Galaxy S26 સિરીઝના લોન્ચ અગાઉ, Galaxy S25 Plus 5G કિંમતમાં ભારે કરવામાં આવ્યો છે. તેમાં, બેંક ઓફર વગર લગભગ રૂ. 30,000 ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ભારતમાં આ ફોન લોન્ચ સમયે રૂ. 99,999 રૂપિયામાં મળતો હતો.
Photo Credit: Samsung
4,900 mAh બેટરી અને 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે ડિવાઇસ
Galaxy S26 સિરીઝના લોન્ચ અગાઉ, Galaxy S25 Plus 5G કિંમતમાં ભારે કરવામાં આવ્યો છે. તેમાં, બેંક ઓફર વગર લગભગ રૂ. 30,000 ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ભારતમાં આ ફોન લોન્ચ સમયે રૂ. 99,999 રૂપિયામાં મળતો હતો. આ ડિવાઇસ ગેલેક્સી S25 અને ગેલેક્સી S25 અલ્ટ્રાની વચ્ચે આવેલું છે અને તેમાં ટ્રિપલ કેમેરા, સ્નેપડ્રેગન 8 એલીટ ચિપસેટ, 12GB રેમ સહિતના અન્ય ફીચર્સ છે. અને, જો તમને આ ડિવાઇસ લગભગ રૂ. 68,000 માં મળતું હોય તો આ સોદો ખોટો ના કહેવાય.
Galaxy S25 Plus 5G હાલમાં રૂ. 30,000 થી વધુના ડિસ્કાઉન્ટ પછી રૂ. 69,799 રૂપિયામાં લિસ્ટેડ છે. ખરીદદારો પસંદગીના બેંક કાર્ડનો ઉપયોગ કરવા પર 1,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે, જેનાથી કિંમત ઘટીને લગભગ રૂ. 68,000 થઈ શકે છે. આ ઉપરાંત તેમાં એક્સચેન્જ ઓફર, પણ લાગુ કરાઈ છે. જેમાં, કિંમત વધુ ઘટીને રૂ. 44,400 રૂપિયા થઈ શકે છે. જો કે, એક્સચેન્જ કરાતા ફોન અને તેની સ્થિતિ પર આખરી કિંમત નક્કી થશે.
તમે આ ડિવાઈઝ EMI સાથે સરળ હપ્તાઓ પર પણ ખરીદી શકશો. જેમાં, રૂ. 3,384 થી હપ્તો શરૂ થશે. થોડી વધુ ચૂકવણી કરીને તમે વિસ્તૃત વોરંટી જેવા વધારાના વિકલ્પો સહિતના લાભો મેળવી શકો છો.
સેમસંગ ગેલેક્સી S25 પ્લસ 6.7-ઇંચ ડાયનેમિક LTPO AMOLED 2X સાથે 120Hz રિફ્રેશ રેટ અને 2,600 nits પીક બ્રાઇટનેસ સાથે આવે છે. તે, Qualcomm Snapdragon 8 Elite દ્વારા સંચાલિત છે અને 12GB LPDDR5X RAM અને 512GB સુધી સ્ટોરેજ સાથે જોડાયેલ છે. તેમાં, 4,900 mAh બેટરી અને 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. તે 15W વાયરલેસ ચાર્જિંગ અને 4.5W રિવર્સ વાયરલેસ ચાર્જિંગ પણ પ્રદાન કરે છે.
ફોનના ટ્રિપલ કેમેરા સેટઅપમાં 50MP પ્રાથમિક કેમેરા, 10MP 3x ટેલિફોટો લેન્સ અને 12MP અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ સામેલ છે. આગળની બાજુ 12MP સેલ્ફી કેમેરા છે, જે 8K 30fps સુધીના વિડિયો રેકોર્ડિંગ માટે સક્ષમ છે. પ્રાથમિક કેમેરા અને સેલ્ફી કેમેરા ઉત્તમ કલર રિપ્રોડક્શન અને શાર્પ ડિટેઇલ આપે છે. ડ્યુઅલ રેકોર્ડિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે, જે વ્લોગર્સ માટે ઉપયોગી છે.
જાહેરાત
જાહેરાત