લોકપ્રિય મિડ-રેન્જ ફોનમાંથી એક, OnePlus 13R, હવે Flipkart પર ભારે ડિસ્કાઉન્ટ સાથે મૂકવામાં આવ્યો છે. તમે આ ફોન રૂ. 40,000 થી ઓછી કિંમતે ખરીદી શકો છો.
Photo Credit: OnePlus
OnePlus 13R હવે ફ્લિપકાર્ટ પર 40,000 રૂપિયાથી ઓછી કિંમતે ઉપલબ્ધ છે.
લોકપ્રિય મિડ-રેન્જ ફોનમાંથી એક, OnePlus 13R, હવે Flipkart પર ભારે ડિસ્કાઉન્ટ સાથે મૂકવામાં આવ્યો છે. તમે આ ફોન રૂ. 40,000 થી ઓછી કિંમતે ખરીદી શકો છો. તે મોટા ડિસ્પ્લે સાથે આવે છે અને સ્નેપડ્રેગન 8 Gen 3 ચિપસેટ દ્વારા સંચાલિત છે. તે ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે આવે છે. જો તમે તમારા સ્માર્ટફોનને અપગ્રેડ કરવાનું વિચારી રહ્યા છો, તો હવે યોગ્ય સમય હોઈ શકે છે. આવી આકર્ષક ડીલ્સ લાંબા સમય સુધી ચાલતી નથી, તેથી ત્વરિત નિર્ણય લેવો જરૂરી છે. તેમાં મળી રહેલી ઓફર અંગે આજે આપણે જાણીશું
OnePlus 13R હાલમાં ફ્લિપકાર્ટ પર રૂ. 40,889 માં લિસ્ટેડ છે, જે તેની મૂળ લોન્ચ કિંમત રૂ. 42,999 થી રૂ. 2,110 નું સીધું ડિસ્કાઉન્ટ છે. સીધા ડિસ્કાઉન્ટ ઉપરાંત, ઈ-કોમર્સ જાયન્ટ ફ્લિપકાર્ટ SBI અને ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરવામાં આવતી ચુકવણીઓ પર 5% કેશબેક પણ ઓફર કરી રહી છે, જેમાં રૂ. 4,000 સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. તેમાં દર મહિને માત્ર રૂ. 1,438 થી શરૂ થતા નો-કોસ્ટ EMI નો લાભ પણ આપવામાં આવી રહ્યો છે.
ફ્લિપકાર્ટ OnePlus 13R માં એક્સચેન્જ ઓફર કરી રહ્યું છે. જો તમે તમારા જૂના ડિવાઇસથી અપગ્રેડ કરી રહ્યા છો, તો તમે રૂ. 40,889 સુધીનું એક્સચેન્જ બોનસ પણ મેળવી શકો છો. એક્સચેન્જમાં મળતી રકમ તમારા જૂના ડિવાઇસના બ્રાન્ડ, મોડેલ અને કાર્યકારી સ્થિતિ પર આધારિત રહેશે.
OnePlus 13R માં 6.78-ઇંચ 1.5K LTPO 4.1 AMOLED ડિસ્પ્લે છે જે 120 Hz રિફ્રેશ રેટ અને 4,500 nits ની પીક બ્રાઇટનેસ સાથે છે. તેમાં ટકાઉપણ માટે આગળના ભાગે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7i છે.
તે Qualcomm ના Snapdragon 8 Gen 3 ચિપસેટ દ્વારા સંચાલિત છે, જે 16GB LPDDR5x રેમ અને 512GB UFS 4.0 સ્ટોરેજ સાથે આવે છે. 6000 mAh બેટરીથી સજ્જ છે તેમજ 80 W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવતો આ ફોન ઝડપી રિચાર્જ આપે છે.
તેના કેમેરાની વાત કરીએ તો, હેન્ડસેટમાં ટ્રિપલ-કેમેરા સેટઅપ છે જેમાં 50MP પ્રાઇમરી સેન્સર, 8MP અલ્ટ્રા-વાઇડ લેન્સ અને 50MP ટેલિફોટો કેમેરાનો સમાવેશ થાય છે. સેલ્ફી અને વિડિયો કૉલ્સ માટે તેમાં, 16MPના ફ્રન્ટ કેમેરા છે.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત