OnePlus તેના ત્રણ નવા ડિવાઇઝ 17 ડિસેમ્બરે લોન્ચ કરી રહ્યું છે. કંપની ભારત અને યુરોપમાં OnePlus 15R સ્માર્ટફોન અને OnePlus Pad Go 2 ટેબ્લેટ રજૂ કરશે. તે જ દિવસે, યુરોપિયન બજારોમાં OnePlus Watch Lite પણ લોન્ચ કરાશે.
Photo Credit: OnePlus
OnePlus Watch Lite માં 1.46-ઇંચ AMOLED ડિસ્પ્લે તેજસ્વી સ્પષ્ટ દર્શન આપે છે
OnePlus તેના ત્રણ નવા ડિવાઇઝ 17 ડિસેમ્બરે લોન્ચ કરી રહ્યું છે. કંપની ભારત અને યુરોપમાં OnePlus 15R સ્માર્ટફોન અને OnePlus Pad Go 2 ટેબ્લેટ રજૂ કરશે. તે જ દિવસે, યુરોપિયન બજારોમાં OnePlus Watch Lite પણ લોન્ચ કરાશે. આ લોન્ચ અગાઉ જ કંપનીએ Watch Lite ના ફિચર્સની માહિતી જાહેર કરી છે. આ સાથે OnePlus 15R માં શું હોઈ શકે તે પણ જણાવાયું છે.OnePlus Watch Lite ના ફીચર્સ,OnePlus Watch Lite ને પાતળા અને હળવા બિલ્ડ સાથે ડિઝાઇન કરવામાં આવી છે. તે 60-સેકન્ડનો વેલનેસ ઓવરવ્યૂ આપે છે જે દૈનિક પ્રવૃત્તિ ટ્રેકિંગ, હૃદયના ધબકારાનો ડેટા, સ્લીપ ટ્રેકિંગ, SpO2 રીડિંગ્સ અને મન અને શરીર અંગેની સમજ એકસાથે દર્શાવે છે. OnePlus દાવો કરે છે કે આ સ્માર્ટવોચ એક જ ચાર્જ પર 10 દિવસ સુધી બેટરી લાઇફ આપી શકે છે.
આ ઘડિયાળ WearOS સિવાયના પ્લેટફોર્મ પર ચાલશે તેવી ધારણા છે, કારણ કે હાલમાં કોઈ WearOS સ્માર્ટવોચ આ સ્તરની બેટરી લાઇફ ઓફર કરતી નથી. તે Android અને iOS બંને ઉપકરણો સાથે કામ કરશે, જેનાથી વપરાશકર્તાઓ એક ઘડિયાળ પર બે ફોનમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરી શકશે. કોન્ટેક્ટલેસ ફીચર્સ માટે NFC સપોર્ટનો સમાવેશ થાય છે. લોકેશનની એક્યુરસી સુધારવા માટે વોચ લાઇટમાં એન્હેન્સ્ડ ડ્યુઅલ-ફ્રિકવન્સી GPS પણ છે. તે બ્લેક અને સિલ્વર કલરમાં મળશે.
વોચ લાઇટમાં 1.46-ઇંચ AMOLED ડિસ્પ્લે છે. સ્પોર્ટ્સ મોડમાં સ્ક્રીન 3,000 nits અને નિયમિત ઉપયોગ દરમિયાન 600 nits સુધી પહોંચે છે. આ સ્માર્ટવોચ 8.9mm જાડી અને 35 ગ્રામ વજન સાથે આવી શકે છે.
વોચ સાથે જ OnePlus 15 સિરીઝમાં OnePlus 15R લોન્ચ કરાશે. જે ચીનમાં રજૂ થયેલા OnePlus Ace 6T પર આધારિત હોવાની અપેક્ષા છે, જે Snapdragon 8 Gen 5 ચિપસેટ દ્વારા સંચાલિત છે. OnePlus 15R માં ફ્લેટ ફ્રેમ અને ઉપર-ડાબા ખૂણામાં 45-ડિગ્રી ખૂણા પર મૂકવામાં આવેલ કેમેરા મોડ્યુલ છે. તે ધૂળ અને પાણી સામે રક્ષણ માટે IP66, IP68, IP69 અને IP69K રેટિંગ ધરાવે છે. તે ચારકોલ બ્લેક અને મિન્ટ બ્રીઝ કલરમાં મળશે. તેમાં 7,400mAh બેટરી અને 80W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવશે.
ડિસ્પ્લેની વાત કરીએ તો, ફોનમાં 165Hz રિફ્રેશ રેટ સાથે 6.83-ઇંચ 1.5K OLED પેનલ અને ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ સેન્સર હોવાની અપેક્ષા છે. ફોનમાં આંખની સુરક્ષા માટે TÜV Rheinland Intelligent Eye Care 5.0 પણ હશે.
કેમેરા સેટઅપમાં 50 મેગાપિક્સલનો મુખ્ય સેન્સર, 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા અને32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા રહેશે. વિડિયોગ્રાફીની વાત કરીએ તો, 120 ફ્રેમ પ્રતિ સેકંડ પર 4K રેકોર્ડિંગ ક્ષમતા સાથે આવશે.
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
BGMI Air Set to Launch in India on December 10; Closed Beta Testing to Begin Later This Month
WhatsApp Rolls Out Recent Media Suggestions Feature for Android and iOS Users: Report