હવે પછી લોન્ચ થનારા OnePlus સ્માર્ટફોન અંગેની અટકળોએ જોર પકડ્યું છે. સંભવિત OnePlus 16માં તેના અગાઉના OnePlus 15ની સરખામણીએ નોંધપાત્ર સુધારા આવે તેવી શક્યતા છે.
Photo Credit: OnePlus
OnePlus 15માં રિફ્રેશ રેટ 120Hzથી વધારી 165Hz કરવામાં આવ્યો
હવે પછી લોન્ચ થનારા OnePlus સ્માર્ટફોન અંગેની અટકળોએ જોર પકડ્યું છે. તેના અંગેની માહિતી ક્રમશ: બહાર આવી રહી છે અને તે પ્રમાણે સંભવિત OnePlus 16માં તેના અગાઉના OnePlus 15ની સરખામણીએ નોંધપાત્ર સુધારા આવે તેવી શક્યતા છે. તેમાં 240Hz રિફ્રેશ રેટ સાથેનો ડિસ્પ્લે આપવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત તેમાં, નવી 165Hz પેનલ પણ આવે તે વાતને અનુમોદન મળ્યું છે. જેને કારણે એપ્લિકેશન બદલતી વખતે, ગેમ રમતી વખતે તેમજ વિવિધ ફીડ્સ સ્ક્રોલ કરતા સમયે તેનું પ્રદર્શન વધુ સ્મૂધ રહેશે.OnePlus 16ની જાહેર થયેલી માહિતી,OnePlusClub ભરોસાપાત્ર OnePlus લીક્સ માટે જાણીતી છે. તેમાં, આવી રહેલા નવા સ્માર્ટફોનના ડિસ્પ્લે અંગેની માહિતી પોસ્ટ કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, કંપનીનું લક્ષ્ય ઉચ્ચ-રિઝોલ્યુશન સ્ક્રીન અને 240Hz ડાયનેમિક રિફ્રેશ રેટ વચ્ચે સંતુલન પ્રાપ્ત કરવાનું છે.
ખાસ કરીને, OnePlus એ ફ્લેગશિપ OnePlus 15માં રિફ્રેશ રેટને 120Hz થી 165Hz સુધી અપગ્રેડ કર્યો છે, પરંતુ તેની અસર ડિસ્પ્લે રિઝોલ્યુશન પર જોવા મળે છે. તેને 2K થી ઘટાડીને 1.5K કરવામાં આવ્યો છે. હવે પાછી રજૂ થનારા ફોનમાં તેમાં પણ સુધારો કરાશે. જો કે, હજુ સુધી OnePlus તેના કયા આવનારા સ્માર્ટફોનમાં આટલો ઊંચો રિફ્રેશ રેટ આપશે તે જણાવાયું નથી. ફોનએરેનાના અનુમાન પ્રમાણે તે આવતા વર્ષે જ, આવી રેહલા OnePlus 16 માં આવી શકે છે.
ઉચ્ચ રિફ્રેશ રેટ સામાન્ય રીતે કામગીરી દરમિયાન સરળતામાં સુધારો કરે છે. UI પર નેવિગેશન વધુ પ્રવાહી બને છે, એપ્લિકેશનો વચ્ચે સ્ક્રોલ કરવું અને સ્વાઇપ કરવું સરળ બને છે, અને રમતો વધુ પ્રતિભાવશીલ બને છે. જો કે તેની અસર બેટરો પર થાય છે અને તે ઘણી ઝડપથી ડ્રેઇન થાય છે.
પોસ્ટ પરની મોટાભાગની કોમેન્ટ X વપરાશકર્તાઓ તરફથી હતી જેમણે પ્રશ્ન કર્યો હતો કે શું ફોન પર 240Hz રિફ્રેશ રેટ બિનજરૂરી હશે. કોમેન્ટ્સમાં અન્ય લોકોએ તેના કેમેરા તેમજ અન્ય વિગતો અંગે પૂછ્યું હતું.
OnePlus 15 સાથે, કંપની તેના માલિકીના DetailMax Engine રજૂ કરી રહી છે. હેન્ડસેટમાં ટ્રિપલ 50-મેગાપિક્સલ કેમેરા છે, પરંતુ તે OnePlus 13 પરના કેમેરા કરતા નાના સેન્સર છે, જેના કારણે એવી અટકળો થઈ રહી છે કે ફ્લેગશિપ હેન્ડસેટ પરના કેમેરા ડાઉનગ્રેડ થઈ શકે છે. Gadgets360 સાથે જોડાયેલા રહો અમે તમને દરેક માહિતી બારીકી સાથે આપતા રહીશું.
જાહેરાત
જાહેરાત