ચાઇનિઝ સ્માર્ટફોન કંપની નુબિયાએ તેના RedMagic 11 Air લોન્ચ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ ડિવાઇસ સ્લિમ પ્રોફાઇલ ધરાવે છે અને તે રેડમેજિક 11 લાઇનઅપના અન્ય ફોન 11 પ્રો અને 11 પ્રો+ સાથે જોડાશે.
Photo Credit: Red Magic
રેડમેજિક 11 એર 20 જાન્યુઆરીએ ચીનમાં રજૂ કરવામાં આવશે.
ચાઇનિઝ સ્માર્ટફોન કંપની નુબિયાએ તેના RedMagic 11 Air લોન્ચ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ ડિવાઇસ સ્લિમ પ્રોફાઇલ ધરાવે છે અને તે રેડમેજિક 11 લાઇનઅપના અન્ય ફોન 11 પ્રો અને 11 પ્રો+ સાથે જોડાશે.
RedMagic 11 Airના તાજેતરના ટીઝર પછી કંપનીએ તેને ચીનમાં 20 જાન્યુઆરી લોન્ચ કરાશે તેમ જણાવ્યું છે. હજુ સુધી નુબિયાએ તેના સ્પેસફિકેશન અંગે કોઈ માહિતી જાહેર કરી નથી જો કે ફોન એડવાન્સ ફિચર્સ અને ફ્લેગશિપ લેવલનું પરફોર્મન્સ આપશે તેમ કહેવાય છે. નોંધનીય છે કે, તાજેતરના લીકમાં જાણવા મળ્યું છે કે આ હેન્ડસેટ સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર દ્વારા સંચાલિત થશે, જે 24GB સુધીની RAM સાથે જોડાયેલું રહેશે. આ ફોનમાં 6.85-ઇંચ ડિસ્પ્લે અને 120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 7,000mAh બેટરી હશે.
મળતી માહિતી પ્રમાણે તે 7.85mm જાડાઈ સાથે આવશે અને તેનું વજન 207 ગ્રામ રહેશે. તેમાં, એક એક્ટિવ કૂલિંગ ફેન, અંડર-ડિસ્પ્લે સેલ્ફી કેમેરા અને એન્ડ્રોઇડ 16 આધારિત RedMagic OS 11 પર ચાલશે.
તેના કેમેરા જોઈએ તો, 50 -મેગાપિક્સલ મુખ્ય સેન્સર સાથે 8 -મેગાપિક્સલ અલ્ટ્રાવાઇડ રીઅર; 16-મેગાપિક્સલ અંડર-ડિસ્પ્લે સેલ્ફી કેમેરા આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ હેન્ડસેટ તાજેતરમાં TENAA સર્ટિફિકેશન વેબસાઇટ પર 16-મેગાપિક્સલ સેલ્ફી કેમેરા સાથે જોવા મળ્યો હતો.
RedMagic 11 Air એપ્રિલ 2025 માં વૈશ્વિક બજારમાં લોન્ચ થયેલા રેડ મેજિક 10 એરનું સ્થાન લેશે. આ ફોનમાં 6.8-ઇંચનો ફુલ-એચડી+ એમોલેડ ડિસ્પ્લે છે જેમાં 120Hz સુધીનો રિફ્રેશ રેટ અને 1,600 નિટ્સ સુધીનો પીક બ્રાઇટનેસ છે. સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 8 જનરલ 3 ચિપસેટ છે, જે 16GB સુધી LPDDR5x રેમ અને 512GB સુધી UFS 4.0 ઓનબોર્ડ સ્ટોરેજ સાથે જોડાયેલ છે. તે 80W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 6,000mAh બેટરી પેક કરે છે.
આ રેડમેજિક 11 એર લોન્ચ લીક્સ તેને એક સંતુલિત ગેમિંગ બીસ્ટ, સ્લિમ, ઇમર્સિવ અને શક્તિશાળી તરીકે દર્શાવે છે. મોડેલ નંબર NX799J ધરાવતું આ ડિવાઈઝ એવા ગેમર્સ માટે છે જેઓ ઉચ્ચ-સ્તરીય પાવર સાથે હળવા વજનનો ફોન ઇચ્છે છે. જેમ તેની લોન્ચ તારીખ નજીક આવશે તેમ તેના અંગે વધુ વિગતો મળશે. તો જોડાયેલા રહો.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત
Arc Raiders' Sales Cross 12.4 Million Copies as Embark Studios Rolls Out New Update