ચાઇના સ્થિત વનપલ્સ કન્ઝ્યુમર ઇલેક્રોનિક્સ કંપનીએ ગુરુવારે ઘરેલુ બજારમાં OnePlus Turbo 6 અને Turbo 6V લોન્ચ કર્યા છે.
Photo Credit: OnePlus
OnePlus Turbo 6V ફિયરલેસ બ્લુ, લોન બ્લેક અને નોવા વ્હાઇટ (અનુવાદિત) રંગોમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
ચાઇના સ્થિત વનપલ્સ કન્ઝ્યુમર ઇલેક્રોનિક્સ કંપનીએ ગુરુવારે ઘરેલુ બજારમાં OnePlus Turbo 6 અને Turbo 6V લોન્ચ કર્યા છે. OnePlus Turbo 6 Snapdragon 8s Gen 4 SoC દ્વારા સંચાલિત છે, જ્યારે OnePlus Turbo 6V Snapdragon 7s Gen 4 ચિપસેટ પર ચાલે છે. તે 9,000mAh બેટરીથી દ્વારા સમર્થિત છે. તેઓ 16GB સુધીની RAM અને 512GB સુધીની ઓનબોર્ડ સ્ટોરેજથી સજ્જ છે. બંને ફોનમાં ધૂળ અને પાણી પ્રતિકાર માટે IP66 + IP68 + IP69 + IP69K રેટિંગ છે. વનપ્લસ ટર્બો 6, 12GB રેમ અને 256GB સ્ટોરેજ સાથેની કિંમત CNY 2,099 (આશરે રૂ. 27,000) છે. તેમાં,12GB રેમ અને 512GB સ્ટોરેજ, 16GB રેમ અને 256GB સ્ટોરેજ તેમજ 16GB રેમ અને 512GB સ્ટોરેજ સાથે આવતા વિકલ્પોની કિંમત અનુક્રમે CNY 2,399 (આશરે રૂ. 30,000), CNY 2,599 (આશરે રૂ. 33,000) અને CNY 2,899 (આશરે રૂ. 37,000) છે. તે લાઇટ ચેઝર સિલ્વર, લોન બ્લેક અને વાઇલ્ડ ગ્રીન ક્લરમાં મળશે.
વનપ્લસ ટર્બો 6V ના 8GB રેમ અને 256GB સ્ટોરેજ કન્ફિગરેશનની કિંમત CNY 1,699 (આશરે રૂ. 21,000) છે. 12 GB રેમ અને 256 GB તેમજ 12 GB રેમ અને 512 GB સ્ટોરેજ સાથેના ફોનની કિંમત અનુક્રમે CNY 1,899 (આશરે 24,૦૦૦ રૂપિયા) અને CNY 2,199 (આશરે 28,૦૦૦ રૂપિયા) છે. તે ફિયરલેસ બ્લુ, લોન બ્લેક અને નોવા વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ છે.
OnePlus Turbo 6 માં ડ્યુઅલ સિમ (Nano+Nano) ની સગવડ છે તેમજ તે OnePlus Turbo 6 Android 16 પર આધારિત ColorOS 16 પર ચાલે છે. તેમાં Adreno 825 GPU સાથે Snapdragon 8s Gen 4 SoC છે.OnePlus Turbo 6 માં 16GB સુધી LPDDR4X RAM અને 512GB સુધી UFS 3.1 સ્ટોરેજ છે.
ડિસ્પ્લેની વાત કરીએ તો, 6.78-ઇંચ ફુલ-HD+ (1,272x 2,772 પિક્સેલ્સ) ફ્લેક્સિબલ AMOLED ડિસ્પ્લે છે. 450ppi પિક્સેલ ડેન્સિટી, રિફ્રેશ રેટ 60Hz થી 165Hz વચ્ચે સ્વિચ કરે છે. સ્ક્રીન 100 ટકા DCI-P3 કલર ગેમટ, 1800 nits પીક બ્રાઇટનેસ અને 330Hz સુધી ટચ સેમ્પલિંગ રેટ પ્રદાન કરે છે. તેમાં Adreno 825 GPU સાથે Snapdragon 8s Gen 4 SoC છે.
તે ડ્યુઅલ રીઅર કેમેરા સાથે આવે છે. f/1.8 એપરચર, ઓટોફોકસ સાથે 50-મેગાપિક્સલનો વાઇડ-એંગલ મુખ્ય સેન્સર, 20x ડિજિટલ ઝૂમ સાથે 2-મેગાપિક્સલનો મોનોક્રોમ કેમેરાનો સમાવેશ થાય છે. ફ્રન્ટ કેમેરા 16 મેગાપિક્સલનો છે.
OnePlus Turbo 6 ના કનેક્ટિવિટી વિકલ્પોમાં 5G, Wi-Fi 7, Bluetooth, GPS/AGPS, Galileo, GLONASS, Beidou, NFC અને USB Type-C પોર્ટનો સમાવેશ થાય છે. બોર્ડ પરના સેન્સરમાં એક્સીલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, કલર ટેમ્પરેચર સેન્સર, ઇ-કંપાસ, ગાયરોસ્કોપ, ઇન્ફ્રારેડ રિમોટ કંટ્રોલ અને પ્રોક્સિમિટી સેન્સરનો સમાવેશ થાય છે. ઓથેન્ટિફિકેશન માટે ઇન-ડિસ્પ્લે ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ સેન્સર છે.
OnePlus Turbo 6 માં 9,000mAh બેટરી છે જે 80W SuperVOOC ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેની સાઈઝ જોઈએ તો, 162.46x77.45x8.50 mm અને તેનું વજન લગભગ 217 ગ્રામ છે.
OnePlus Turbo 6V માં OnePlus Turbo 6 મોડેલ જેવા જ સિમ, સોફ્ટવેર, ડિસ્પ્લે અને IP રેટિંગ છે. OnePlus Turbo 6V સ્નેપડ્રેગન 7s Gen 4 ચિપસેટ સાથે Adreno 810 GPU, 12GB સુધી LPDDR4X RAM અને 512GB સુધી UFS 3.1 સ્ટોરેજ પર ચાલે છે. તેમાં 6.78-ઇંચ ફુલ HD+ (1,272x2,772 પિક્સેલ્સ) ફ્લેક્સિબલ AMOLED ડિસ્પ્લે છે જેમાં 93.5 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો, 1,800 nits પીક બ્રાઇટનેસ અને 300Hz સુધીનો ટચ સેમ્પલિંગ રેટ છે.
ઓપ્ટિક્સ માટે, OnePlus Turbo 6V માં ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટ છે જેમાં 50-મેગાપિક્સલનો વાઇડ-એંગલ મુખ્ય કેમેરા અને 2-મેગાપિક્સલ મોનોક્રોમ લેન્સનો સમાવેશ થાય છે. 16-મેગાપિક્સલનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરા છે. કનેક્ટિવિટી જોઈએ તો, બ્લૂટૂથ, Wi-Fi 6, USB Type-C અને NFCનો સમાવેશ થાય છે. સેન્સર OnePlus Turbo 6 વેરિઅન્ટ જેવા જ છે. OnePlus Turbo 6V માં 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 9,000mAh બેટરી છે.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત