Flipkart પર Galaxy S24 Ultra મોટો ડિસ્કાઉન્ટ; S26 લોન્ચ પહેલાં અદ્ભુત ડીલ ઉપલબ્ધ.
Photo Credit: Samsung
પ્રજાસત્તાક દિવસના સેલ પહેલા ફ્લિપકાર્ટ પર Samsung Galaxy S24 Ultraની કિંમતમાં રૂ. 24,010 નો ઘટાડો
ફ્લિપકાર્ટ પર Samsung Galaxy S24 Ultra ન ધારેલા ભાવમાં મળી રહ્યો છે. ગેલેક્સી S26 સિરીઝના લોન્ચ પહેલા, તમે સેમસંગ ગેલેક્સી S24 અલ્ટ્રાને મોટા ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. તેમાં બધા ડિસ્કાઉન્ટની ગણતરી કર્યા પછી તમે તેમાં રૂ. 24,010 ની બચત કરી શકો છો. જો કે, આગામી દિવસોમાં ફ્લિપકાર્ટ રિપબ્લિક ડે સેલ પણ શરૂ કરશે, તેથી વધુ સારી ડીલ મળી શકે છે. પરંતુ જો તમારી પાસે સમય ઓછો હોય, તો આ ડીલમાં આગળ વધી શકાય.
Samsung Galaxy S24 Ultra હાલમાં ફ્લિપકાર્ટ પર રૂ. 99,989 માં લિસ્ટેડ છે. તેની કિંમત આમ તો રૂ. 1,19,999 છે. ગ્રાહકો એક્સિસ અથવા SBI ફ્લિપકાર્ટ બેંક કાર્ડનો ઉપયોગ કરીને વધારાના રૂ. 4,000 બચાવી શકે છે, જેનાથી કિંમત રૂ. 96,000 થી ઓછી થઈ જાય છે. તમે આ ડિવાઇસ રૂ. 3,516 થી શરૂ થતા EMI સાથે સરળ હપ્તે મેળવી શકો છો.
ગ્રાહકો તેમના જૂના ડિવાઇસને એક્સચેન્જ કરીને રૂ. 68,050 સુધી મેળવી શકે છે. તેમાં, સેમસંગ ગેલેક્સી S23+ એક્સચેન્જ કરવાનો પ્રયાસ કરવામાં આવતા તે રૂ. 23,500 ની કિંમત ઓફર કરી રહ્યું હતું. જોકે, તે વિવિધ મોડેલો માટે અલગ અલગ હોઈ શકે છે. તમે વધુ ચૂકવણી કરીને એક્સટેન્ડેડ વોરંટી જેવા એડ-ઓન પણ પસંદ કરી શકો છો.
Samsung Galaxy S24 Ultra માં 6.8-ઇંચનું શાનદાર LTPO AMOLED પેનલ, 120Hz રિફ્રેશ રેટ અને 2,600 નિટ્સ બ્રાઇટનેસ મળે છે. આ ડિવાઇસ Qualcomm Snapdragon 8 Gen 3 ચિપસેટ દ્વારા સંચાલિત છે અને Adreno 750 GPU સાથે જોડાયેલ છે. તે 12GB RAM અને 1TB સ્ટોરેજ સાથે પણ આવે છે અને 5,000 mAh બેટરી અને 45W ચાર્જિંગને સપોર્ટ કરે છે.
કેમેરાની વાત કરીએ તો, આ ડિવાઇસ 200MP મુખ્ય કેમેરા, 50MP પેરિસ્કોપ ટેલિફોટો, 12MP અલ્ટ્રાવાઇડ અને OIS સાથે 10MP ટેલિફોટો શૂટર સાથે આવે છે. સેલ્ફી માટે, ડિવાઇસ 12MP ફ્રન્ટ કેમેરા સાથે આવે છે.
ડ્યુઅલ સીમ સાથે આવતા આ ફોનમાં ટાઇટેનિયમ ગ્રે, બ્લેક, વાયોલેટ, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ કલર મળે છે. ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટને સપોર્ટ કરે છે. આ ફોન IP68 રેટિંગ સાથે આવે છે, જેના કારણે ફોન પાણીમાં ડૂબી જવા છતાં પણ નુકસાન થશે નહીં. આ સાથે, કંપની S-Pen ઓફર કરે છે, જેના દ્વારા મલ્ટીફંક્શન કરી શકાય છે. ફોનમાં ટાઇટેનિયમ બોડી છે. આ ફોન Android 14 પર આધારિત OneUI પર કામ કરે છે. તેમાં Galaxy AI ફીચર્સ આપવામાં આવ્યા છે
ces_story_below_text
જાહેરાત
જાહેરાત
Lumio Vision 7, Vision 9 Smart TVs Go on Sale on Flipkart With Republic Day Offers