OnePlus Ace 6T, ટૂંક સમયમાં ચીનમાં લોન્ચ થવાની ધારણા છે. તેના ડેબ્યૂ પહેલા, કંપનીએ સત્તાવારરીતે તેનું ટીઝર રજૂ કર્યું છે
Photo Credit: OnePlus
OnePlus Ace 6T ત્રણ કલરમાં મળશે.
OnePlus Ace 6T, ટૂંક સમયમાં ચીનમાં લોન્ચ થવાની ધારણા છે. તેના ડેબ્યૂ પહેલા, કંપનીએ સત્તાવારરીતે તેનું ટીઝર રજૂ કર્યું છે જેમાં, તેની ડિઝાઇન અને કલરનો અંદાજ આવે છે. તેમાં, OnePlus Ace 6T ફ્લેટ ફ્રેમ અને ચોરસ કેમેરા ડેકોરેશન સાથે દેખાય છે. આ દેખાવ હાલમાં જ લોન્ચ કરાયેલા OnePlus 15 જેવું જ છે. OnePlus Ace 6T 8,000mAh બેટરી સાથે આવવાનું ટીઝ કરવામાં આવ્યું છે.
OnePlus એ Weibo પોસ્ટમાં OnePlus Ace 6T નો ફર્સ્ટ લુક શેર કર્યો છે. જેમાં, તે બ્લેક, ગ્રીન અને પર્પલ કલરમાં જઈ શકાય છે. તેને પૂરો કવર કરવા "અલ્ટ્રા-નેરો" બેઝલ્સ અને મોટી ફ્લેટ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં ગ્લાસ-ફાઇબર રીઅર પેનલ આપવામાં આવી છે જે "સિલ્ક ગ્લાસ" ફીલ પ્રદાન કરે છે અને ફિંગરપ્રિન્ટ્સની છાપથી બચાવે છે. પાછળ, OnePlus Ace 6T માં ખૂણામાં કર્વ ધરાવતા ચોરસ કેમેરા મોડ્યુલ અને ડ્યુઅલ સેન્સર જણાય છે. કેમેરાની સાથે LED ફ્લેશ પણ જોઈ શકીએ છીએ.
આ ઉપરાંત, OnePlus Ace 6T ને કસ્ટમાઇઝ કરી શકાય તેવી પ્લસ કી સાથે આવી શકે છે. જે એક શોર્ટકટ કી તરીકે કામ આપશે. જે વિવિધ સિસ્ટમ એક્શન, જેમ કે સાયલન્ટ, ટોર્ચ, કેમેરા, ટ્રાન્સલેટ, ફ્લેશલાઇટ, રેકોર્ડિંગ, સ્ક્રીનશોટ અને ડુ નોટ ડિસ્ટર્બ મોડ માટે કસ્ટમાઇઝ કરી શકાય છે. વધુમાં, તેનો ઉપયોગ પ્લસ માઇન્ડ AI સુવિધાને સક્રિય કરવા માટે પણ થઈ શકે છે.
કંપનીએ લોન્ચ થઈ રહેલા ફોનના કેટલાંક સ્પેસિફિકેશન પણ જાહેર કર્યા છે તે પ્રમાણે OnePlus Ace 6T 8,000mAh બેટરીથી સજ્જ હશે. જે અત્યાર સુધીના કોઈપણ OnePlus સ્માર્ટફોનનો સૌથી છે. ટિપસ્ટર @Gadgetsdata એ દાવો કર્યો છે કે OnePlus Ace 6T આગામી સ્નેપડ્રેગન 8 Gen 5 દ્વારા સંચાલિત હશે, જે આ અઠવાડિયે ચીનમાં લોન્ચ થવાનું છે. તેની કામગીરી સ્નેપડ્રેગન 8 Elite ની સમકક્ષ હોવાનું માનવામાં આવે છે પણ તેના કરતાં વધુ કાર્યક્ષમ છે.
OnePlus Ace 6T ડ્યુઅલ રીઅર કેમેરા સાથે આવશે, જેમાં 50-મેગાપિક્સલનો મુખ્ય કેમેરા અને 15-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ આવશે. તેને ભારત અને વૈશ્વિક બજારોમાં OnePlus 15R તરીકે લોન્ચ કરવામાં આવે તેવી એક ધારણા છે. આ સ્માર્ટફોન OnePlus 6T ના વારસાને આગળ ધપાવશે તેવું કહેવાય છે, જેનો અર્થ એ થાય કે તેમાં ઉચ્ચ રિફ્રેશ રેટ ડિસ્પ્લે, અવ્વલ પ્રદર્શન, અલ્ટ્રા-ફાસ્ટ ફિંગરપ્રિન્ટ અનલોકિંગ અને સ્ટાઇલિશ ડિઝાઇન મળશે
જાહેરાત
જાહેરાત
Redmi Pad 2 Pro, Redmi Buds 8 Pro Could Launch in China Soon