Oppo K13 Turbo સિરીઝ રજૂ કર્યા પછી તેના અનુગામી તરીકે K15 Turbo અને K15 Turbo Pro પર કામ કરી રહ્યું છે. આ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી પરંતુ, જાન્યુઆરી 2026માં લોન્ચ થઈ શકે છે.
Oppo K13 Turbo Pro માં 7,000mAh ની બેટરી છે.
Oppo K13 Turbo સિરીઝ રજૂ કર્યા પછી તેના અનુગામી તરીકે K15 Turbo અને K15 Turbo Pro પર કામ કરી રહ્યું છે. આ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી પરંતુ, તેના પ્રો મોડેલની વિગતો અવાર નવાર બહાર આવતી રહે છે. નવા આવેલા લીક્સ પ્રમાણે તેના સ્પેસિફિકેશનની માહિતી સામે આવી છે.નવીનતમ લીક વિશ્વસનીય ટિપસ્ટર ડિજિટલ ચેટ સ્ટેશન તરફથી આવ્યું છે, જે દાવો કરે છે કે ટોપ-એન્ડ K15 શ્રેણી મોડેલ નવા મીડિયાટેક ડાયમેન્સિટી 9500s ચિપસેટ દ્વારા સંચાલિત હશે. જો કે, અગાઉના લીક્સ પ્રમાણે K15 Turbo Pro તાજેતરમાં લોન્ચ થયેલ સ્નેપડ્રેગન 8 Gen 5 SoC થી સજ્જ હોઈ શકે છે. એવું લાગે છે કે Oppo એ ફોનના સ્પેક્સમાં કેટલાક ફેરફારો કર્યા હશે.
આ સ્માર્ટ ફોનમાં એક એક્ટિવ કૂલિંગ ફેન પણ હોઈ શકે છે. જે Oppo K13 ટર્બો પ્રો પર જોવા મળતા ફેન જેવો જ છે. K15 Turbo Pro ના કેમેરા જોઈએ તો, 50MP પ્રાઇમરી રીઅર કેમેરા હશે. જે Oppo K13 Turbo Pro પર જોવા મળતા ફેન જેવો જ છે. ફોનમાં ફ્લેટ 6.78-ઇંચ LTPS OLED ડિસ્પ્લે અને મોટી ક્ષમતાવાળી બેટરી હોવાની શક્યતા છે.
ઓપ્પો 2026ની શરૂમાં ચીનમાં અનેક સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. જે તે જ સમયે ભારતમાં પણ રજૂ કરાશે. જેમાં, Oppo K15 Turbo Pro, Find N6 અને Find X9 Ultra નો સમાવેશ થાય છે. K15 Turbo અને K15 Turbo Pro બંને ડિવાઈઝ 7,000mAh થી 8,000mAh બેટરીથી સજ્જ હોઈ શકે છે.
ઓપ્પો તેની K -સિરીઝનું સંપૂર્ણ નવીનીકરણ રજૂ કરવાની યોજના ધરાવે છે. અનેક ચીની સાઇટ્સ દ્વારા ફેલાયેલી લીક થયેલી માહિતી અનુસાર, નવા મોડેલ લાઇનઅપમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવશે. ખાસ કરીને, આ લાઇનઅપમાં મોટા ડિસ્પ્લે કદ, નવા મીડિયાટેક પ્રોસેસર અને સક્રિય કૂલિંગ ફેન્સનો ઉપયોગ કરાશે.
જાહેરાત
જાહેરાત