OPPO કંપની Reno15 Pro Mini લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે

OPPO કંપની Reno15 Pro Mini લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જે OPPO દ્વારા Reno સિરીઝમાં પ્રથમ વખત કોમ્પેક્ટ ફોન રજૂ કરવામાં આવશે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે નાના, સરળતાથી પકડી શકાય તેવા સ્માર્ટફોન બજારમાં પાછા આવી રહ્યા છે.

OPPO કંપની Reno15 Pro Mini લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે

OPPO ટૂંક સમયમાં ભારત અને વૈશ્વિક સ્તરે તેની મિડ-રેન્જ રેનો લાઇનઅપને રિફ્રેશ કરશે.

હાઇલાઇટ્સ
  • નાના, સરળતાથી પકડી શકાય તેવા સ્માર્ટફોન બજારમાં પાછા આવી રહ્યા છે
  • Reno15 Pro Mini ગ્લેશિયર વ્હાઇટ કલર વિકલ્પમાં આવવાની અપેક્ષા છે
  • ફોન IP66, IP67 અને IP69 રેટિંગ સાથે આવશે
જાહેરાત

OPPO કંપની Reno15 Pro Mini લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જે OPPO દ્વારા Reno સિરીઝમાં પ્રથમ વખત કોમ્પેક્ટ ફોન રજૂ કરવામાં આવશે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે નાના, સરળતાથી પકડી શકાય તેવા સ્માર્ટફોન બજારમાં પાછા આવી રહ્યા છે. આમ, OPPO ટૂંક સમયમાં ભારત અને વૈશ્વિક સ્તરે તેના મિડ-રેન્જ રેનો લાઇનઅપને રિફ્રેશ કરશે. OPPO Reno15 Pro Mini પ્રીમિયમ ડિઝાઇન સાથે સમાધાન કર્યા વિના કોમ્પેક્ટનેસને પ્રાથમિકતા આપશે. આ સ્માર્ટફોન 6.32-ઇંચ AMOLED સ્ક્રીન સાથે આવશે, જે તેને વર્તમાન ધોરણો દ્વારા કોમ્પેક્ટ શ્રેણીમાં મૂકે છે. તેનું વજન 187 ગ્રામ, જાડાઈ 7.99 mm અને પાતળા બેઝલ્સ 1.6 mm હોવાની અપેક્ષા છે.
વધુમાં, Reno15 Pro Mini ગ્લેશિયર વ્હાઇટ કલર વિકલ્પમાં આવવાની અપેક્ષા છે, જેમાં રિબન ડિઝાઇન હશે. આ ડિઝાઇન સફેદ Reno15 Pro Mini મોડેલ માટે અનોખી હશે. ફોનમાં ગ્લાસ બેક હશે, જે Reno લાઇનઅપના પ્રીમિયમ ફીલને અનુરૂપ હશે. OPPO રેનો સિરીઝમાં ડિઝાઇન ફિનિશ સાથે પ્રયોગ કરવા માટે જાણીતું છે.

ધૂળ અને પાણી સામે રક્ષણ માટે ફોન IP66, IP67 અને IP69 રેટિંગ સાથે આવશે જે સારો ગણાય છે.

એક અહેવાલ પ્રમાણે આ સિરીઝના કોમ્પેક્ટ ફોનનું નામ OPPO Reno15 Mini હશે, પરંતુ પછીના લીક્સ સૂચવે છે કે વેનીલા Reno15 કોમ્પેક્ટ મોડેલ પોતે જ હોઈ શકે છે. OPPO Reno15 શ્રેણી પહેલાથી જ ચીનમાં રજૂ કરવામાં આવી છે, જેમાં પ્રમાણભૂત Reno15 અને Reno15 Pro મોડેલનો સમાવેશ થાય છે. જેમાં, AMOLED સ્ક્રીન, મોટી બેટરી અને અપડેટેડ કેમેરા સેટઅપનો સમાવેશ થાય છે, જે દર્શાવે છે કે, રેનો સીરિઝ તેના સ્માર્ટફોનમાં આપવામાં આવતી ડિઝાઇન અને બેટરી બંને બાબતે હંમેશા વધુ સારું આપવાનો પ્રયાસ કરે છે. ચીનમાં કોઈ પ્રો મીનીનું અનાવરણ થયું ન હતું, જે સંકેત આપે છે કે OPPO Reno15 Pro મીની મર્યાદિત દેશો માટે ડિઝાઇન કરાયો છે.

Reno15 Pro Mini ના ભૂતકાળના લીક્સના આધારે, કહી શકાય કે, OPPO સીરિઝ સાથે પ્રદેશ-વિશિષ્ટ અભિગમ અપનાવી શકે છે અને Snapdragon 7 Gen 4 ચિપસેટ સાથે Reno15 ને વૈશ્વિક સ્તરે લોન્ચ કરી શકે છે. આ ચાઇનીઝ Reno15 થી અલગ છે, જે MediaTek Dimensity 8450 પ્રોસેસરનો ઉપયોગ કરે છે. તેમાં, 6,500 mAh ની બેટરી ક્ષમતા અને 80W વાયર્ડ ચાર્જિંગ માટે સપોર્ટનો સમાવેશ થાય છે. સિરીઝના એક મોડેલમાં 50MP ટેલિફોટો લેન્સ સહિત ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ આવી શકે છે. આ સીરિઝ ડિસેમ્બરમાં ભારતમાં ડેબ્યૂ થઈ શકે છે.

OPPO દ્વારા કોમ્પેક્ટ રેનો ફોન રજૂ કરવાનો નિર્ણય નાના, વધુ અર્ગનોમિક ફોર્મ ફેક્ટર્સ તરફ ઇન્ડસ્ટ્રી જઈ રહી હોવાનું દર્શાવે છે. વર્ષોથી ફોન મોટા બનતા અને સ્ક્રીનના કદમાં વધારો થયા પછી, ઘણી બ્રાન્ડ્સ હવે નાના ફોન તરફ પાછા ફરી રહી છે. OnePlus 13s, Vivo X200 Pro Mini અને આ વર્ષના Vivo X300 જેવા મોડેલોએ કોમ્પેક્ટ ફ્લેગશિપ્સ તેનું ઉદાહરણ છે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »