વનપ્લસ 15R ભારતમાં 17 ડિસેમ્બરે લોન્ચ થશે. લોન્ચ પહેલા, ફોનની કિંમત, સ્ટોરેજ વેરિઅન્ટ્સ અને બેંક ઑફર્સ અંગે નવા લીક્સ સામે આવ્યા છે, જેમાં 12GB RAM અને 7400mAh બેટરી જેવા મોટા અપગ્રેડનો ખુલાસો થયો છે
વનપ્લસ 15R ભારતમાં 17 ડિસેમ્બરે લોન્ચ થશે. લોન્ચ પહેલા, ફોનની કિંમત, સ્ટોરેજ વેરિઅન્ટ્સ અને બેંક ઑફર્સ અંગે નવા લીક્સ સામે આવ્યા છે, જેમાં 12GB RAM અને 7400mAh બેટરી જેવા મોટા અપગ્રેડનો ખુલાસો થયો છે. તેની સાથે વનપ્લ્સના અન્ય ઉત્પાદનો પણ લોન્ચ થશે. OnePlus 15R ભારતમાં બે સ્ટોરેજ વેરિઅન્ટમાં વેચવામાં આવશે. બંને મોડેલ 12GB રેમ સાથે આવશે. તેમજ તેમાં 256GB અને 512GB ઇન્ટરનલ સ્ટોરેજ વિકલ્પો હશે. લીક્સ પ્રમાણે 12GB અને 512GB વેરિઅન્ટની કિંમત રૂ. 52,000 રૂપિયાથી વધુ હોઈ શકે છે. જ્યારે બેઝ વેરિઅન્ટ 12GB અને 256GB સ્ટોરેજ સાથે રૂ. 47,000 થી 49,000 સુધીમાં મળશે.OnePlus લોન્ચ-ડે બેંક ડિસ્કાઉન્ટ પણ ઓફર કરે તેવી અપેક્ષા છે. આ ઑફર્સથી તેની કિંમત રૂ. 3,000 થી 4,000 ઓછી થઈ શકે છે. ફાઈનલ પ્રાઈઝ અને ઑફર્સ લોન્ચ સમયે જાહેર કરાશે.
OnePlus 15R ભારત અને અન્ય વૈશ્વિક બજારોમાં 17 ડિસેમ્બરે લોન્ચ થશે. ફોન બ્લેક અને ગ્રીન કલરમાં મળશે. OnePlus પર્પલ કલરમાં Ace Edition વેરિઅન્ટ પણ રજૂ કરશે. તે જ દિવસે, કંપની ભારતીય અને વૈશ્વિક વપરાશકર્તાઓ માટે OnePlus Pad Go 2 ટેબ્લેટ લોન્ચ કરશે. યુરોપિયન બજારોમાં ગ્રાહકો માટે OnePlus Watch Liteનું અનાવરણ કરવામાં આવશે.
165Hz રિફ્રેશ રેટ સાથે 1.5K રિઝોલ્યુશન ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 8 Gen 5 પ્રોસેસર અને 80W ફાસ્ટ ચાર્જિંગ સાથે 7,400mAh બેટરીનો સમાવેશ થાય છે. આ ફોન OxygenOS 16 પર ચાલશે અને તેમાં પ્લસ કી હશે. તેમાં 4K 120fps વિડિયો રેકોર્ડિંગ સપોર્ટ સાથે 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા અને IP68 અને IP69 રેટેડ ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ બોડી પણ હશે.
OnePlus 15R માં ઓટોફોકસ સપોર્ટ સાથે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા હશે. જે આ સેગમેન્ટમાં અત્યાર સુધીનો સૌથી અદ્યતન સેલ્ફી કેમેરા છે. ગયા વર્ષે OnePlus 13R માં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા હતો. નવું સેન્સર 30fps પર 4K વિડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે, જ્યારે 13R 1080p વિડિયો સુધી મર્યાદિત હતું. ફોનમાં DetailMax Engine પણ શામેલ છે, જે ઇમેજ ક્વોલિટી સુધારવા માટે અદ્યતન કોમ્પ્યુટેશનલ ફોટોગ્રાફીનો ઉપયોગ કરે છે.
આ અપગ્રેડ સાથે, OnePlus 15R સેલ્ફી કેમેરા રિઝોલ્યુશનમાં OnePlus 15 સાથે મેળ ખાય છે. જો કે, બંને ફોન અલગ અલગ સેન્સરનો ઉપયોગ કરે છે. OnePlus 15 Sony IMX709 સેન્સરનો ઉપયોગ કરે છે, જ્યારે OnePlus 15R માં OmniVision સેન્સર હોવાની અફવા છે.
જાહેરાત
જાહેરાત
SBI YONO 2.0 Launch: State Bank of India Reportedly Targets 20 Crore Users, Plans to Hire 6,500 Staff