મોટોરોલા સિગ્નેચર સિરીઝ ટીઝર ફ્લિપકાર્ટ પર; પ્રીમિયમ, લક્ઝરી ડિઝાઇન ટૂંકમાં આવી રહ્યું છે.
Photo Credit: Motorola
મોટોરોલા સિગ્નેચર પ્રીમિયમ મિડ-રેંજ સ્માર્ટફોન તરીકે રજૂ કરાશે
મોટોરોલા સિગ્નેચર સિરીઝનું ટીઝર હમણાં જ ફ્લિપકાર્ટ પર રિલીઝ થયું છે, અને તેના પરથી જાણવા મળે છે કે સિગ્નેચર સિરીઝ ટૂંક સમયમાં આવી રહી છે. તેનો લોગો અને ડિઝાઇન જોઈને આ એક પ્રીમિયમ અને લક્ઝરી ફોન હશે તે વાત નક્કી છે.
ગયા અઠવાડિયે, મોટોરોલા સિગ્નેચરના રેન્ડર ઓનલાઈન સામે આવ્યા હતા, જેમાં સ્માર્ટફોનની ડિઝાઇન અને રંગ વિકલ્પોનો ખુલાસો થયો હતો. મોટોરોલા સિગ્નેચર, જેને 'Urus' કોડનેમ આપવામાં આવ્યું હતું અને અગાઉ એજ 70 અલ્ટ્રા તરીકે આવશે તેવી માહિતી બહાર આવી હતી.
લીક થયેલા મોટોરોલા સિગ્નેચરના ફીચર્સ પ્રમાણે તેમાં ક્વાલકોમનું સ્નેપડ્રેગન 8 જેન 5 પ્રોસેસર આવશે. જે તેને ફ્લૅગશિપ સેગમેન્ટમાં મજબૂત વિકલ્પ બનાવી શકે છે. ડિસ્પ્લેની વાત કરો તો તે 6.7-ઇંચની OLED પેનલ આપી શકે છે, જેના પર 1.5K રિઝ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ રહેશે. તેમાં, 16GB રેમ અને લેટસ્ટ એન્ડ્રોઇડ 16 પર આધારિત સોફ્ટવેર મળવાની આશા છે.
મોટોરોલા સિગ્નેચરમાં ટ્રિપલ રેર કેમેરા સેટઅપ થઈ શકે છે. તેમાં એક પેરિસ્કોપ ટેલીફોટો કેમેરા હશે. આ લેન્સ 12-71 મીમી ફોકલ રેન્કને સપોર્ટ કરી શકે છે. જેના કારણે પોર્ટ્રેટ અને લોન્ચ-રેંજ ફોટોગ્રાફીમાં શ્રેષ્ઠ રિઝલ્ટ મળી શકે છે. વધુમાં તેમાં, Sony LYTIA કેમેરા સેન્સર હોઈ શકે છે. જે OIS સાથે આવી શકે છે. આ બધા ફીચર્સ જોતા લાગે છે કે તેના કેમેરા ફોટોગ્રાફીમાં બહેતર અનુભવ આપશે.
ફ્લિપકાર્ટ વેબસાઇટ પર મોટોરોલા સિગ્નેચર ફોન અંગે લાઇવ કરાયેલા ખાસ પ્રમોશનલ પેજમાં “સિગ્નેચર ક્લાસ ટૂંક સમયમાં આવી રહ્યો છે” લખ્યું છે. આ પેજ પર સીધી રીતે મોટરોલાનું નામ નથી, પરંતુ, ગ્રાહકોને અનુમાન કરવા જણાવાયું છે. હિંટ આપતા તેમાં મોટોરોલાનો જાણીતો Batwing લોગો અને
Pantone પાર્ટનરશિપ બતાવાઈ છે. સ્ક્રીન પર સાચો જવાબ આપતા “28મી ડિસેમ્બરે પાછા આવો”, તેમ જણાવાયું છે. આથી લાગે છે કે, 28 ડિસેમ્બરના રોજ વધુ માહિતી સામે આવશે.
મોટોરોલા સિગ્નેચર પ્રીમિયમ મિડ-રેંજ સ્માર્ટફોન તરીકે રજૂ કરાશે તેમ માનવામાં આવે છે. આ જ પ્રકારની ચિપસેટ સાથે OnePlus 15R સ્માર્ટફોન પણ લોન્ચ થયો છે ત્યારે મોટોરોલા સિગ્નેચરનો મુકાબલો તેની સાથે થઈ શકે છે
જાહેરાત
જાહેરાત
OpenAI, Anthropic Offer Double the Usage Limit to Select Users Till the New Year
BMSG FES’25 – GRAND CHAMP Concert Film Now Streaming on Amazon Prime Video