ઓપ્પો હાલમાં તેની A-સિરીઝના સ્માર્ટફોન પર કામ કરી રહ્યું છે. જેમાં, Oppo A6 4G અને Oppo A6xનો સમાવેશ થાય છે. જો કે તેની જાહેરાત થાય તે અગાઉ જ Oppo A6x ના સ્પેસિફિકેશન્સ લીક થયા છે.
Photo Credit: Oppo
ભારતમાં Oppo A5x (ચિત્રમાં) ના અનુગામી તરીકે Oppo A6x લોન્ચ થવાની ધારણા છે.
ઓપ્પો હાલમાં તેની A-સિરીઝના સ્માર્ટફોન પર કામ કરી રહ્યું છે. જેમાં, Oppo A6 4G અને Oppo A6xનો સમાવેશ થાય છે. જો કે તેની જાહેરાત થાય તે અગાઉ જ Oppo A6x ના સ્પેસિફિકેશન્સ લીક થયા છે. મળતી માહિતી પ્રમાણે આ સ્માર્ટફોન ડાયમેન્સિટી 6500 ચિપસેટ દ્વારા સંચાલિત થઈ શકે છે અને એન્ડ્રોઇડ 15 પર ચાલે છે. તેની સાઈઝ 8.58mm છે અને તે 212 ગ્રામ સુધી વજન ધરાવે છે. Oppo A6x માં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.75-ઇંચ HD+ LCD સ્ક્રીન હશે. ઓપ્ટિક્સ માટે, તેમાં ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટ આવી શકે છે, જેમાં 13-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને સેકન્ડરી VGA સેન્સરનો સમાવેશ થાય છે. તેમાં સેલ્ફી અને વિડિયો કૉલ્સ માટે 5-મેગાપિક્સલનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરા હોઈ શકે છે.
Oppo A6x મીડિયાટેક ડાયમેન્સિટી 6300 ચિપસેટ દ્વારા સંચાલિત થશે. આ ચિપસેટ Oppo A5x માં પણ આવે છે. જો એ હજુ સુધી રેમ અને સ્ટોરેજની માહિતી મળી નથી. ફોન એન્ડ્રોઇડ 15 પર આધારિત ColorOS 15 પર ચાલશે તેવું માનવામાં આવે છે.
ડાયમેન્શનની દ્રષ્ટિએ, ફોન 8.58mm જાડાઈ અને લગભગ 212g વજન સાથે આવશે. Oppo A6x ધૂળ અને પાણી સામે સુરક્ષા માટે Oppo IP64 રેટિંગ સાથે આવે તેવી ધારણા છે. હેન્ડસેટમાં 6,500mAh બેટરી હોઈ શકે છે જે 45W પર વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Oppo A6x તાજેતરમાં મલેશિયાના SIRIM ડેટાબેઝ પર જોવા મળ્યો હતો જેનો મોડેલ નંબર CPH2819 છે. આ લિસ્ટિંગ એશિયન બજારોમાં ફોન નજીકના ભવિષ્યમાં બજારમાં આવે તેવો સંકેત આપે છે.
Oppo A6x ભારતમાં Oppo A5x ના અનુગામી તરીકે લોન્ચ થવાની અપેક્ષા છે. Oppo A5x આ વર્ષે મે મહિનામાં 4GB રેમ અને 128GB સ્ટોરેજ કન્ફિગરેશન સાથે રૂ. 13,999 ની પ્રારંભિક કિંમતે રજૂ કરવામાં આવ્યો હતો. તે મિડનાઇટ બ્લુ અને લેસર વ્હાઇટ એમ બે ક્લરમાં મળે છે. કંપનીના જણાવ્યા મુજબ, Oppo A5x 5G ફ્લેગશિપ-ગ્રેડ રિઇનફોર્સ્ડ ગ્લાસ સાથે આવે છે જે તેના અગાઉ લોન્ચ કરાયેલા ફોન કરતા 160 ટકા વધુ ઈમ્પેક્ટ રેઝિસ્ટન્સ ધરાવે છે.
જાહેરાત
જાહેરાત