Moto X70 Air Pro ટૂંક સમયમાં જ ચીનમાં લોન્ચ કરાશે. આ સ્માર્ટફોન TENAA સર્ટિફિકેશન ડેટાબેઝ પર સૂચિબદ્ધ કરાયો છે.
Photo Credit: Motorola
મોટોરોલાએ ઓક્ટોબરમાં ચીનમાં Moto X70 Air (ચિત્રમાં) રજૂ કર્યું હતું.
Moto X70 Air Pro ટૂંક સમયમાં જ ચીનમાં લોન્ચ કરાશે. આ સ્માર્ટફોન TENAA સર્ટિફિકેશન ડેટાબેઝ પર સૂચિબદ્ધ કરાયો છે. આ લિસ્ટિંગને આધારે Moto X70 Air Proના સ્પેસિફિકેશન્સ જાણવા મળ્યા છે. આ મહિનાના અંતમાં તે ચીનમાં ડેબ્યૂ થવાની ધારણા છે અને તે મોટોરોલાના સિગ્નેચર બ્રાન્ડિંગ હેઠળ અથવા Motorola Edge 70 Ultra તરીકે ભારત સહિત વૈશ્વિક સ્તરે લોન્ચ થઈ શકે છે. કંપનીએ પહેલાથી જ સ્લિમ ડિઝાઇન અને પેરિસ્કોપ કેમેરાનો ઉલ્લેખ કર્યો છે. TENAA લિસ્ટિંગમાં Moto X70 Air Pro મોડેલ નંબર XT2603-1 સાથે રજૂ કરાયો છે. ડિસ્પ્લે 6.78-ઇંચ 1.5K (1264 x 2780 પિક્સેલ્સ) OLED પેનલ હશે. તેમાં 3.8GHz ની પીક ક્લોક સ્પીડ સાથે ઓક્ટા કોર ચિપસેટ હોવાનું કહેવાય છે, જે સૂચવે છે કે તે Qualcomm ના Snapdragon 8 Gen 5 ચિપથી સજ્જ થઈ શકે છે.
Moto X70 Air Pro માં અગાઉ તેમાં Snapdragon 7+ Gen 5 ચિપસેટ આપવામાં આવશે તેવા અહેવાલો સામે આવ્યા હતા. અગાઉની Geekbench લિસ્ટિંગમાં સૂચવવામાં આવ્યું હતું કે ફોન Adreno 829 GPU સાથે આવશે અને Android 16 પર ચાલશે.
Moto X70 Air Pro માં 5,100mAh બેટરી હશે અને હેન્ડસેટ અગાઉ 3C પ્રમાણપત્ર પ્લેટફોર્મ પર 90W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે દેખાયો છે, અને તે વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરે તેવી ધારણા છે.
આ સ્માર્ટફોન 8GB, 12GB અને 16GB રેમમાં મળી શકે છે, જે 256GB, 512GB અને 1TB સુધીના ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવશે.
Moto X70 Air Pro માં ત્રણ 50-મેગાપિક્સલ સેન્સર સાથે ટ્રિપલ-કેમેરા સેટઅપ સાથે આવી શકે છે, જેમાં પેરિસ્કોપ ટેલિફોટો લેન્સનો સમાવેશ થાય છે જે 3x ઓપ્ટિકલ ઝૂમને સપોર્ટ કરે છે. ફોનમાં 50-મેગાપિક્સલ સેલ્ફી શૂટર હોવાની સંભાવના છે. તેમાં, AI-સંચાલિત ઇમેજિંગ ફીચર્સ મળશે.
કનેક્ટિવિટીની વાત કરીએ તો, આ સ્માર્ટફોન 2G, 3G, 4G અને 5G નેટવર્ક, બ્લૂટૂથ અને USB કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે.
મોટો X70 એર પ્રો માં બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આવી શકે છે, આ સાથે જ તેમાં ગ્રેવિટી સેન્સર, પ્રોક્સિમિટી સેન્સર અને એમ્બિયન્ટ લાઇટ સેન્સર જેવા સેન્સર પણ રહેશે. ફોનની સાઈઝ 162.1×76.4×7.0 મીમી અને તેનું વજન લગભગ 187 ગ્રામ છે, આમ તેની મોટી સ્ક્રીન છતાં ફોન પાતળો અને વજનમાં હળવો રહેશે. મોટોરોલાએ ઓક્ટોબરમાં ચીનમાં Moto X70 Air રજૂ કર્યું હતું.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત