Nothing Phone 4a આગામી વર્ષે લોન્ચ થઈ શકે છે

યુકે ટેક બ્રાન્ડનો Nothing Phone 4a હાલમાં જ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ની વેબસાઇટ પર જોવા મળ્યો છે

Nothing Phone 4a આગામી વર્ષે લોન્ચ થઈ શકે છે

Photo Credit: Nothing

Nothing Phone 4a બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ની વેબસાઇટ પર જોવા મળ્યો છે

હાઇલાઇટ્સ
  • ફોન 4a Pro ની સાથે આગામી વર્ષે રિલીઝ થવાની સંભાવના
  • આગામી જનરેશનનો મિડ રેન્જ ફોન બની રહે તેવી ધારણા
  • હજુ સ્પેસીફિકેશનની કોઈ જાહેરાત નહીં
જાહેરાત

યુકે ટેક બ્રાન્ડનો Nothing Phone 4a આગામી જનરેશનનો મિડરેન્જ સ્માર્ટફોન હોઈ શકે છે. હાલમાં જ તેને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ની વેબસાઇટ પર જોવા મળ્યો છે. જેને કારણે તે ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે. હજુ સુધી તેના સ્પેસિફકેશન્સ અંગે કોઈ માહિતી મળી નથી પરંતુ તે તેના અગાઉના 3a મોડેલમાં અપગ્રેડ સાથે આવી શકે છે, જે માર્ચમાં ભારતમાં સ્નેપડ્રેગન 7s Gen 3 પ્રોસેસર સાથે રજૂ કરવામાં આવ્યું હતું. હાલના મોડેલમાં 6.7-ઇંચ સ્ક્રીન, 50-મેગાપિક્સલનો ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ અને 5,000mAh બેટરી તેમજ 50W ના વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે છે.13 નવેમ્બરના રોજ BIS લિસ્ટિંગમાં ફોન 4a ની કોઈ હાર્ડવેર અથવા ડિઝાઇન વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ તે સૂચવે છે કે ડિવાઈઝ ભારતમાં નિયમનકારી પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું છે. જે હવે નજીકના ભવિષ્યમાં લોંચ થશે. ફોન 4a Pro ની સાથે, સંભવતઃ 2026 ના પ્રથમ ક્વાર્ટરમાં રિલીઝ થવાની સંભાવના છે.

આ મોબાઇલ ફોન BIS ડેટાબેસમાં સ્પોટ થયું છે. આ અપકમિંગ નથિંગ ફોન A069 મોડેલ નંબર સાથે લિસ્ટ કરવામાં આવ્યો છે. લિસ્ટમાં ફોનના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી પરંતુ તે આવનારો Nothing Phone 4a છે. Nothing Phone 3a ને A059 તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો, જ્યારે Phone 3a Pro વેરિઅન્ટ A059P મોડેલ નંબર ધરાવતો હતો. Nothing Phone 4a માં ગ્લાઇફ લાઇટ ઇન્ટરફેસ સાથે પારદર્શક બોડી ડિઝાઇન પણ હશે. જો વેબસાઇટના અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો, નથિંગ બ્રાન્ડ આ વર્ષના બદલે આવતા વર્ષ 2026 ના પ્રથમ ક્વાર્ટરમાં તેની નવી 'એ-સિરીઝ' લાઇનઅપ રજૂ કરી શકે છે.

આ વર્ષે માર્ચમાં Nothing Phone 3a 8GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે રૂ. 22,999 માં લોન્ચ કરાયો હતો. તેમાં 120Hz એડેપ્ટિવ રિફ્રેશ રેટ અને પાંડા ગ્લાસ પ્રોટેક્શન સાથે 6.7-ઇંચ AMOLED ડિસ્પ્લે છે. તેમાં Snapdragon 7s Gen 3 પ્રોસેસર છે, જે 12GB સુધીની રેમ અને 256GB સુધીની ઓનબોર્ડ સ્ટોરેજ સાથે જોડાયેલ છે.

Nothing Phone 3a માં ટ્રિપલ રીઅર કેમેરા યુનિટ છે, જેમાં 50-મેગાપિક્સલનો Samsung 1/1.57-ઇંચનો મુખ્ય સેન્સર, 50-મેગાપિક્સલનો Sony 1/2.74-ઇંચનો ટેલિફોટો સેન્સર અને 8-મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ એંગલ શૂટર છે. તેમાં 32-મેગાપિક્સલનો સેલ્ફી શૂટર છે. તેમાં બહુવિધ કસ્ટમાઇઝ વિકલ્પો સાથે Glyph ઇન્ટરફેસ છે અને 50W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh બેટરી ધરાવે છે. તેમાં ધૂળ અને પાણી સામે સુરક્ષા માટે IP64 રેટિંગ છે

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »