Realme 16 Pro લોન્ચ થાય તે અગાઉ તેના સ્ટોરેજ અને કલર વિકલ્પ લીક

Realme 16 Pro લોન્ચ થાય તે અગાઉ તેના સ્ટોરેજ અને કલર વિકલ્પોની માહિતી જાણવા મળી છે. ફોનનું ચાઇનીઝ એડિશન, મોડેલ નંબર RMX5121 સાથે TENAA સર્ટિફિકેશન ડેટાબેઝમાં જોવા મળ્યું છે

Realme 16 Pro લોન્ચ થાય તે અગાઉ તેના સ્ટોરેજ અને કલર વિકલ્પ લીક

Photo Credit: Realme

ફોન પેબલ ગ્રે, માસ્ટર ગોલ્ડ, ઓર્કિડ પર્પલ કલર્સમાં આવી શકે છે

હાઇલાઇટ્સ
  • Realme 16 Pro, Android 16 પર આધારિત Realme UI 7 પર ચાલશે
  • Realme 16 Pro ડ્યુઅલ કેમેરા સાથે આવશે
  • Realme 16 Pro ના સ્ટોરેજ વિકલ્પ સામે આવ્યા
જાહેરાત

Realme 16 Pro લોન્ચ થાય તે અગાઉ તેના સ્ટોરેજ અને કલર વિકલ્પોની માહિતી જાણવા મળી છે. ભારતીય બજાર માટે 16 Pro નો મોડેલ નંબર RMX5120 છે. ફોનનું ચાઇનીઝ એડિશન, મોડેલ નંબર RMX5121 સાથે TENAA સર્ટિફિકેશન ડેટાબેઝમાં જોવા મળ્યું છે. લિસ્ટિંગમાં ડિવાઇસના સ્પેસિફિકેશન જાણવા મળ્યા છે. આ ફોન ત્રણ નવા કલર્સ પેબલ ગ્રે, માસ્ટર ગોલ્ડ અને ઓર્કિડ પર્પલમાં લોન્ચ થઈ શકે છે.

Realme 16 Pro, Android 16 પર આધારિત Realme UI 7 સાથે આવે તેવી અપેક્ષા છે. ડિવાઈઝની ચિપ અંગે કોઈ ખુલાસો કરાયો નથી પણ તે 2.5GHz પર કાર્ય કરે છે.

Realme 16 Pro માં 7,000mAh બેટરી છે, પરંતુ TENAA એ તેની રેટેડ ક્ષમતા ફક્ત 6,830mAh તરીકે ઉલ્લેખ કર્યો છે. અગાઉના વર્ઝનની જેમ Realme 16 Pro પણ 80W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરશે. લિસ્ટિંગમાં એ પણ ઉલ્લેખ છે કે તેમાં અલ્ટ્રાસોનિક ઇન-સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સેન્સર અને IR બ્લાસ્ટર છે.

ભારતમાં તે 8GB રેમ અને 128GB સ્ટોરેજ થી લઈને 12GB રેમ અને 512GB સ્ટોરેજ સાથે આવશે. Realme 16 Pro ડ્યુઅલ કેમેરા સાથે આવશે જેમાં, 200-મેગાપિક્સલ + 8-મેગાપિક્સલ કેમેરા આવશે તેમજ ફ્રન્ટ કેમેરા 50-મેગાપિક્સલ સાથે આવશે.

TENAA લિસ્ટિંગ મુજબ, Realme 16 Pro ની સાઈઝ 162.6 x 77.6 x 7.75mm છે અને તેનું વજન 192 ગ્રામ છે. તેમાં 6.78-ઇંચની OLED સ્ક્રીન હશે જે 2772 x 1272 પિક્સલના 1.5K રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. તે અગાઉના Realme 15 Pro ની જેમ જ 144Hz રિફ્રેશ રેટ સાથે આવી શકે છે.

TENAA લિસ્ટિંગમાં હજુ સુધી સ્માર્ટફોનની ઇમેજ દર્શાવાઈ નથી આથી તેની ડિઝાઇન હજુ સુધી જાણવા મળી નથી લોન્ચ પછી Realme 16 Proની હરીફાઈ સંભવિત રીતે Redmi Note 15 Pro, iQOO Z10 અને Vivo V60 જેવા સ્માર્ટફોન્સથી થઈ શકે છે. જો કે, હજુ સુધી તમામ ફીચર્સ જાણવા મળ્યા નહીં હોવાથી ચોક્કસ કહી શકાય નહીં.

Realme 15 Pro ની ફીચર્સ

આ ફોનમાં 6.8-ઇંચની AMOLED ડિસ્પ્લે છે, 144Hz સુધી રિફ્રેશ રેટ અને ગોરિલ્લા ગ્લાસ 7i નું પ્રોટેક્શન છે. સ્નેપડ્રેગન 7 Gen 4 ચિપથી સંચાલિત છે. અને 12GB સુધી રેમ અને 512GB સ્ટોરેજ સાથે આવે છે.

રેરિયર કેમેરા સેટઅપમાં 50MPના મેન સેન્સર અને 50MPનો અલ્ટ્રાવાઇડ કેમેરા શામેલ છે, આ સેલ્ફી માટે કંપની 50MP સેન્સરનો ઉપયોગ કરે છે. ઉપકરણને પેવર આપવા માટે 7,000mAh ની બેટરી આપી છે, જે તમામ વેરિએન્ટ્સમાં 80W ફાસ્ટિંગ સપોર્ટ કરે છે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. આ ચંદ્ર ગ્રહણ 2028ના અંત સુધીનો છેલ્લો સંપૂર્ણ ચંદ્રગ્રહણ છે
  2. Googleના નવા ફાઇબર-ઓપ્ટિક માર્ગોથી ભારતની ડિજિટલ શક્તિમાં વધારો
  3. નવો Pixel 10a ભારતમાં એન્ટ્રી! જેમાં મળશે 48MP કેમેરા + 5100mAh બેટરી સાથે પ્રીમિયમ અનુભવ
  4. Cricket Fever Special રૂ. 99 માં 4K મેચ + Free મહિનો + Cashback!
  5. બજારમાં ફેલાયા Fake Nothing & CMF Devices! 1,100થી વધુ પ્રોડક્ટ્સ જપ્ત
  6. ડિજિટલ પેમેન્ટમાં AIનો ધમાકો! Pine Labs + OpenAI લાવશે Agentic Commerce
  7. ગૂગલ I/O 2026 19-20 મેના રોજ યોજાશે તેવી જાહેરાત ગૂગલે કરી છે
  8. ગૂગલે એરડ્રોપ-કમ્પેટેબલ ક્વિક શેરને પિક્સેલ 9 મોડેલોમાં વિસ્તૃત કર્યું
  9. AI ઇમ્પેક્ટ સમિટ: સર્વમ કાઝે સ્માર્ટ ચશ્માનું પ્રદર્શન, મે મહિનામાં ભારતમાં લોન્ચ થશે
  10. સેમસંગ ગેલેક્સી S26 સિરીઝ, 25 ફેબ્રુઆરીએ સત્તાવાર રજૂ કરાઈ રહી છે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »