OnePlus Nord 6 UAE TDRAમાં દેખાયો, પહેલા SIRIMમાં હતો; મધ્ય બીજા ત્રિમાસિકમાં લોન્ચ
Photo Credit: OnePlus
TDRA વેબસાઇટ પર OnePlus Nord 6 મોડેલ નંબર CPH2795 સાથે દેખાયો
OnePlus કંપનીનો OnePlus Nord 6 UAE ની ટેલિકોમ્યુનિકેશન્સ એન્ડ ડિજિટલ ગવર્નમેન્ટ રેગ્યુલેટરી ઓથોરિટી (TDRA) વેબસાઇટ પર જોવા મળ્યો છે. તે અગાઉ મલેશિયાના SIRIM ડેટાબેઝ પર સૂચિબદ્ધ હતો. તે સ્નેપડ્રેગન 8 એલીટ ચિપ અને ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ સાથે આવે તેવી શક્યતા છે. તે 50-મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સર સાથે આવી શકે છે. OnePlus Nord 6 ને OnePlus Ace 6 ના રિબ્રાન્ડેડ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવશે તેવી ધારણા છે.
આગામી OnePlus Nord 6 TDRA વેબસાઇટ પર દેખાયો છે, જે મોડેલ નંબર CPH2795 અને ડિવાઈઝ લિસ્ટિંગ નંબર ER55010/25 હેઠળ સૂચિબદ્ધ છે. જે તેના ચોક્કસ નામની પુષ્ટિ કરે છે. મોડેલ નંબર અગાઉ SIRIM વેબસાઇટ પર જોવા મળ્યો હતો. જો કે, TDRA સૂચિ OnePlus Nord 6 ના કોઈ ફીચર્સ અંગે માહિતી જાહેર કરતી નથી.
OnePlus Nord 6 ને OnePlus Nord 5 કરતા અપગ્રેડ સાથે લોન્ચ કરાય તેવી શક્યતા છે. તે આ વર્ષના બીજા ત્રિમાસિક ગાળાની મધ્યમાં OnePlus Ace 6 ના રિબ્રાન્ડેડ વર્ઝન તરીકે રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
અત્યારસુધી પ્રાપ્ત માહિતી પ્રમાણે Android 16 આધારિત ColorOS 16 (ચીન માટે) / OxygenOS (ભારત માટે) પર ચાલશે. OnePlus Nord 6 માં 1.5K રિઝોલ્યુશન સાથે 6.83-ઇંચ ડિસ્પ્લે અને 50-મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા અને 8-મેગાપિક્સલ સેકન્ડરી સેન્સર ધરાવતો ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટ હશે. તે સ્નેપડ્રેગન 8 એલીટ ચિપસેટ, 16GB સુધીની રેમ અને 512GB સુધી ઓનબોર્ડ સ્ટોરેજ સાથે આવી શકે છે. ફોનમાં 16-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા હોવાની શક્યતા છે.
OnePlus Ace 6 ની જેમ, OnePlus Nord 6 ધૂળ અને પાણી સામે સુરક્ષા માટે IP66, IP68, IP69 અને IP69 K રેટિંગ સાથે આવી શકે છે. તેમાં 7,800mAh બેટરી અને 120W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ હોઈ શકે છે. તેના અન્ય ફીચર્સ જોઈએ તો, ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, IR બ્લાસ્ટર સાથે આવી આવી શકે.
OnePlus Ace 6 ને ઓક્ટોબરમાં ચીની બજારમાં 12GB રેમ અને 256GB ઓનબોર્ડ સ્ટોરેજ સાથેના બેઝ મોડેલ માટે CNY 2,599 (આશરે રૂ. 32,000) ની પ્રારંભિક કિંમત સાથે રજૂ કરવામાં આવ્યો હતો.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત