Samsung Galaxy M56 ફ્લિપકાર્ટ પર રૂ. 21,204 માં મળી રહ્યું છે

Samsung Galaxy M56 મજબૂત ટકાઉ ફોન, કિફાયતી ભાવે ફ્લિપકાર્ટ પર હાલ ડિસ્કાઉન્ટમાં ઉપલબ્ધ છે આજે

Samsung Galaxy M56 ફ્લિપકાર્ટ પર રૂ. 21,204 માં મળી રહ્યું છે

Photo Credit: Samsung

સેમસંગ ગેલેક્સી M56 6.73-ઇંચ ફુલ HD+ AMOLED ડિસ્પ્લેથી સજ્જ છે

હાઇલાઇટ્સ
  • પસંદગીની બેંકો અને કાર્ડ દ્વારા વધારાના ડિસ્કાઉન્ટનો લાભ
  • Samsung Galaxy M56, 6.73-ઇંચ ફુલ HD+ AMOLED ડિસ્પ્લેથી સજ્જ
  • Samsung Galaxy M56 માં 5,000 mAh બેટરી, 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ
જાહેરાત

Samsung Galaxy M56 મજબૂત અને ટકાઉ ફોન જો તમે કિફાયતી ભાવમાં ખરીદવા માંગતા હોય તો આ એક ઉત્તમ તક સાબિત થશે કારણકે, હાલમાં તે ફ્લિપકાર્ટ પર ડિસ્કાઉટમાં મળી રહ્યો છે. હાલમાં આ ડિવાઇસ ફ્લિપકાર્ટ પર 21,204 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. વધુમાં, ગ્રાહકો કેટલીક પસંદગીની બેંકો અને કાર્ડ દ્વારા વધારાના ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે. સેમસંગ ગેલેક્સી M56 6.73-ઇંચ ફુલ HD+ AMOLED ડિસ્પ્લેથી સજ્જ છે અને ઓક્ટા-કોર Exynos 1480 પ્રોસેસર દ્વારા સંચાલિત છે. આ ડિવાઇસમાં 8GB RAM અને 256GB સ્ટોરેજ પણ છે.

સેમસંગ ગેલેક્સી M56 ની મૂળ કિંમત 27,999 છે. ફ્લિપકાર્ટ પર 21,204 રૂપિયા જેટલી ઓછી કિંમતે લિસ્ટેડ છે, જે સીધો રૂ. 6,795 નો ઘટાડો દર્શાવે છે. ખરીદદારો ફ્લિપકાર્ટ SBI અથવા એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ પર રૂ. 4,000 નું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે. સ્માર્ટફોન પર એક્સચેન્જ ડીલ પણ છે. તમારા હાલના ડિવાઇસના બ્રાન્ડ, મોડેલ અને સ્થિતિના આધારે, ટ્રેડ-ઇન ઓફરના ભાગ રૂપે તમારા હાલના ડિવાઇસને એક્સચેન્જ કરવા પર તમને 17,250 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

Samsung Galaxy M56 ના સ્પેસિફિકેશન્સ

Samsung Galaxy M56 માં 120Hz ના રિફ્રેશ રેટ સાથે 6.73-ઇંચ ફુલ-એચડી+ એમોલેડ ડિસ્પ્લે છે. તે ઓક્ટા-કોર એક્ઝીનોસ 1480 ચિપસેટ પર ચાલે છે અને 8GB સુધી LPDDR5X રેમ અને 256GB સુધી UFS 3.1 સ્ટોરેજ સાથે જોડાયેલ છે. એન્ડ્રોઇડ 15-આધારિત વન UI 7 ઓપરેટિંગ સિસ્ટમ સાથે તે આવે છે.

ડિવાઇસમાં OIS સાથે 50MP પ્રાઇમરી શૂટર, 8MP અલ્ટ્રાવાઇડ સેન્સર અને 2MP મેક્રો સેન્સર છે. તે ફ્રન્ટ પર 12MP સેલ્ફી કેમેરા આપે છે. ફ્લેગશિપ ડિવાઇસમાં આવતા તમામ AI ઇમેજિંગ ફીચર્સ તેમાં છે જેમાં એડિટ સજેશન્સ, ઑબ્જેક્ટ ઇરેઝર સાથે અન્ય ઘણા ફીચર્સ છે.

Samsung Galaxy M56 માં કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ+ પ્રોટેક્શન છે, જે તેની ટકાઉપણું દર્શાવે છે. તેમાં 5,000 mAh બેટરી અને 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. કંપનીએ 6 વર્ષ સુધીના મુખ્ય સોફ્ટવેર અપડેટ્સ અને 6 વર્ષ સુરક્ષા પેચ ઓફર કરવાનું વચન આપ્યું છે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »