 ટર્બો લોન્ચ કરશે.
iQOO આ મહિને ચીનમાં iQOO Z11 Turbo લોન્ચ કરશે. iQOO દ્વારા તેના આ ડિવાઇઝના સ્પેસિફિકેશનની માહિતી ક્રમશ: જાહેર કરી રહી છે, છતાં સુધી ચોક્કસ કયારે લોન્ચ કરવામાં આવે તે નક્કી નથી. iQOO Z11 Turbo, 1.5K રિઝોલ્યુશન સાથે 6.59-ઇંચ OLED LTPS ડિસ્પ્લે સાથે આવશે. iQOO Z11 Turbo માં સ્નેપડ્રેગન 8 જેન 5 ચિપસેટ હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે. ગેમિંગ પર્ફોર્મન્સમાં વધારો કરવા માટે, આ ડિવાઇસ કંપનીની ઇન-હાઉસ Q2 ગ્રાફિક્સ ચિપથી પણ સજ્જ હશે. તેમાં, 12GB+256GB, 12GB+512GB, 16GB+256GB, 16GB+512GB અને 16GB+1TB સહિત અનેક કન્ફિગરેશન મળશે. તે 7,600mAh બેટરીથી સજ્જ રહેશે તેમજ 100W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. જે સાઈઝમાં આવતા સ્માર્ટફોન પર ઓફર કરવામાં આવતી સૌથી મોટી બેટરી છે. આ ડિવાઇસ એન્ડ્રોઇડ 16 આધારિત OriginOS 6 પર ચાલશે. સુરક્ષા માટે, તેમાં અલ્ટ્રાસોનિક ઇન-સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સેન્સર હશે.
Z11 ટર્બોમાં મેટલ ફ્રેમ અને ગ્લાસ બેક સાથે આવશે. હશે. તેમાં, OIS સપોર્ટ સાથે 200-મેગાપિક્સલનો Samsung HP5 મુખ્ય કેમેરા, 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ લેન્સ હશે. સેલ્ફી માટે, તેમાં 32-મેગાપિક્સલનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરા હશે. ડિવાઇસની જાડાઈ 7.9mm છે, તેનું વજન 202 ગ્રામ છે, અને IP68/69-રેટેડ ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ સર્ટિફિકેશન ધરાવે છે. તે બ્લેક, સિલ્વર, પિંક અને લઉં કલરમાં મળશે.
તે અગાઉની જનરેશનની જેમ જ 144Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. ફોનની ફ્રન્ટ ડિઝાઇન જાહેર કરવામાં આવી નથી. ડિજિટલ ચેટ સ્ટેશન દાવો કરે છે કે તેમાં મોટા, ગોળાકાર ખૂણા હશે.
iQOO વૈશ્વિક બજાર માટે iQOO 15R નામનો એક નવો સ્માર્ટફોન વિકસાવી રહ્યું છે. આ ફોન સ્નેપડ્રેગન 8 Gen 5-સંચાલિત OnePlus 15R સાથે સીધી સ્પર્ધા કરે તેવી અપેક્ષા છે. સમાન બ્રાન્ડિંગ સૂચવે છે કે iQOO 15R Z11 ટર્બોના રિબ્રાન્ડેડ વર્ઝન તરીકે પણ આવી શકે છે, જો કે આ વાત હજુ સુધી સત્તાવાર નથી.
હાલમાં તે ચીનમાં Vivo ચાઇના ઓનલાઈન સ્ટોર દ્વારા નજીવી ફીમાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે. iQOO Z11 ટર્બો ચીનમાં ચાર રંગ વિકલ્પોમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. તેમાં ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટ પણ હોવાની ચર્ચા છે.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત
New Life Is Strange Game From Square Enix Leaked After PEGI Rating Surfaces