32MPના ફ્રન્ટ કેમેરા સાથે માર્કેટમાં આવશે Realme GT 7T

27મે ના રોજ બજારમાં લોન્ચ થઈ શકે છે Realme GT 7T, જાણો વિગતો

32MPના ફ્રન્ટ કેમેરા સાથે માર્કેટમાં આવશે Realme GT 7T

Photo Credit: Realme

Realme GT 7T will be unveiled alongside Realme GT 7

હાઇલાઇટ્સ
  • ડીવાઈસમાં 6.8 ઇંચની ડિસ્પ્લે સાથે મળશે 120Hzનો રીફ્રેશ રેટ
  • ફોનમાં 7000mAhની દમદાર બેટરી સાથે આવશે 120Wનું વાયર્ડ ચાર્જિંગ
  • હેન્ડસેટ MediaTek Dimensity 8400 Max ચિપસેટ પર કાર્યરત રહેશે
જાહેરાત

Realme કંપની પોતાના નાવા ડિવાઇસ GT 7T 27 મેના રોજ ભારત તાથ વૈશ્વિક બજારોમાં લોન્ચ કરવાઅ માટે તૈયાર છે. જેના ઑફિશિયલી લોન્ચિંગ પહેલા જ નાવા GT સિરીઝના આ ફોનની ડિઝાઇન ઓનલાઈન લીક થઈ ગઈ છે. જ્યારે લીક થયેલા રેન્ડરમાં આપણે ઘણા રંગોના વિકલ્પો જોવા મળે છે. Realme GT 7Tમાં 6.8 ઈંચની ડિસ્પ્લે હશે જે 120Hzના રિફ્રેશ રેટ સાથે માર્કેટમાં આવશે. ડિવાઇસમાં MediaTek Dimensity 8400 Max પ્રોસેસર પર કાર્યરત રહેવાનું કહેવામાં આવશે. આ ફોનમાં 7000mAhની બેટરી આવશે જે 120W વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ સાથે આવી શકે છે જેનું કન્ફર્મેશન કંપની દ્વારા આપવામાં આવ્યું છે.

Realme GT 7T ડિઝાઇન લીક થઈ

ટિપસ્ટર સુધાંશુ અંભોરેએ પોતાના X એકાઉન્ટ પર Realme GT 7Tની કહેવામાં આવતી તસવીરો શેર કરવામાં આવી હતી. જેમાં ડિવાઇસને બ્લેક, બ્લ્યુ અને યેલો રંગના વિકલ્પોની સાથે બતાવવામાં આવ્યો છે. પીળા રંગના ડિવાઇસમાં તેની પાછળના ભાગમાં કાળા સ્ટ્રેપ આપવામાં આવ્યા છે જે તેને સ્પોર્ટી લૂક આપે છે. આ ફોનમાં ચોરસ આકારના કેમેરાનું મોડ્યુલ આપવામાં આવ્યુ છે જેમાં બે સેન્સર અને ડિંગ જેવા LED ફ્લેશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ હેન્ડસેટની મિડલમાં હૉલ કટ આઉટ અને નીરો બેઝલ્સ આપવામાં આવ્યું છે.

સુધાંશુએ જાહેર કરેલી પોસ્ટમાં Realme GT 7Tના કહેવાતા ફિચર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ અગાઉની થયેલી લીક ખબરોને મહદ્દઅંશે સામર્થન આપે છ. સાથે તેવું પણ કહેવામાં આવે છે કે Android 15 આધારિત Realme UI 6.0 પર કાર્યરેટ રહેશે. જે ડિવાઈસ 6.8 ઈંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે જેમાં 120Hzનો રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે. હેન્ડસેટ MediaTek Dimensity 8400 Max ચિપસેટ પર ડિવાઇસની કાર્યક્ષમતા નિર્ભર રહેશે.

ફિચર્સની વાત કરીએ તો ડિવાઇસમાં ડ્યુઅલ રીયર કેમેરા સેટપ મળી શકે તેવું માનવામાં આવી રહ્યું છે. જેમાં f/1.8 અપર્ચર અને OIS સપોર્ટ સાથે 50MPનો મુખ્ય સેન્સરનો કેમેરો આપવામાં આવ્યો છે. જેની સાથે f/2.2 અપર્ચર સાથે 8MPનો અલ્ટ્રાવાઈડ એંગલ કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વિડીયોકોલ્સ માટે f/2.4 અપર્ચર સાથે 32MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. વોટર અને ડસ્ટથી રક્ષણ માટે ડિવાઇસમાં IP68નું રેટિંગ આપવામાં આવ્યું છે.

કનેક્ટિવિટીની વાત કરીએ તો Realme GT 7Tમાં બ્લૂટૂથ 6.0, NFC, USB Type C પોર્ટ અને WiFi 6નો સમાવેશ કરવામાં આવે છે. ડિવાઇસની સાઇઝ 162.42 x 75.97 x 8.25mmની હોઈ શકે છે સાથે 202 ગ્રામ જેટલું તેનું વજન હોય શકે છે. જો કે Realmeએ અગાઉથી જ GT 7Tમાં 120Wના વાયર્ડ ચાર્જિંગ સાથેની 7000mAhની બેટરી આપવાનું કન્ફર્મેશન આપવામાં આવ્યું હતું.

આ ડિવાઇસ 27મે ના રોજ અમુક પસંદગીના વૈશ્વિક બજારો અને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. જેની જાહેરાત GT 7 ડિવાઇસની સાથોસાથ કરવામાં આવશે. બંને ફોન ભારતમાં એમેઝોન અને Realme India ઈ-સ્ટોર દ્વારા વેચાણ માટે ઉપલબધીમાં આવી શકે છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »