OnePlus દ્વારા ની Ace સિરીઝમાં નવા ફોન OnePlus Ace 6Tની ચીનમાં રજૂ કરવાની જાહેરાત કરાઈ છે. મિડ રેન્જમાં આવતો આ સ્માર્ટફોન અન્ય બજારમાં OnePlus 15R તરીકે લોન્ચ થશે.
ચીન માટે સ્નેપડ્રેગન 8 જનરલ 5 સાથે OnePlus Ace 6T ની જાહેરાત કરવામાં આવી
OnePlus દ્વારા ની Ace સિરીઝમાં નવા ફોન OnePlus Ace 6Tની ચીનમાં રજૂ કરવાની જાહેરાત કરાઈ છે. મિડ રેન્જમાં આવતો આ સ્માર્ટફોન અન્ય બજારમાં OnePlus 15R તરીકે લોન્ચ થશે. OnePlus Ace 6T એ Qualcomm ની નવી Snapdragon 8 Gen 5 ચિપ સાથે લોન્ચ થનારો પહેલો ફોન બની રહેશે. હજુ સુધી આ ચિપ અંગેની વધુ માહિતી બહાર આવી નથી. OnePlus Ace 6T ના અન્ય ફીચર્સ જોઈએ તો, તેમાં, 6.7-ઇંચ 1.5K રિઝોલ્યુશન 165Hz OLED ડિસ્પ્લે, અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે, ડ્યુઅલ 50 મેગાપિક્સલ મુખ્ય + 8 મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ રીઅર કેમેરા સિસ્ટમ અને 32 મેગાપિક્સલ સેલ્ફી શૂટર, ધૂળ અને પાણી સામે પ્રતિકાર અંગેનું IP68, IP69 અને IP69K રેટિંગ્સ, વેપર ચેમ્બર કૂલિંગ તેમાં આવશે. આ ઉપરાંત તે વિશાળ 8000mAh બેટરીથી સજ્જ છે અને 100W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. આ ફોન ચીનમાં ColorOS 16 પર ચાલશે. તેમાં
OnePlus Ace 6Tમાં OnePlus 15માં દેખાય છે તેવી મેટલ ફ્રેમ આપવામાં આવી છે. તેમાં, માઇક્રો-આર્ક ઓક્સિડેશનનો ઉપયોગ કરશે. ફોન ત્રણ કલર બ્લેક, ગ્રીન અને પર્પલમાં મળશે. બ્લેક અને ગ્રીન કલરમાં પાછળની બાજુ સિલ્કી ટેક્સચર આપવામાં આવ્યું છે જ્યારે પર્પલ કલરમાં બેકસાઇડ ફાઇબર ગ્લાસ આપવામાં આવ્યો છે.
આવનારો OnePlus 15R આ નવા Ace 6T મોડેલ પર આધારિત હશે, અગાઉની માન્યતા પ્રમાણે તે Ace 6 પર આધારિત નથી. હાલ આપણે ફક્ત એટલો જ તફાવત જોઈ શકીએ છીએ કે 15R સમાર્ટફોન 6T ના પર્પલ કલરમાં આવતો નથી.
OnePlus સ્નેપડ્રેગન 8 Gen5 ના ડેવલપમેન્ટમાં સંકળાયેલું છે, જે નવી પેઢીના વિન્ડ ચેઝર ગેમિંગ કર્નલ સાથે ફેક્ટરી-ઇન્સ્ટોલ કરેલું છે, 165Hz અલ્ટ્રા-હાઈ ફ્રેમ રેટને સપોર્ટ કરે છે, અને ચોક્કસ રાષ્ટ્રીય-સ્તરની મોબાઇલ ગેમ માટે પ્રથમ 165Hz અનુકૂલન પણ સુરક્ષિત કર્યું હોવાનું લીકર ડિજિટલ ચેટ સ્ટેશન કહે છે.
વધુમાં, ફોન અલ્ટ્રાસોનિક ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, X-એક્સિસ લીનિયર મોટર, ડ્યુઅલ સ્પીકર્સ અને NFC સપોર્ટ સાથે આવી શકે છે.
ચીનની કંપની OnePlus એ ન્યૂ યોર્કમાં એક ઇવેન્ટમાં તેમની નવી ફ્લેગશિપ સ્માર્ટફોન OnePlus 6T લોન્ચ કર્યો હતો. OnePlus 6T માં 6.41 ઇંચની OLED સ્ક્રીન આપવામાં આવી છે. OnePlus 6T માં વિશ્વની સૌથી ઝડપી ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. કંપની અનુસાર માત્ર 0.34 સેકન્ડમાં ફોનને અનલોક કરી શકાય છે.
જાહેરાત
જાહેરાત